SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૨ ૩૨૭ દેવગુરુભક્તિના સારવાળા ધર્મનું શ્રવણ કરતા, શ્રાવક જનને ઉચિત આચાર પાલનમાં તત્પર એવા રાજાના કલાવતી દેવીની સાથે ઘણાં દિવસો પસાર થયા. (૪૩૨) હવે કોઇકવાર રાજ્યધુરાને ધારણ કરવામાં સમર્થ પુત્રને જોઈને બંને પણ પ્રવ્રજ્યા સ્વીકારમાં તૈયાર થયા. તેના પુણ્યપ્રભાવથી આ સમયે ઘણાં સાધુ સમૂહથી પરિવરેલા અમિતતેજગુરુ ઉદ્યાનમાં આવ્યા. હવે સુંદર ભક્તિથી યુક્ત, સકલ સૈન્યથી પરિપૂર્ણ, લોકથી રૂંધાતો છે માર્ગ જેનો, ચારિત્ર લેવામાં સજ્જ, મુક્તિગામી, સુગતિની સન્મુખ થયેલો, પત્ની સહિત રાજા સૂરિની પાસે આવ્યો. તેણે વિધિથી અભિવંદન કરીને આચાર્યને આ પ્રમાણે વિનંતિ કરી કે, હે ભગવન્! આ રૌદ્ર ભવસુમદ્રમાં ડૂબતાં મારું રક્ષણ કરો. હે સુરિવર! દઢ છે ફલક (પાટિયા) જેમાં, સુકાની સહિત, લોખંડ વિનાની, ભય વિનાની, સફેદ પટથી સમધિષ્ઠિત અને છિદ્ર વગરની દીક્ષા રૂપી નાવડી મને જલદીથી આપો. દીક્ષાના પક્ષમાં સદ્ગતિ અને મોક્ષ સ્વરૂપ બે ઉત્તમ ફળો છે જેમાં, સારણા, વારણા અને પડિચોયણા કરી શકે એવા ગુરુભગવંત રૂપ સુકાની સહિત, લોભકષાય વિનાની, સાત ભય વિનાની, સંયમજીવનમાં ઉપયોગી, માત્ર સફેદવસ્ત્રો જેમાં ધારણા કરવાના છે અને અતિચાર વિનાની આરાધના જેમાં છે એવી દીક્ષા મને આપો. ગુરુએ પણ કહ્યું સંસારનું સ્વરૂપ જેઓએ જાણ્યું છે એવા જીવોને આ ઉચિત છે. કોણ એવો છે જે બળતા ઘરમાં પોતાને બળતો ગોંધી રાખે? અને તે રાજ! આ મનુષ્ય જન્મનું અતુલ ફળ તેં મેળવ્યું છે. અને તે જે ચારિત્રનો પરિણામ પ્રાપ્ત કર્યો છે તે અત્યંત દુર્લભ છે. હમણા નિઃશેષ સંગના ત્યાગથી તું ત્યાગીઓમાં પ્રથમ છે, દુષ્કર સાહસના રસથી તું શૂરવીરોમાં પણ સૂર છે. આ પ્રમાણે ઉપબૃહણા કરાયેલો શંખરાજા પૂર્ણકળશ પુત્રને પોતાના સ્થાને સ્થાપીને અતિમોટા મહોત્સવપૂર્વક ગુરુની પાસે દીક્ષા લીધી. સમુદ્રમાં ડૂબતો માણસ જેમ દોરડાના આલંબનથી આનંદ પામે તેમ દીક્ષા રૂપી દોરડાના આલંબનથી તે શ્રેષ્ઠ પ્રમોદરૂપી સુખસાગરને પામ્યો. શંખરાજર્ષિ યતિકૃત્યોમાં નિત્ય રક્ત થયા. કાલોચિત સૂત્ર-અર્થ ભણવામાં, કાલોચિત ચરણકરણ આરાધવામાં, કાલોચિત તપકર્મ કરવામાં તથા કાલોચિત ઉદ્યતવિહાર કરવામાં લીન થયા. જો કે દુષમો આરો સંયમજીવન માટે ઘણાં દોષોવાળો છે. જેમકે સંઘયણ તુચ્છ મળે છે. શરીર નિર્બળ મળે છે. સંયમયોગ્ય ક્ષેત્રો દુર્લભ અને વિચિત્ર હોય છે. કાલદોષથી વીર્ય પણ દુષ્કર ક્રિયાઓમાં સ્કુરાયમાન થતું નથી. સંયમ જીવનના સહાયકો પણ અતિદુર્લભ છે. નિશ્ચિત ઉત્સાહો દુર્લભ છે તો પણ અકાર્ય વિષયમાં અકરણનો નિયમ સ્પષ્ટપણે પાલન કરી શકાય છે. જયણાવૃત્તિ પ્રધાન એવો અકરણનિયમ ચારિત્રરત્નને નાશ કરી શકતો નથી. ક્ષેત્ર અને વિહારના અભાવે વસતિ અને સંથારાનું પરિવર્તન કરતો, પ્રતિમા વહન કરવામાં અસમર્થ દ્રવ્યાદિ અભિગ્રહોનું પાલન કરીને સંયમ જીવન આરાધે છે અને એષણા વિષયમાં
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy