SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૦ ઉપદેશપદ : ભાગ-૨ સાથે વચનથી બોલવું વગેરે કંઈપણ કરવું જોઇએ. પણ માત્ર કાયિક-વાચિક પ્રવૃત્તિથી કરવું જોઇએ, બહુમાન રૂપ ભાવથી ન કરવું જોઇએ. અગીતાર્થ આદિને વંદન કરવાના વિષયમાં અપવાદ કલ્પ અધ્યયનમાં આ પ્રમાણે જોવામાં આવે છે–“તેનો પરિવાર, પર્ષદા, પુરુષ, ક્ષેત્ર, કાલ, અને આગમને જાણીને તથા કુલ-ગણ વગેરેનું તે તે પ્રયોજન ઉત્પન્ન થતાં તે સંયમમાં સહાયક થશે એમ જાણીને જેને વાચિક કે કાયિક જે જે વંદન કરવા યોગ્ય હોય તેને તે તે વંદન કરવું.” (૧) હવે તે પરિવાર વગેરેનું વિશેષ વર્ણન કરે છે– (૧) પરિવાર–પાસત્યાદિનો પરિવાર સુવિહિત હોય=વિહિત ક્રિયાનો પાલક હોય, અથવા (વ્યાખ્યાન) સભામાં વૈરાગ્યજનક ઉપદેશ આપે જેથી ઘણા લોકો સંસારથી વિરક્ત બને તેવો હોય, એમ વિશિષ્ટ પરિવારવાળા હોય. અન્યત્ર પરિવારને બદલે પર્યાય શબ્દ કહ્યો છે. પર્યાય શબ્દનો જેણે ઘણા કાળ સુધી બ્રહ્મચર્યનો (સંયમનો) પર્યાય પાળ્યો હોય એવો અર્થ છે. (૨) પર્ષદા–તેની પર્ષદા વિનીત હોય, અહીં પર્ષદા એટલે તેની નિશ્રામાં વર્તતો સાધુસમૂહ સમજવો. (૩) પુરુષ–કોઈ પાર્થસ્થાદિ સ્વભાવે માની કે રૌદ્ર પરિણામી હોય, તેથી ક્રૂર કાર્ય પણ કરનાર હોય, અર્થાત્ વદંનાદિ નહિ કરનારને વધ-બંધનાદિ કરાવે તેવો હોય. એમ પુરુષથી અધમ પ્રકૃતિવાળો સમજવો. (૨) અથવા તે ઘણા લોકોને સંમત (માન્ય) હોય, અથવા ધર્મકથાદિની લબ્ધિવાળો હોય, તેથી ત્યાંના રાજાનો માનીતો હોય, અથવા શ્રી શૈલકસૂરિ વગેરેની જેમ તે પૂર્વાવસ્થામાં રાજા વગેરે હોય, અને તેણે દીક્ષા લીધી હોય તેવો પ્રભાવક પુરુષ સમજવો. (૪) ક્ષેત્રજંગલ હોય, શત્રુ આદિના ઉપદ્રવવાળું હોય, તો ત્યાં રહેલા સાધુઓને તે મદદ (સહાય) કરે, અથવા ક્ષેત્ર સાધુઓથી અભાવિત અને પાર્થસ્થાદિથી ભાવિત (પરિચિત) હોવાથી સંવેગી સાધુઓ પ્રત્યે અશ્રદ્ધાળુ હોય, આવા ક્ષેત્રમાં ત્યાં રહેલા પાસત્યાદિની ઇચ્છાને અનુસરવું જોઈએ. (૫) કાળ-દુષ્કાળાદિ હોય ત્યારે તે સાધુઓને સહાય કરે. આ પ્રમાણે પરિવાર વગેરે કારણો જાણીને યથાયોગ્ય જેને જે ઘટિત હોય તેને તે રીતે વંદન કરવું. (૩) ઉપરની ગાથામાં આગમ શબ્દથી દર્શન-જ્ઞાન વગેરે ભાવોનું સૂચન કર્યું છે. તેથી હવે તેનો વિધિ કહે છે– | દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ અને વિનય પૈકી પાસત્યાદિમાં જે જે ગુણો થોડા કે અધિક જેટલા જણાય, તેની વંદનાદિ પૂજા-ભક્તિ તેના તે તે જિનોક્તગુણોને મનમાં ધારીને તેટલા પ્રમાણમાં કરવી. તેમાં દર્શન એટલે નિઃશંકતા વગેરે ગુણોથી યુક્ત તેનું સમ્યકત્વ. જ્ઞાન એટલે આચારાંગસૂત્ર આદિ આગમનો બોધ. ચારિત્ર એટલે મૂળગુણ
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy