SearchBrowseAboutContactDonate
Page Preview
Page 525
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૨ ૫૧૮ મારા અપરાધની ક્ષમા કર, મેં અજ્ઞાનથી તને દૃઢ પીડા કરી છે. તેણે કહ્યું: હે સુશ્રાવક! નથી જણાયો પરમાર્થ જેનાવડે એવા તારો અહીં શું દોષ છે? હું જ મહાપાપી છું. જાણતો હોવા છતાં પણ મહાસાધર્મિક એવા તને પીડા આપવાનું પાપ કર્યું. અને બીજું પણ ભોગાગ્રહના ગ્રહથી ગ્રહણ કરાયેલા જીવો કાર્યાકાર્યને જાણતા નથી અને ભાગ્યહીન નિર્લજ્જ પણ પોતાને ચેતવતા નથી. લુબ્ધ બિલાડો કે કૂતરો સામે દૂધને જુએ છે પરંતુ ‘તડ' એ પ્રમાણે માથા ઉપર પડતા દંડને જોતો નથી. અને અહીં આ પરમાર્થ છે– હું ચક્રપુર નગરનો સુવેગ નામનો રાજા છું અને બહેનના પુત્રના પક્ષપાતથી પિતાએ જેને રાજ્ય સોંપ્યુ છે એવા શિવેગ ખેચરને મેં નિર્વાસિત કર્યો છે, પરંતુ તેનો જમાઇ પોતાના (મારા) રાજ્યને લેનારો થશે એમ સાંભળીને હું તારા વધના પરિણામવાળો થઇને હાથીનું રૂપ કરીને અહીં આવ્યો છું અને સાધર્મિક વાત્સલ્યથી તેં મને પ્રતિબોધ્યો. દંડનું તાડન પણ મારા માટે શુભ થયું કેમકે મારા બોધિનું કારણ થયું. તિક્ત અને કટુ પણ ઔધષ જેમ સંનિપાતના રોગીને ગુણ કરે તેમ તે દંડ મને ખરેખર ગુણકારી થયો. હું માનું છું કે આ સાધર્મિકના પ્રદ્વેષનું જે પ્રાયશ્ચિત્ત છે તેની શુદ્ધિ ગુરુની પાસે જઇને તપ અને ચારિત્રને આચરીને શુદ્ધિ કરીશ. તેથી તું સર્વથા મારા રાજ્યને સંભાળી લે. હું પણ શશિવેગને ખમાવીને પોતાના ઇચ્છિતને સાધું. આ પ્રમાણે બોલતો હતો ત્યારે જ તેના ચરખેચરો પાસેથી વૃત્તાંતને જાણીને શિવેગ ત્યાંજ આવી પહોંચ્યો અને ઘણાં પ્રકારે ખમાવીને સુવેગે કહ્યું: તું આ મારા રાજ્યને સર્વથા ગ્રહણ કર. તે સુવેગ પણ રત્નશિખ અને શિવેગ વડે કહેવાયો કે, હે મહાસત્ત્વ! કુલક્રમથી આવેલા રાજ્યને તું ભોગવ. પછી પરિણત વયમાં તપ ઉપાર્જનમાં પ્રયત્ન કરજે. કારણ કે ઇંદ્રિયનો સમૂહ દુર્જય છે, પરિષહો અને ઉપસર્ગો દુઃખે કરીને સહન કરી શકાય છે, મનોવૃત્તિ પવનથી હલાવાયેલા ધ્વજના અગ્રભાગ જેવી ચંચળ છે અને વ્રતનો ભંગ મહા અનર્થનું કારણ છે એ પ્રમાણે શિખામણ અપાતો મહાવૈરાગ્યને પામેલો સુવેગ પણ સુગુરુની પાસે ગયો અને દીક્ષા લીધી. અને બીજા બે (રત્નશિખ, શશિવેગ) રાજ્યને સુવ્યવસ્થિત કરીને ચક્રપુર ગયા અને રત્નશિખ ક્રમથી વિદ્યાધર શ્રેણીનો સ્વામી થયો. સુરવેગ પણ મામાના વૃત્તાંતને જાણીને ઉત્પન્ન થયો છે ઉગ્ર સંવેગ જેને એવો ભાઇવડે વરાતો હોવા છતાં પણ મોક્ષમાર્ગનો સ્વીકાર કર્યો, અર્થાત્ દીક્ષા લીધી. હવે ઉત્તરોત્તર સુખની પરંપરાથી પોતાને સંપૂર્ણ માનતા એવા રત્નશિખે સર્વ મિત્રો અને સ્વજનોને સુખી કર્યા, જિનેશ્વર, ગણધર અને કેવલીને વાંદતો સકળ મનુષ્યલોકમાં પતિ અને ચૈત્યના મહિમાને કરતો શ્રેષ્ઠ સમ્યક્ત્વ રત્નનું પાલન કરે છે. એ પ્રમાણે અનેક લાખ વર્ષ પસાર કર્યા.
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy