SearchBrowseAboutContactDonate
Page Preview
Page 534
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨૭. - ઉપદેશપદ : ભાગ-૨ આ ગ્રંથ પૂર્ણ થયો. પણ આ ગ્રંથ કોણે રચ્યો છે એવી જિજ્ઞાસા થતાં ગ્રંથકાર જ કૃતજ્ઞતાથી ગર્ભિત અને સ્વનામરૂપ ચિહ્નવાળી આ ગાથાને કહે છે ગાથાર્થ-યાકિની મહત્તરાના ધર્મપુત્ર અને ભવવિરહને ઇચ્છતા હરિભદ્ર આચાર્ય આ ઉપદેશપદો રચ્યાં છે. ટીકાર્થ–પાકિની મહત્તરાના ધર્મપુત્ર-શ્રુતશીલરૂપ સમુદ્રની મર્યાદા સમાન યાકિની નામના પ્રવર્તિનીના ધર્મની અપેક્ષાએ પુત્ર. કારણ કે અંતરંગધર્મરૂપ શરીરને ઉત્પન્ન કરનાર યાકિની નામના સાધ્વીજી છે. ભવવિરહને સંસારના વિરામને, સંસારના અંતને. હરિભદ્ર આચાર્યો-હરિભદ્રનો શ્રી ચિત્રકૂટ પર્વતની ઉપર નિવાસ હતો. તેમણે પ્રથમપર્યાયમાં જ (= બાલ્યવયમાં જ) આઠ વ્યાકરણોનો સ્પષ્ટ (=પરિપક્વ) અભ્યાસ કર્યો હતો. સર્વદર્શનોને અનુસરતા તર્કોથી તીક્ષ્ણ મતિવાળા હતા, એથી મતિમાન પુરુષોમાં મુખ્ય હતા. બીજાએ કહેલા (=રચેલા) ગ્રંથને હું ન સમજી શકે તો તેનો શિષ્ય બને તેવી પ્રતિજ્ઞા તેમણે કરી હતી. એકવાર તે આવશ્યક નિર્યુક્તિનું પરાવર્તન કહી રહેલા સાધ્વીજી શ્રી યાકિની મહત્તરાના ઉપાશ્રયની પાસેથી જઈ રહ્યા હતા ત્યારે તેમણે વિદુi હરિપ' ઇત્યાદિ ગાથાસૂત્ર સાંભળ્યું. જાતે નિપુણ તર્ક-વિતર્ક કરવા છતાં કોઇપણ રીતે પોતે તેનો અર્થ સમજી શક્યા નહિ. તેના અર્થને જાણવા માટે યાકિની મહત્તરાના ઉપદેશથી શ્રીજિનભદ્ર આચાર્યની પાસે ગયા. શ્રીજિનભદ્ર આચાર્યની પાસે જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં જિનબિંબના દર્શનથી પૂર્વે ક્યારેય ઉત્પન્ન ન થયો હોય તેવો અતિશય પ્રમોદ થયો. એથી તેમણે વપુરવ તવાવષે ઇત્યાદિ શ્લોકનું ઉચ્ચારણ કર્યું, અર્થાત્ વપુવ ઇત્યાદિ શ્લોકથી ભગવાનની સ્તુતિ કરી. સૂરિની પાસે આવીને પવિત્ર પ્રવ્રજ્યાનો સ્વીકાર કર્યો. સ્વાર દર્શન સંબંધી ઘણી કુશળતાને પામીને અતિશય પ્રવચન વાત્સલ્યને ધારણ કરતા તેમણે ચૌદસો પ્રકરણો રચ્યા. આવા શ્રીહરિભદ્રસૂિરિએ આ ગ્રંથ રચ્યો છે. (૧૦૩૯) क्षमालीमोऽत्यन्तं गगनतलतुङ्कमहिमा। दधानः शैली च स्थितिमतिशुचिं साधुरुचिताम् । बृहद्गच्छोऽतुच्छोच्छलितशुभसत्त्वः समभवत् । सुवंशच्छायाव्यः स्फुटमुदयनामा नग इव ॥१॥ तत्रोदियाय तमसामवसायहेतुर्निस्तारकद्युतिभरो भुवनप्रकाशः । श्रीसर्वदेव इति साधुपतिनमस्यपादो नवार्क इव सन्नतमीनकेतुः ॥२॥ ततश्च श्रीयशोभद्रनेमिचन्द्रादयोऽभवन् । अष्टावाशागजाकाराः सूरयस्तुङ्गचेष्टिताः ॥३॥ अजनि विनयचन्द्राध्यापको ध्यानयोगाद् । विधुतविविधबाधाधायिध्यान्ध्यप्रधानः । मुनिगुणमणिवार्द्धिः शुद्धशिष्योपलब्धिः । सततसमयचर्यावर्जितार्याशयश्च ॥४॥ प्रायस्तत्सर्वसन्तानभक्तिमान्मुनिनायकः । अभूत् श्रीमुनिचन्द्राख्यस्तेनैषा विवृतिः कृता ॥५॥
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy