SearchBrowseAboutContactDonate
Page Preview
Page 522
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૨ ૫૧૫ જેવા વેગવાળા મહાહાથી સાથે ઉત્તરાભિમુખ પ્રયાણ કર્યું. ઘણા દૂર ગયા પછી કંઇક ઉત્પન્ન થઇ છે તૃષ્ણા અને તડકાનો સંતાપ જેને એવો રાજા આગળ વિવિધ પ્રકારના પક્ષીઓના કોલાહલથી યુક્ત, ઉછળતા મોટા તરંગોની માલિકાઓના હલેસાથી પ્રેરાયેલા, વિકસિત નીલકમળોના નૃત્યોથી નિર્મળ થયું છે જળ જેનું, લીલી વનરાજીથી શોભતા એવા એક મહાસરોવરને જુએ છે. પછી જાણે લાંબા સમયથી વિરહ ન થયો હોય એવા ભાઇને જોવાથી જે આનંદ થાય તેવો આનંદ રાજાને સરોવ૨ને જોઇને થયો. પછી પ્રહષ્ટ થયું છે મુખ કમળ જેનું એવા રત્નશિખ રાજાએ તેની (સરોવરની) તરફ હાથીને હંકાર્યો. તરસથી ખિન્ન થયેલો હાથી પણ જલદીથી જ સરોવરની અંદર ઊતર્યો તથા પાણી પીને સ્વેચ્છાથી ક્રીડા કરવા લાગ્યો. રાજા પણ તેને છોડીને મહામચ્છની જેમ ક્ષણથી સરોવરનું મથન કરીને, સ્નાન કરીને સરોવરમાંથી બહાર નીકળ્યો તેટલામાં વન દેવતાની આજ્ઞાને કરનારી એક રમણી મહામૂલ્ય વસ્ત્રો લઇને આવી. ત્યાર પછી સર્વ અંગ-ઉપાંગ શોભાવી શકાય તેટલા પ્રમાણમાં આભૂષણો આપ્યાં. ફરી પુષ્પ વિલેપનની સાથે કર્પૂર-ઇલાયચી અને કંકોલથી સહિત પાનબીડું ધર્યું અને કહ્યું: અપૂર્વ દેવનું સ્વાગત થાઓ. રાજાએ કહ્યું: હે ભદ્રે! હું અપૂર્વ દેવ કેવી રીતે? તે બોલીઃ લાંબા સમય સુધી આરાધાયેલા પણ સર્વ દેવો સુખને આપે કે ન પણ આપે પરંતુ તમે અમારી સખીને જોવા માત્રથી સુખ આપ્યું છે. ત્યારે તારી આ સખી કોણ છે? ક્યારે અથવા કેવી રીતે હું જોવાયો? એમ રાજાએ પૂછ્યું ત્યારે તેણીએ કહ્યું: અહીંથી ઉત્તરદિશામાં પૃથ્વીમંડલના માપદંડની જેમ પૂર્વ અને પશ્ચિમ સમુદ્ર સુધી લંબાયેલા વૈતાઢ્ય નામના પર્વત ઉપર દેવલોકની રાજધાની જેવું રમણીય સુ૨સંગીત નામનું નગર છે. તેમાં સકલ માનીઓના માનને મરડનારો, સુપીઢ, શત્રુસૈન્યને ચૂરનારો, સમસ્ત યાચક વર્ગના મનોરથને પૂરનારો સૂરણ નામનો રાજા હતો. તેની સ્વયંપ્રભા અને મહાપ્રભા નામની બે પ્રિય પત્નીઓને શશિવેગ અને સૂરવેગ નામના વિશિષ્ટ વિદ્યા અને બળથી યુક્ત બે પુત્રો હતા. અન્યદા રવિતેજ ચારણમુનિ પાસે ધર્મ સાંભળીને શિવેગને પોતાના પદે સ્થાપીને સૂરણ રાજાએ દીક્ષા લીધી. શશિવેગ પણ રાજ્ય ચલાવવામાં પ્રવૃત્ત થયો. તેની લીલા જોઇને શૂરવેગ પણ રાજ્યાભિલાષી થયો. પછી મહાસાધન સામગ્રીવાળા સુવેગ મામાની સહાય લઇને શિવેગની સામે લડાઇ કરવા તૈયાર થયો. શિવેગ પણ અસમાન લડાઇ છે એમ જાણીને મંત્રીના વચન માનીને લશ્કર અને વાહન સહિત મેરુપર્વતની આગળ આ વિકટ અટવીમાં નવું નગર વસાવીને રહ્યો અને તેને આંખના ૧. કંકોલ–એક જાતની વનસ્પતિના બીજ જે ચિનીકબાલા કે ચણકબાબ કહેવાય છે. તે કદમાં મરી જેવા લીસા અને ડીંટીયાવાળા થાય છે. તે શીતળ છે અને ઔષધમાં વપરાય છે.
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy