SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૨ ૪૨૧ लब्धागमरहस्याः, अत एव मोक्षमार्गकरतयो दृढतरमत्यर्थं ज्ञेया अतिस्तोका इति ॥९११॥ આ જ વિષયને વિચારે છે– ગાથાર્થ-જેવી રીતે લોકમાં રનના અર્થી અને રત્નને વેચનારા અતિશય અલ્પ હોય છે, તેમ શુદ્ધ ધર્મરૂપ રત્નના અર્થી અને તેના દાતા અતિશય અલ્પ જાણવા. ટીકાર્ય–જેવી રીતે ઘી-તેલ અને ધન-ધાન્યાદિનો વેપાર કરનાર લોકમાં (ઘી-તેલ આદિના અર્થી ઘણા હોય છે, અને તેને વેચનારા પણ ઘણા હોય છે. પણ) માણેક અને પોખરાજ વગેરે રત્નના અર્થી જીવો પાંચ-છ વગેરે અતિઅલ્પ હોય છે અને રત્નને વેચનારા જીવો પણ અતિશય અલ્પ હોય છે. તેમ મોક્ષનું અવંધ્ય કારણ એવા સમ્યગ્દર્શનાદિ શુદ્ધ ધર્મ રૂપ રત્નના અર્થી ભવ્યજીવો અતિશય અલ્પ હોય છે, અને તેવા ધર્મરૂપ રત્નને આપનારા ગુરુઓ પણ અતિશય અલ્પ હોય છે. સમ્યગ્દર્શનાદિ શુદ્ધધર્મના દાતા ગુરુઓ સ્વભાવથી જ ભવથી ઉદ્ધગ્નિ, શાસ્ત્રરહસ્યના જ્ઞાતા અને એથી જ કેવળ મોક્ષમાર્ગમાં જ દૃઢ પ્રીતિવાળા હોય છે. (૯૧૧) अत्र हेतुमाहबहुगुणविहवेण जओ, एए लब्भंति ता कहमिमेसु । एयदरिदाणं तह, सुविणेवि पयट्टई चिंता ॥९१२॥ बहुभिर्गुणैरक्षुद्रताभिः, बहुना च विभवेन धनेन धान्यादिसम्पत्तिरूपेण यत एतानि रत्नानि शुद्धधर्मश्च लभ्यन्ते, बहुभिर्गुणैर्धर्मो लभ्यते, विभवेन तु बहुना रत्नानीत्यर्थः । ततः कथमेतेषु रत्नेषु धर्मे 'चैतदरिद्राणां' बहुगुणविभवशून्यानां तथा गुणरत्नस्पृहाप्रकारेण 'स्वप्नेऽपि' निद्रायमाणावस्थायामपि प्रवर्त्तते चिन्ता, सर्वचिन्तानां प्रायः स्वप्राप्त्यनुसारेण लोके प्रवृत्तिदर्शनात् ॥९१२॥ અહીં હેતુને કહે છે ગાથાર્થ–કારણ કે ધર્મ અને રત્નો અનુક્રમે ઘણા ગુણોથી અને વૈભવથી મળી શકે છે. તેથી ઘણા ગુણોથી અને વૈભવથી રહિત જીવોને સ્વપ્નમાં પણ ધર્મની અને રત્નોની સ્પૃહા અને (મેળવવાની) ચિંતા કેવી રીતે થાય? ટીકાર્ય–શુદ્ધધર્મને અને રત્નોને લેનારા અને આપનારા અતિશય અલ્પ હોય છે એનું કારણ એ છે કે શુદ્ધધર્મ અક્ષુદ્રતા વગેરે ઘણા ગુણોથી અને રત્નો ધાન્યાદિ ઘણી સંપત્તિથી મેળવી શકાય છે. તેથી બહુગુણોથી અને ઘણા વૈભવથી રહિત જીવોને સ્વપ્નમાં પણ ધર્મની અને રત્નોની ઈચ્છા અને (મેળવવાની) ચિંતા કેવી રીતે થાય? કારણ કે
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy