SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૩ ઉપદેશપદ : ભાગ-૨ ઉત્તર–તેવા પ્રકારના અપવાદનું સેવન કરવું પડે તેવા સંયોગો ઉપસ્થિત થાય ત્યારે ગુરુ-લાઘવના વિચારમાં તત્પર એવા ગીતાર્થ સાધુએ ક્યારેક પારમાર્થિક પ્રવૃત્તિવાળા પણ બનવું જોઈએ, અર્થાત્ અપવાદનું સેવન કરનારા પણ બનવું જોઈએ, આવું સૂચન કરવા માટે “એકાંતે જે એમ કહ્યું છે. કહ્યું છે કે-“ઘણા વિસ્તારવાળા ઉત્સર્ગને અને ઘણા વિસ્તારવાળા અપવાદને જાણીને અન્ય પ્રકારને (=ઉત્સર્ગને કે અપવાદને) ઓળંગીને જે ઘણા લાભથી યુક્ત હોય તેને કર.” અહી આજ્ઞાધનને જ પ્રમાણ કરવા જોઇએ–લોકોત્તર આચારોની વિચારણામાં આજ્ઞા એ જ જેનું સમગ્ર ધન છે એવા પુરુષને પ્રમાણ કરવા જોઇએ. (૮૧૧) ननु च 'आगम सुय आणा धारणा य जीए य पंचमए' इति वचनप्रामाण्याद् आचरितमपि प्रमाणमुक्तं, तत् किमुच्यते 'आज्ञावित्तक इह प्रमाणम्' इति हदि व्यवस्थाप्याह आयरणावि हु आणाविरुद्धगा चेव होति नायं तु । इहरा तित्थगरासायणत्ति तल्लक्खणं चेयं ॥८१२॥ 'आचरणापि' तत्तदाचीर्णार्थरूपा हुर्यस्माद् ‘दोसा जेण णिरुब्भंति जेण खिजंति पुव्वकमाई' इत्यादिलक्षणाया आज्ञाया अविरुद्धिका चैवाविरोधवत्येव । तुशब्दोऽवधारणे भिन्नक्रमश्च । ततो भवत्येव ज्ञातमुदाहरणं कर्त्तव्येष्वर्थेषु प्रमाणमित्यर्थः। विपर्यये बाधकमाह-'इतरथा' आज्ञाविरोधेनाचरणे सति 'तीर्थकराशातना' भगवदहद्वचनविलोपलक्षणा सम्पद्यते। इतिः प्राग्वत्। तल्लक्षणमाचरणालक्षणं चेदम् ॥८१२॥ આગમ, શ્રત, આશા, ધારણા અને પાંચમો જીત એમ પાંચ પ્રકારનો વયવહાર છે.” એવું વચન પ્રામાણિક હોવાથી આચરિતને પણ પ્રમાણ કહ્યું છે, તો પછી અહીં આશાધનને જ પ્રમાણ કરવા જોઈએ” એમ કેમ કહો છો? આ પ્રમાણે હૃદયમાં સ્થાપીને ગ્રંથકાર કહે છે ગાથાર્થ-આચરણા પણ આજ્ઞાના અવિરોધવાળી જ કરવા યોગ્ય કાર્યમાં પ્રમાણ છે અને અવિરોધવાળી આચરણા પ્રમાણ થાય જ છે. અન્યથા તીર્થંકરની આશાતના થાય. આચરણાનું લક્ષણ આ (=નીચેની ગાથામાં કહેવાશે તે) છે. આચરણા–આચરણા આચરેલા તે તે કાર્ય રૂપ છે. પૂર્વે (ગા.૭૮૨) જેનાથી દોષોનો નિરોધ થાય અને પૂર્વકર્મોનો ક્ષય થાય તે મોક્ષનો ઉપાય છે, ઈત્યાદિ જે આજ્ઞા કરી છે તે આજ્ઞાની સાથે વિરોધવાળી ન હોય તેવી જ આચરણા પ્રમાણ છે. અન્યથા તીર્થંકરની આશાતના થાય. જો આજ્ઞાની સાથે વિરોધવાળું આચરણ થાય તો અરિહંત ભગવાનના વચનનો વિનાશ કરવા રૂપ તીર્થંકરની આશાતના થાય. (૮૧૨).
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy