SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૨ ૩૨૫ અનુભવે છે અને પશ્ચાત્તાપને પામેલો તે ખરેખર જીવતી એવી તારું આજે જ જો મુખ નહીં જુએ તો તે ખરેખર અગ્નિનું ભક્ષણ કરશે, અર્થાત્ પ્રાણત્યાગ કરશે. તેથી તું ક્રોધનો હમણાં ઉપશમ કર. કાલક્ષેપ પણ અહીં કામ આવી શકે તેમ નથી. તું આ રથમાં આરૂઢ થા એ જ ઉચિત છે. રાજાના નિશ્ચયને જાણીને કલાવતી જવા ઉત્સુક થઈ. કેમકે કુળવધૂના મનમાં પ્રતિકૂળ પણ પતિ વિશે હિત જ વસેલું હોય છે. પછી કુલપતિની રજા લઈને અને નમીને રથમાં બેઠી અને સંધ્યા સમયે નગરની બહાર રાજાના આવાસે પહોંચ્યા. અક્ષત શરીરવાળી પત્નીને મેળવીને આનંદને ધરતો પણ લજ્જાથી નીચું મુખ કરતો રાજા કલાવતીને જોવા સમર્થ ન બન્યો. (૩૯૬) એટલીવારમાં આરતિ વગેરે કાર્ય માટે રાજાની પાસે આવેલું સુંદર વધામણી કરતું વાજિંત્ર વાગ્યું. આનંદરૂપી અમૃતથી સિંચાયેલ છે શરીર જેઓનું એવા સામંત-મંત્રીના સમૂહ વડે પ્રશંસા કરાતો રાજા અર્થીઓને ઉચિત દાન આપીને. અવસરને પામી પરિતોષને વહન કરતો ઉત્કંઠા સહિત ઊભો થયો અને ચંદ્ર જેમ પોતાની પ્રિયા રોહિણી પાસે જાય તેમ શંખરાજા કલાવતીની પાસે ગયો અને ક્રોધના ભરથી જ્ઞાન થયેલા મુખવાળી કલાવતીને જોઈ. પછી રાજાએ તેના મુખને ઊંચું કરીને વાત કરવા લાગ્યો. હે દેવી! મહાનિધાનની જેમ તને આ દીપ્તિમાન રત્ન પ્રાપ્ત થયું છે. હે દેવી! સમુદ્રના જળની જેમ વિદ્રુમમણિની કાંતિને ધરનારું મોહક લાવણ્યમય એવું તારું મુખ ઉદ્વેગરૂપી રોગથી પીડાયેલાને સંજીવની ઔષધ સમાન છે. આ પ્રમાણે બોલતો રાજા આંસુથી ભીની આંખવાળી કલાવતી વડે કહેવાયોઃ હે દેવ! નિર્ભાગ્યને યોગ્ય આચરણવાળી એવી મારી પ્રશંસા કરવાથી સર્યું. રાજા કહે છે કે હે દેવી! હું અત્યંત પાપી અનાર્ય છું જેણે તને આવા પ્રકારનું દારુણ દુઃખ આપ્યું. પોતાના દુશ્ચરિત્રથી હું તારી આગળ લજ્જા પામું છું. હે દેવી! તું અતિ અભૂત સ્વરૂપવાળા પુણ્યનું ભાન છો. અને હું અત્યંત અયોગ્ય છું જેણે એકાએક આવું નઠારું આચરણ કર્યું. દેવીએ કહ્યું અહીંયા તમારો દોષ નથી મારી જ આ પાપપરિણતિ છે જેથી આવું થયું. સર્વલોક પૂર્વે કરેલા કર્મોના ફળને મેળવે છે અને અપરાધ કે ઉપકારમાં બીજા નિમિત્ત માત્ર થાય છે. હે દેવ! હું પૂછું છું કે કયા દોષના વશથી આ થયું? પછી મલિન થઈ છે મુખની કાંતિ જેની એવો રાજા કહે છે કે, હે દેવી! જેમ અશોકવૃક્ષને ફળ હોતું નથી અથવા વડ અને ઉદંબરને પુષ્ય હોતું નથી તેમ અત્યંત સુલક્ષણ શરીરવાળી તારો કોઈ દોષ નથી. અજ્ઞાનથી આંધળા બનેલા એવા મેં તારો અસદ્ દોષ વિચાર્યો. કમળાના રોગથી પીડાયેલો પુરુષ દીપકમાં અસ(=અવિદ્યમાન) પણ મંડળને જુએ છે. અજ્ઞાનના વિલાસથી થયેલું મહાપાપ કહી શકાય તેવું નથી. તો પણ તે હરિણાક્ષી! તું સાંભળ. તારી
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy