SearchBrowseAboutContactDonate
Page Preview
Page 453
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૬ ઉપદેશપદ : ભાગ-૨ સંસારની ઋદ્ધિ અનુભવવા સ્વરૂપ અને સંસારની ગરીબાઈ અનુભવવા રૂપ સંસારનું દર્શન કરાવવું યોગ્ય છે એમ મંત્રીએ રાજાને નિવેદન કર્યું. આનાથી મારા પુત્રને તત્ત્વજ્ઞાન ગુણ પ્રાપ્ત થશે એમ વિચારીને રાજાએ મંત્રીને તેને વ્યવસ્થિતિના દર્શન કરાવવામાં નિયુક્ત કર્યો. પછી મંત્રીએ શું કર્યું? તેને કહે છે મંત્રીએ તેને સ્નાનાદિ કરાવીને અલંકૃત કર્યો અને વાહનમાં સુખાસન પર આરૂઢ થયો અને વિશિષ્ટ પરિવારની ઋદ્ધિથી મહેલમાંથી બહાર નીકળ્યો. કેવો થઈ કુમાર બહાર નીકળ્યો? વિભાગને જાણનારો એટલે કે હેય અને ઉપાદેયના વિભાગને જાણવામાં કુશલ થઈને નીકળ્યો. બહાર નીકળ્યા પછી કયાંક ભોગ ભોગવનાર પુરુષને જોયો તથા નવા જન્મેલા પુત્રનો ઉત્સવ જોયો. તથા મરેલાની આસપાસ રડતાને જોયા અને દરિદ્રને જોયો અને ભિક્ષાચરો વગેરે જોયા ત્યારે પાસે રહેલા પુરુષોએ કુમારને પૂછ્યું: ભોગની પ્રાપ્તિનું રહસ્ય શું છે? અર્થાત્ કયા કારણથી ભોગો પ્રાપ્ત થાય છે અને કયા કારણથી દરિદ્રતા પ્રાપ્ત થાય છે? તે કહે છે કે મૂળ દ્રવ્યને વ્યાજ વગેરેમાં રોકી અથવા વ્યાપારમાં રોકી અને ધન ધાન્ય ઉપાર્જન કરે છે તે શાસ્ત્રની પરિભાષામાં સ્ત્રી-આદિનો ભોગી કહેવાય છે. પરંતુ જે મૂળ દ્રવ્યનો વ્યય કરીને ભોગ ભોગવે છે તે પરમાર્થથી ભોગી કહેવાતો નથી. પણ ભોગ્ય કહેવાય છે. કેમકે તેનો ભોગ અનુબંધ વિનાનો હોવાથી તેની મૂળ મૂડી ખતમ થાય છે અને નવી મૂડી ઉપાર્જન થતી નથી, લોકમાં આવી નીતિ પ્રસિદ્ધ છે. આત્માની દૃષ્ટિએ વિચારણા કરવામાં આવે તો ધર્મની આરાધનાથી જ આત્મા ભોગી બને છે કે હવે પછી કહેવાશે. પુત્રાદિનો જન્મ થયે છતે, વર્ધાનિક સ્વરૂપ ઉત્સવથી જે આનંદ મેળવાય છે તો તે આનંદ ખણજ અને દાદરને ખણવા તુલ્ય છે. જેમકે કોઇ રોગી ખણજને ખણતા શરૂઆતમાં સુખનો અનુભવ કરે છે પરંતુ પરિણામે મહા-અનુતાપને અનુભવે છે. તેને બતાવે છે– આ પ્રમાણે પુત્રાદિના જન્મ વખતે ઉત્સવ કરતા પ્રથમ જે આનંદ અનુભવાય છે તે પુત્રના મરણ વખતે સંતાપનો હેતુ થાય છે. અને જે રડવાની ક્રિયાથી વ્યક્ત કરાતું દુઃખ છે તે અપેક્ષાથી છે. ભાઈ ન હોવા છતાં પોતાનો સ્વજન માને ત્યારે તે મરતા ઘણું દુઃખ ઉત્પન્ન કરે છે. અને ભાઈને પણ પર માન્યો હોય ત્યારે કોઈ અપરાધથી મરતો ભાઈ પણ દુઃખ ઉત્પન્ન કરતો નથી. તથા દરિદ્રના વિષયમાં કંઈક કહેવાય છે–તમારી દૃષ્ટિએ અહીં કોણ દરિદ્ર છે? હવે જે પરલોકમાં દરિદ્ર હોય તે જ દરિદ્ર કહેવાય છે કારણ કે આ લોકના દરિદ્ર અને પરલોકના દરિદ્રમાં અત્યંત અસમાનતા છે, અર્થાત્ આ લોકમાં દરિદ્ર હોય તે પરલોકમાં દરિદ્ર હોય તેવું નથી. આ લોકમાં ધનવાન હોય તે પરલોકમાં ધનવાન રહે તેવું પણ
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy