SearchBrowseAboutContactDonate
Page Preview
Page 527
Loading...
Download File
Download File
Page Text
________________ પ૨૦ ઉપદેશપદ : ભાગ-૨ ભવરૂપી અરણ્યમાં પુણ્ય અને પાપ સ્વભાવવાળા એવા પોતાના કર્મથી જીવો સતત ભમાવાય છે. મિથ્યાત્વમોહને વશ થયેલા દિગમોહ પામેલા મૂઢ જીવો મોક્ષમાર્ગને છોડી કુયોનિરૂપ આંટી ઘૂંટીવાળી ઝાડીમાં અનંતીવાર ફસાય છે. વિચિત્ર પ્રકારના પાંખડી ધૂર્તોથી ઉન્માર્ગમાં ચડાવાયેલા પાપમોહિત જીવો પોતાને ચેતવતા જ નથી. અને જ્યારે પુણ્યના યોગથી માર્ગદર્શક જ્ઞાનીને મેળવે ત્યારે કોઈક ધન્યજીવો માર્ગ ઉપર ચઢે છે. આ પ્રમાણે હે ભવ્યો! પુણ્ય પાપના વિલાસને જાણીને પાપના કારણોનો ત્યાગ કરી પુણ્યમાં ઉદ્યમ કરો. એ પ્રમાણે સાંભળીને કૌતુક સહિત રાજાએ કહ્યું- હે ભગવન્! પૂર્વે મારાવડે કેવા પ્રકારનું પુણ્ય ઉપાર્જન કરાયું છે જેનું ફળ હું હમણાં ભોગવું છું. ભગવાને કહ્યું: પંચનમસ્કાર મહામંત્રના સ્મરણના નિયમનો આ પ્રભાવ છે. અને બીજું ભદ્રક ભાવવાળો ભવ્ય આનાથી શુદ્ધ સમ્યક્ત પામે છે, સમ્યગ્દષ્ટિ વિરતિને પામે છે અને વિરત જલદીથી મોક્ષને પામે છે. અને જે અનલ્પ (ઘણાં) સુખસૌભાગ્ય-રૂપલક્ષ્મી, પ્રભુત્વ, દેવત્વ વગેરે પ્રસંગે પ્રાપ્ત થયેલા છે તે પલાલ સમાન આનુસંગિક ફળો છે. આ પ્રમાણે સર્વગુણ સ્થાનકનું કારણ, મહાપ્રભાવી, આ ભવ અને પરભવમાં સુખ આપનારો, મંત્રોમાં પ્રધાન એવો નમસ્કાર મહામંત્ર છે. આ પ્રમાણે ગુણોથી વિશિષ્ટ નમસ્કારમંત્રનું માહભ્ય જિનેશ્વરવડે કહેવાય છતે પૂર્વભવને સાંભળીને ભવથી વિરક્ત થયેલું છે ચિત્ત જેનું, પુત્રને રાજ્ય સોંપીને અને વિશુદ્ધ સંયમનું પાલન કરીને ઉત્પન્ન થયું છે વિમલ કેવલજ્ઞાન જેને એવો રત્નશિખ મહર્ષિ મોક્ષને પામ્યો. (૧૦૩૧) રત્નશિખનું કથાનક સમાપ્ત. अथोपसंहरन्नाहएवं णाऊण इम, विसुद्धजोगेसु धम्ममहिगिच्च । जइयव्वं बुद्धिमया, सासयसोक्खत्थिणा सम्मं ॥१०३२॥ एवं सातिचारनिरतिचारानुष्ठानयोर्ज्ञात्वा अवगम्य 'इदं' समलं विमलं च फलं 'विशद्धयोगेषु' देवताराधनादिषु'धर्म' निःश्रेयससाधनं स्वपरिणामं साधयितुमिष्टमधिकृत्य यतितव्यं बुद्धिमता' नरेण । कीदृशेनेत्याह-शाश्वतसौख्यार्थिनाऽनुपरमस्वरूपशर्माभिलाषिणा सम्यग् यथावत् ॥१०३२॥ હવે ઉપસંહાર કરતા ગ્રંથકાર કહે છે ગાથાર્થ–આ પ્રમાણે સાતિચાર અનુષ્ઠાનનું મલિન અને નિરતિચાર અનુષ્ઠાનનું નિર્મલ ફળ જાણીને શાશ્વત સુખના અર્થી એવા બુદ્ધિમાન મનુષ્ય ધર્મનું લક્ષ્ય રાખીને દેવની આરાધના વગેરે વિશુદ્ધ યોગોમાં સમ્યગ્ પ્રયત્ન કરવો જોઇએ.
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy