SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૨ ૩૩૩ આ રીતે આક્ષેપ કરાયેલા આચાર્ય કહે છે— ગાથાર્થ—જેવી રીતે ધૂમથી અગ્નિ જાણી શકાય છે તેમ સદા મન-વચન-કાયાથી ઉપયુક્ત (=ઉપયોગવાળા) અને મહાપ્રજ્ઞ એવા ગીતાર્થ પણ સર્વજ્ઞશાસનથી સૂક્ષ્મચિહ્નો વડેયતનાના વિષય એવા દ્રવ્યાદિને જાણી શકે છે. ટીકાર્થ–મહાપ્રજ્ઞ–પ્રશસ્ત ઔત્પાતિકી આદિ બુદ્ધિ એ જ જેમનું ધન છે એવા મુનિ. ગીતાર્થ—ઉત્સર્ગ–અપવાદથી શુદ્ધ એવા સર્વજ્ઞ વચનના સારને યથાર્થ જાણનારા. સૂક્ષ્મચિહ્નો વડે–અપવાદને સેવનાર કોણ છે? સેવવા યોગ્ય દ્રવ્યાદિની અવસ્થા કેવી છે? ઇત્યાદિ વિશેષ લક્ષણો વડે. આવા લક્ષણોને સ્થૂલ બુદ્ધિવાળા જીવો ન જાણી શકે, સૂક્ષ્મબુદ્ધિવાળા જીવો જ જાણી શકે. માટે તે સૂક્ષ્મચિહ્નો છે. ગીતાર્થ પણ' એ સ્થળે રહેલા પણ શબ્દનો અર્થ આ પ્રમાણે છે—સર્વજ્ઞ તો જાણી જ શકે છે, કિંતુ ગીતાર્થ પણ જાણી શકે છે. જેવી રીતે રત્નનો વેપાર કરનાર મહાબુદ્ધિશાળી કોઇક જ રત્નની પરીક્ષા કેવી રીતે કરી શકાય એવું જણાવનારા શાસ્ત્રને અનુસરનારી બુદ્ધિથી રત્નમાં રહેલી વિશેષતાઓને (=તફાવતને) સારી રીતે જાણી લે છે, અને પછી તે જ પ્રમાણે તેનું મૂલ્ય નક્કી કરે છે તેવી રીતે, સર્વજ્ઞ વચનના અનુસારે વ્યવહાર કરતા ગીતાર્થ પણ વિષમ અવસ્થાને પામેલા હોય તો પણ સમ્યગ્દર્શનાદિની વૃદ્ધિ કરે તેવા સેવવા યોગ્ય દ્રવ્યાદિ વિશેષોને (દ્રવ્યાદિની વિશેષતાઓને) જાણી શકે છે. જેમકે કાલિકાચાર્ય. પોતાની બહેન સાધ્વીજીનું ગર્દભિલ રાજાએ અપહરણ કર્યું ત્યારે શ્રીકાલિકાચાર્યે આવા સંયોગમાં શું કરવા જેવું છે તે જાણી લીધું. સારી રીતે યોજેલી બુદ્ધિથી ન જાણી શકાય તેવું કંઇ જ નથી. તે પ્રમાણે કહેવાય છે કે—‘તૃણ-વેલડીઓથી આચ્છાદિત (=ઢંકાયેલી) ભૂમિમાં દૂર (=ખૂબ ઊંડાણમાં) પણ સ્થાપેલા નિધિને આંખોથી નહિ જોતા કુશળ પુરુષો બુદ્ધિથી જુએ છે.” (૭૭૩) अत्रैव दृष्टान्तान्तरमाह जह जोइसिओ कालं, सम्मं वाहिविगमं च वेज्जोति । जाति सत्थाओ तहा, एसो जयणाइविसयं तु ॥७७४ ॥ यथा 'ज्योतिषिको' ज्योतिश्चारविशारदः सम्यगविपरीतरूपतया 'कालं' सुभिक्षादिलक्षणं, 'व्याधिविगमं' च जलोदरादिमहाव्याधिविनाशं पुनर्वैद्यः सुश्रुतादिचिकित्साशास्त्राणां सम्यगध्येता पुमान्, इतिः प्राग्वत्, जानात्यवबुध्यते 'शास्त्राद्' वराहमिहिरसंहितादेः सुश्रुतादेश्च । ' तथैष' गीतार्थो यतनादिविषयमन्नपानादिप्रतिषेधलक्षणम् । तुशब्द एवकारार्थः स च जानात्येवेत्यत्र संयोजनीय इति ॥७७४ ॥
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy