SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૨ ૪૧૪ તેનું ધ્યાન કરીએ છીએ. આ સાંભળીને રાણીને આ જૈનો ધ્યાનમાર્ગથી બહાર રહેલા છે (=એમને ધ્યાનનું જ્ઞાન નથી) આવા વિચારથી દયા આવી. (૮૯૧) રાણીને ખિન્ન પરિણામવાળી જાણીને તે સાધુએ પોતે રાણીને જે કહ્યું હતું તે ગીતાર્થ કોઇક આચાર્યને જણાવ્યું. તે આચાર્યે અવસર પામીને રાણીને જૈનશાસનમાં જે ધ્યાન છે તે જણાવ્યું. તે આ પ્રમાણે—અમારા મતમાં આ એક ધ્યાનમાર્ગ છે– અરિહંતનું ધ્યાન સંપૂર્ણ ચંદ્રસમાન વદનવાળા, પરિવાર સહિત સિંહાસને બિરાજમાન, કેવલજ્ઞાનથી ઉજ્વલ અને શ્વેત વર્ણવાળા અરિહંત ભગવાનનું ધ્યાન કરવું. પછી તેણે આ ધ્યાનનો સ્વીકાર કર્યો. ધ્યાનમાં વિક્ષેપ થતાં તેને કૌતુક થયું. તેથી તેણે આચાર્યને પૂછ્યું: ધાર્મિક વગેરે લોક સમવસરણમાં કેટલા દૂર સુધી પ્રવેશ કરી શકે? આચાર્યે કહ્યું: દેવ સુધી. અહીં અભિપ્રાય આ છે—જ્યારે ભગવાન દેશના આપવા માટે ઉપસ્થિત થાય છે ત્યારે ક્યારેક એક જ મહર્ધિક વૈમાનિક દેવ ત્રણ કિલ્લાવાળું, અશોકવૃક્ષ વગેરે આઠ પ્રાતિહાર્યોથી યુક્ત, યોજન પ્રમાણ વિસ્તારવાળું સમવસરણ બનાવે છે. ચારેક ભવનપતિ વગેરે સર્વ પ્રકારના દેવો સમવસરણ બનાવે છે. તે સમવસરણમાં પાલખી વગેરે યાન અને રથ વગેરે વાહન ત્રીજા કિલ્લામાં પ્રવેશે છે=રહે છે. જે તિર્યંચો કેવળ ભક્તિથી આકર્ષાઇને આવે છે તે હાથી અને અશ્વ વગેરે તિર્યંચવિશેષો બીજા કિલ્લામાં પ્રવેશ કરે છે=૨હે છે. બાકીના ધાર્મિક દેવો, દાનવો અને માનવો જ્યાં અરિહંત છે ત્યાં સુધી (ત્રીજા કિલ્લામાં) પ્રવેશ કરે છે. (૮૯૨) જ્યારે રાણી નિશ્ચલ ચિત્તવાળી થઇ ત્યારે ગુરુએ તેને કહ્યું: મેં જે આ ધ્યાનની પ્રક્રિયા જણાવી છે તે અન્યદર્શનીઓમાં નથી. રાણીએ ગુરુના આ કથનનો સ્વીકાર કર્યો. ગુરુએ તેને કહ્યુંઃ ધ્યાનના અર્થી બીજા પણ જીવે તેવા પ્રકારના ભગવાનને હૃદયમાં ધારણ કરીને દેવ-દાનવ વગેરેની જેમ દેવ સુધી (ત્રીજા કિલ્લામાં) પ્રવેશ કરવો. ત્યાર બાદ સાડા ત્રણ કલાઓથી યુક્ત ભગવાનનું ધ્યાન કરવું. અહીં જ્ઞાનાવરણીય વગેરે આઠ કર્મરૂપ આઠ કલા છે. તેમાંથી ભગવાનની ઘાતી કર્મરૂપ ચાર કલા અને કેટલીક આયુષ્યકર્મકલા કેવલજ્ઞાનના ઉદય વખતે ક્ષીણ થઇ ગઇ છે. આથી સાડા ત્રણ કલા બાકી રહે છે. આથી કેવળીના વિહાર કાળ સુધી (=નિર્વાણ ન પામે ત્યાં સુધી) સાડા ત્રણ કળાઓથી યુક્ત ભગવાનનું ધ્યાન કરવું જોઇએ. આ જ શાસ્ત્રકારે (=શ્રી હરિભદ્રસૂરિ મહારાજે) બ્રહ્મ પ્રકરણમાં કહ્યું છે કે “જે રાગાદિથી રહિત છે અને ધર્મ વગેરે બધું સાક્ષાત્ એકી સાથે
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy