SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૨ ૩૩ પાણીને તમે ન લો. કારણ કે આ પાણી વિષના દોષથી દૂષિત થયેલું છે. કોણે આ અયોગ્ય કર્યું? એવા વિચારથી સાધુઓ વ્યાકુલ થયા ત્યારે દેવે કહ્યું કે રુદ્રક્ષુલ્લકે આ કર્યું છે. તેથી તેને ગચ્છમાંથી બહાર કાઢી મૂક્યો. કારણ કે તે મહાન અપરાધવાળો છે. આ વિષે કહ્યું છે કે–“તાંબૂલ પાનનાં દૃષ્યતથી બીજાઓનો પણ વિનાશ ન કરે એ માટે તથા બીજો સાધુ પણ તેવો અપરાધ ન કરે એ માટે મોટા અપરાધીને ગચ્છમાંથી બહાર કાઢે છે.” (૩૯૫) ગચ્છમાંથી બહાર કાઢી મૂકાયેલા તેણે દીક્ષા છોડી દીધી. પછી જલોદર વગેરે રોગો થયા. પછી તેનું મૃત્યુ થયું. દાહ, ભારવહન બંધન અને કાપવું વગેરે પ્રકારોથી ઘણા દુઃખવાળા કુત્સિત તિર્યંચોના ભવો કરીને રત્નપ્રભા વગેરે સાત નરકોમાં તે ઉત્પન્ન થયો. ક્યા જીવો નરકમાં ક્યાં સુધી ઉત્પન્ન થાય એ વિષે “મરૂની વસ્તુ પN" ઇત્યાદિ ગ્રંથમાં કહેલ છે. (૩૯૬) પૃથ્વીકાય વગેરે એકેન્દ્રિયોમાં પ્રાયઃ ઘણીવાર અસંખ્ય ઉત્સર્પિણી-અવસર્પિણી રૂપ કાયસ્થિતિ તેની થઈ. (૩૯૭) બર્બર ભિલ, ચંડાલ, ચમાર, રજક, દાસ અને નોકરના ભવોમાં ઉત્પન્ન થયો. ત્યાં તે બધાનો નોકર થયો. પછી ચૂર્ણપુર નગરમાં શ્રેષ્ઠિપુત્ર રૂપે ઉત્પન્ન થયો. સાધુઓ પ્રત્યે દ્વેષ કરવાના કારણે ઉપાર્જિત કરેલા લાભાંતરાય અને દૌર્ભાગ્ય વગેરે કર્મોના અનુબંધનો વૃક્ષપત્રોને પહેરનારા પ્લેચ્છો આદિના ભવોમાં વિચ્છેદ થયો. (૩૯૮) તે ભવમાં તેને કોઈક તીર્થકરનો યોગ થયો. તેણે તીર્થકરને પોતાના પૂર્વજન્મોનો વૃત્તાન્ત પૂક્યો. ભગવાને તેને તેના પૂર્વભવોનો વૃત્તાંત કહ્યો. (આ સાંભળીને) તેનામાં ફરી સમ્યગ્દર્શન પ્રગટ થયું. સંસાર પ્રત્યે વૈરાગ્ય થયો. તેણે તીર્થંકરને પૂછ્યું: સાધુઓ પ્રત્યે પ્રસ્વેષ રૂપ અપરાધનું પ્રાયશ્ચિત્ત શું કરવું? ભગવાને કહ્યુંઃ સાધુઓનું બહુમાન કરવું=સાધુઓને પોતાનાથી મહાન માનવા એ પ્રાયશ્ચિત્ત છે. પછી તેણે “દરરોજ વિનયપૂર્વક પાંચસો સાધુઓને વંદન કરવું એવો અભિગ્રહ લીધો. (૩૯૯) ૧. બગડી ગયેલા એકપાનને કાઢી નાખવામાં ન આવે તો બગડેલું એ પાન બીજા ઘણાં પાનને બગાડી નાખે. ૨. અસંજ્ઞી પંચેંદ્રિય પહેલી નરક સુધી જ જાય. ઘો વગેરે ભુજ પરિસર્પ બીજી, પક્ષીઓ ત્રીજી, સિંહ વગેરે ચતુષ્પદ ચોથી, સર્પ વગેરે ઉરપરિસર્પ પાંચમી, સ્ત્રીઓ છઠ્ઠી, મત્સ્ય અને મનુષ્યો સાતમી નરક સુધી જાય છે. (પ્રવ. સારો. ગા-૧૦૯૩) ૩. બર્બર એટલે બર્જરદેશમાં રહેનારા પ્લેચ્છો. ભિલો પણ પર્વતના આશ્રયે રહેનારા અને વૃક્ષપત્રોને શરીર ઉપર પહેરનારા પ્લેચ્છો જ છે. રજક એટલે રંગારો કે ધોબી. ૪. પ્રાયશ્ચિત્ત શબ્દનો અર્થ ૩૭૯મી ગાથાની ટીકામાં કહ્યો છે.
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy