________________
૪૦૦
ઉપદેશપદ : ભાગ-૨ - આદિધાર્મિકને આશ્રયીને દાન વિષે આગમ આ પ્રમાણે છે
“અપાતું એવું દાન આપનાર અને લેનાર એ બેના ધર્મનો હળ અને સાંબેલું આદિ (અધિકરણ)ની જેમ સ્વરૂપથી બાધક ન હોય તેવું હોવું જોઈએ, અને પોષણ કરવા યોગ્ય માતા-પિતા વગેરે લોકોની આજીવિકાનો ઉચ્છેદ ન થાય તે રીતે, પાત્રને અને દીનાદિસમૂહને વિધિયુક્ત દાન કરવું જોઇએ. આવું દાન બુદ્ધિમાન પુરુષોને ઈષ્ટ છે.” (યો. બિ. ગા.૧૨૧)
વ્રતમાં રહેલા (=હિંસા, અસત્ય વગેરે પાપસ્થાનની વિરતિવાળા) હોય, વ્રતસૂચક તેવા વેશને ધારણ કરનાર હોય, અને હંમેશાં જ સ્વશાસ્ત્રમાં કહેલી ક્રિયાનું ( નિયમોનું) ઉલ્લંઘન કરનારા ન હોય તે સામાન્યથી પાત્ર છે, તથા જે ઉક્તગુણોવાળા હોય અને વધારામાં (અનાજ વગેરેને) સ્વયં ન પકાવે, બીજાઓ પાસે ન પકાવડાવે અને પકાવનારા બીજાઓથી અનુમોદના ન કરે તે વિશેષથી પાત્ર છે.” (યો. બિં. ગા.૧૨૨)
આગમ આ પ્રમાણે નિશ્ચિત થયે છતે આગમનું ઉલ્લંઘન કરીને દાન કરવાની દેશના આપવામાં અને દાનનો નિષેધ કરવામાં જીવવધાદિ દોષો છે. (આગમાનુસાર દાનની દેશનામાં અને દાનના નિષેધમાં જીવવધાદિ દોષો નથી.) મહાવાક્ષાર્થથી, જ આ અર્થ જાણી શકાય છે. (૮૭૯).
महावाक्यार्थमेव निगमयन्नैदम्पर्यमाहइय एयस्साबाहा, दोसाभावेण होइ गुणहेऊ । एसा य मोक्खकारणमइदंपज्जं तु एयस्स ॥८८०॥
इत्येवमागमबाधायां दोषे सति एतस्यागमस्याबाधाऽनुल्लङ्घनमुत्सर्गासेवनेनापवादासेवनेन वा दोषाभावेनाशातनापरिहाररूपेण भवति गुणहेतुः । एषा चेयमेवागमाबाधा मोक्षकारणं निर्वृतिहेतुरित्यैदम्पर्यं त्वेतस्य दानसूत्रस्येति ॥८८०॥
મહાવાક્ષાર્થનો જ ઉપસંહાર કરતા ગ્રંથકાર ઔદંપર્યને કહે છે
ગાથાર્થ–ટીકાર્ય–આગમના ઉલ્લંઘનમાં દોષ થતો હોવાથી ઉત્સર્ગના આસેવનથી કે અપવાદના આસેવનથી આગમનું ઉલ્લંઘન ન કરવું જોઈએ. આગમનું ઉલ્લંઘન ન કરવામાં દોષનો અભાવ (=આશાતનાનો ત્યાગ) થતો હોવાથી આગમનું ઉલ્લંઘન ન કરવું એ ગુણનું કારણ છે. “આગમનું ઉલ્લંઘન ન કરવું એ જ મોક્ષનું કારણ છે” એ પ્રમાણે દાનસૂત્રનો ઐદંપર્ય છે. (૮૮૦)