SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૭ ઉપદેશપદ : ભાગ-૨ ननु प्रमत्तपाखण्डिजनाकुलत्वात् प्रायो विहारक्षेत्राणामशक्यमालापादिवर्जनमित्याशक्याह अग्गीयादाइण्णे, खेत्ते अणत्थ ठिइअभावम्मि । भावाणुवघायणुवत्तणाए तेसिं तु वसियव्वं ॥८४०॥ 'अगीताद्याकीर्णे' अगीतार्थैरादिशब्दाद गीतार्थैरपि मन्दधमैः पार्श्वस्थादिभिस्तीर्थान्तरीयैश्च भागवतादिभिराकीर्णे समन्ताद् व्याप्ते क्षेत्रे, अन्यत्रागीतार्थाद्यनाकीर्णक्षेत्रे दुर्भिक्षराजदौस्थ्याधुपप्लववशेन स्थित्यभावे सति 'भावानुपघातेन' सम्यक्प्रज्ञापनारूपस्य शुद्धसमाचारपरिपालनरूपस्य च भावस्यानुपघातेन याऽनुवर्तना 'वायाए णमोकारो' इत्यादिरूपानुवृत्तिस्तया 'तेषां तु' तेषामेव वसितव्यं तत्र क्षेत्रे। एवं हि तेऽनुवर्तिताः स्वात्मनि बहुमानवन्तः कृता भवन्ति, राजव्यसनदुर्भिक्षादिषु साहाय्यकारिणश्चेति ॥८४०॥ વિહારના ક્ષેત્રો પ્રાયઃ પ્રમાદી પાખંડિલોકથી ભરચક હોવાથી આલાપ આદિનો ત્યાગ અશક્ય છે એવી આશંકા કરીને કહે છે ગાથાર્થ–અગીતાર્થ આદિથી ભરચક ન હોય તેવા ક્ષેત્રમાં દુકાળ કે રાજાની દુર્દશા વગેરે ઉપદ્રવના કારણે રહી શકાય તેમ ન હોય ત્યારે અગીતાર્થ આદિથી ભરચક ક્ષેત્રમાં રહેવું પડે તો ભાવનો ઉપઘાત ન થાય તે રીતે તેમની જ અનુવર્તનાથી તે ક્ષેત્રમાં રહેવું. ટીકાર્થ–“અગીતાર્થ આદિથી'—એ સ્થળે આદિ શબ્દથી ગીતાર્થ હોય પણ આચાર ધર્મમાં શિથિલ હોય તેવા પાર્શ્વસ્થ વગેરે અને ભાગવત વગેરે અન્યતીર્થિકો સમજવા. ભાવનો ઉપઘાત ન થાય તે રીતે–સમ્યક્ પ્રરૂપણા રૂપ અને શુદ્ધ આચાર પાલન રૂપ ભાવનો ઉપઘાત ન થાય તે રીતે, અર્થાત્ પ્રરૂપણામાં અને શુદ્ધ આચારમાં ખામી ન આવે તે રીતે. અનુવર્તનાનું સ્વરૂપ આ પ્રમાણે છે–(૧) ગામ-નગરની બહાર આવવાના માર્ગ વગેરે સ્થળે પાર્થસ્થાદિને દેખે તો દૂરથી વાચિક નમસ્કાર કરે, અર્થાત્ “આપને વંદન કરીએ છીએ' એમ બોલે. (૨) જો તે પ્રભાવશાળી કે ઉગ્રસ્વભાવવાળો હોય તો વાચિક નમસ્કાર ઉપરાંત બે હાથે અંજલિ કરે. (૩) એથી પણ વિશેષ પ્રભાવશાળી કે અતિ ઉગ્ર કષાયી હોય તો વાચિક નમસ્કાર, અંજલિ અને ત્રીજો શીર્ષ પ્રણામ પણ કરે. આ પ્રમાણે ઉત્તરોત્તર વિશેષ વંદન કરવામાં કારણ તે તે પુરુષના કાર્યની વિશેષતા અને પૂર્વોક્ત (લૌકિક) ઉપચારને અનુસરવાપણું સમજવું. (૪) સન્મુખ ઊભા રહીને બાહ્ય ભક્તિનો દેખાવ ન કરતો “આપને કુશળ છે?” એમ શારીરિક કુશળતા પૂછે. (૫) કુશળતા
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy