SearchBrowseAboutContactDonate
Page Preview
Page 508
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૨ ૫૦૧ કુમુદિની દેવીની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થયો. રત્નરાશિ સ્વપ્નથી સૂચિત તેનો જન્મ થયો હોવાથી તેનું નામ રત્નશિખ પાડવામાં આવ્યું. સુખપૂર્વક સારી રીતે કરાયો છે કલાનો અભ્યાસ જેનાવડે એવો તે યૌવનારંભને પામ્યો. માતા-પિતાએ કુમારની કળા કૌશલ્યના અતિશયને સાંભળીને હર્ષ પામેલી, સુકૃતથી આકર્ષિત થયેલી લક્ષ્મીની જેમ કૌશલદેશની કોલરાજાની સ્વયંવરમાં આવેલી પુત્રીની સાથે પરણાવ્યો. હવે એકવાર દેવીએ બતાવેલા મસ્તકના વાળથી ઉત્પન્ન થયો છે વૈરાગ્ય જેને એવા પદ્માનન રાજાએ તેને રાજ્ય સોંપીને પ્રિયાની સાથે વનવાસ સ્વીકાર્યો, અર્થાત્ તાપસ થયો. કોલાધિપ પુત્રીની સાથે પ્રીતિ ધરાવતો, અખંડ મંડલથી અલંકૃત કરાયેલો, અનુત્તર મંત્રી અને સામંત વૃંદોથી વીંટળાયેલો એવો રત્નશિખ મહારાજા થયો અને તેને આખ્યાન (કથાનકો) આદિમાં અતિકૌતુક (જિજ્ઞાસા) હતું આથી તે કથભટ્ટોને વૃત્તિ (કથા કરવાનું મહેનતાણું) આપે છે. અપૂર્વ અપૂર્વ કથાઓ સાંભળે છે. ઘણી કૌતુક ભરેલી મહાસત્ત્વ ચરિત્રોવાળી કથાઓથી હર્ષ પામે છે અને તેઓને તુષ્ટિદાન આપે છે. હવે કોઇક વખત કથકભટ્ટ વિરાંગદ અને સુમિત્ર એ બે મિત્રોનું કથાનક કહે છે– વિરાંગદ અને સુમિત્રનું કથાનક સમુદ્ર જેમ મદાલક્ષી (લક્ષ્મી)નું નિવાસ સ્થાન છે તેમ મહોદયના સમૂહનું નિવાસ સ્થાન વિજયપુર નગર છે. સૂર્ય જેમ ઘણાં અંધકાર રૂપી શત્રુઓને નાશ કરવામાં પ્રસિદ્ધિ પામેલો છે તેમ વિજયપુરનો સુરાંગદ રાજા શત્રુઓનો નાશ કરવામાં પ્રસિદ્ધિ પામેલ છે. તેને પૂર્વે ઉપાર્જિત કરાયેલ પુણ્યોદયથી રૂપાદિ ગુણથી યુક્ત વીરાંગદ નામનો કુમાર પ્રાપ્ત થયો છે. અને તે યાચક સમૂહ માટે ચિંતામણિ હતો, શરણાગત આવેલાને વજૂના પાંજરા સમાન હતો, દીન-દુઃખીઓ માટે માતા-પિતા સમાન હતો. દુનર્યરૂપી ધાન્યોને ઉગવા માટે ઉખરભૂમિ સમાન હતો. મહામંત્રીનો સુમિત્ર નામે પુત્ર તેનો મિત્ર હતો. સદ્ભાવ અને સ્નેહથી ભરેલા મિત્રની સાથે સતત આનંદ માણતા કુમારને ક્યારેક આવો વાર્તાલાપ થયો કે દેશાંતરમાં જઇ આપણા પુણ્યની પરીક્ષા કરીએ. પરંતુ માતા-પિતા આપણને પરદેશ જવાની રજા કેવી રીતે આપશે? ઉપાયને શોધવામાં તત્પર થયેલા તેઓ ક્યારેક ઉદ્યાનમાં ક્રીડા કરતા હતા ત્યારે શરણ-શરણ એમ બોલતો વધ કરવાનો વેશ જેને પહેરાવવામાં આવ્યો હતો તેવો કોઇક ચોર પુરુષ વીરાંગદ કુમારના ચરણમાં પડ્યો અને તેને શોધતા દંડપાશિકો પાછળ આવી પહોંચ્યા અને કહેવા લાગ્યા હે કુમાર! આ પાપી ચોર સુદત્ત શ્રેષ્ઠીના ઘરમાંથી ખાતર પાડીને નીકળતો અમારા વડે પકડાયો છે અને દેવના શાસનથી શૂળી ઉપર લટકાવવા માટે અમારા વડે વધભૂમિ ઉપર લઇ જવાતો ભાગીને અહીં આવ્યો છે, તેથી કુમા૨ તેમ કરવાની રજા આપે જેથી અમે દેવના શાસનનું પાલન
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy