SearchBrowseAboutContactDonate
Page Preview
Page 516
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૨ ૫૦૯ પૂર્વકના મોટા રાગના ગ્રહને (આસક્તિને) કહેતા એવા આ રાક્ષસવડે અમને યથાસ્થિત વૃત્તાંત કહેવાયો છે. તેથી હે મહાસત્ત્વ! આ અમારું વૃત્તાંત છે. આ શૂન્ય અરણ્યવાસથી અમે કંટાળી ગઈ છીએ અને જ્યાં સુધી અમારા આયુષ્યની હાની ન થાય ત્યાં સુધીમાં આ ઘોર રાક્ષસ પાસેથી અમને છોડાવો. તેને સાંભળીને પ્રાર્થનાનો ભંગ કરવામાં ભીરુ, કારુણ્યનો સાર, તેના આલાપથી ઉલ્લસિત થયું છે મન જેનું એવા સુમિત્રે કહ્યું: પણ તે રાક્ષસ ક્યાં ગયો છે? અને કેટલા દિવસ પછી તમારી પાસે આવે છે? અને તેઓએ કહ્યું: તે રાક્ષસદ્વીપ જઇને બે ત્રણ દિવસોથી ઇચ્છા મુજબ આવે છે. બોલાવાયેલો જલદીથી આવે છે અને ન બોલાવાયો હોય તો પંદર દિવસ કે મહીનો પણ રહે છે, પરંતુ આજે નક્કીથી રાત્રિમાં આવશે તેથી તમારે ભોંયતળીયે રત્નની વખારમાં રહીને જીવ રક્ષા કરવી. તમને યાદ કરીએ ત્યારે તમારે યથાયોગ્ય આચરણ કરવું. તમારે મને જલદીથી બોલાવવો એમ બોલતો સુમિત્ર ફરીથી તેઓને ઊંટડી બનાવીને છુપાઇ ગયો. રાક્ષસ પણ સાંજના સમયે આવ્યો તેઓને સ્વાભાવિક રૂપવાળી કરીને છી છી! આજે મનુષ્યની ગંધ કેમ આવે છે એમ રાક્ષસ બોલે છે ત્યારે ખરેખર અમે જ મનુષ્ય સ્ત્રીઓ છીએ તેથી તમને ગંધ આવે છે એમ બોલતી તેઓવડે વિશ્વાસ પમાડાયો. પછી રાત્રિ વસીને જતો દેવ વિનંતિ કરાયો કે અમે એકલીઓને ભય લાગે છે તેથી તમારે જલદીથી આવવું એમ કહેવાયેલો પોતાના અભિપ્રેત સ્થાનમાં ગયો. સુમિત્રે પણ અંજનના દાબડા લીધા અને મનુષ્ય સ્ત્રીઓ બનાવીને નીચે ઉતારી. ફરી પણ ઊંટળીઓ બનાવીને રત્નનો ભાર ભરીને પછી લઇને મહાસાલ નગર તરફ ચાલ્યો. કેટલાક દિવસો પછી એક ભૂતતંત્રમાં નિપુણ વિદ્યાસિદ્ધને મળ્યો અને તેને પોતાનો સદ્ભાવ કહ્યો અને વિદ્યાસિદ્ધે પણ તેને ધીરજ આપી અને તેટલામાં ભયંકર રૂપને કરીને ઘોર અટ્ટહાસથી ત્રાસ પમાડાયેલા ગગનચારીઓ(પક્ષીઓ)ના પોકારથી ચમત્કાર કરાયું છે ત્રૈલોક્ય જેનાવડે એવો દુષ્ટ તે રાક્ષસ નજીકમાં આવ્યો. પછી મંત્રના અંચિત્ય માહત્મ્યથી અરે! અરે! પાપિષ્ટ! હે અનાર્ય! તું આજે મર્યો સમજ એમ બોલતા મંત્રસિદ્ધ પુરુષવડે થંભાવીને તે રાક્ષસ થાંભલાની જેમ નિશ્ચલ કરાયો. મંત્રસિદ્ધના માહત્મ્યને જાણીને રાક્ષસ કહેવા લાગ્યો કે રાક્ષસોનો પણ ભક્ષક હોય છે' એવો જનપ્રવાદ આજે તારાવડે, સિદ્ધ કરાયો. તેથી તું મને હમણાં છોડ' તું જેને કહેશે તે હું કરીશ. મંત્રસિદ્ધે રાક્ષસને કહ્યું: જો એમ છે તો આના ઉપરના વૈરભાવને છોડ. તે કહે છે—ભલે તેમ થાઓ. પરંતુ મારી પ્રિયતમાઓને પાછી અપાવ. મંત્રસિદ્ધે કહ્યું: ખરેખર શ્રેષ્ઠ વહુઓની પ્રાર્થનાથી તપનો ભ્રંશ કર્યો અને દારુણ મરણને પામ્યો છતાં પણ આઓને વિષે રાગને કેમ છોડતો નથી? પરંતુ આવા પ્રકારની દુર્ગતિમાં ગયો હોવા છતાં તું અનાચારથી સંતોષ પામતો નથી જેથી દેવભવને અનુચિત, નરકરૂપી અગ્નિના સંતાપનું કારણ એવા કુત્સિત મનુષ્યના સંગમાં અભિરમણ કરે છે. સર્વથા
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy