SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૨ હે દેવ! ત્યાં ક્ષણવાર પૂજા વંદન વગેરે કરો. નિર્મળજ્ઞાની, ગંભીરતા ગુણથી જીતાયો છે સમુદ્ર જેના વડે તથા સર્વદોષને જેણે દૂર કર્યા છે એવા અમિતતેજ નામના આચાર્ય અહીં બીરાજમાન છે. તેથી ક્ષણથી તેના દર્શન કરો અને તેના ઉપદેશથી ઘણું કલ્યાણ થશે. હા તે પ્રમાણે થાઓ, એમ માનીને ઠાઠથી જિનપૂજા કરી તથા હર્ષથી વ્યાકુલિત મનથી, યથોક્ત વિધિથી ચૈત્યવંદન કર્યું. પછી ગુરુની પાસે ગયો વિનયપૂર્વક પ્રણામ કરી ઉચિત આસન ઉપર બેઠો. (૩૦૧) ૩૨૦ ગુરુ કહે છે કે આ સંસારરૂપી સમુદ્ર ઇષ્ટના વિયોગરૂપી વડવાનલથી ભરખાયો છે. હે રાજન્! જન્મ-જરા-મરણરૂપી જળથી પરિપૂર્ણ આ સંસાર પાપ સ્વરૂપવાળો છે. નારકતિર્યંચ-મનુષ્ય અને દેવગતિમાં વારંવાર ભમતા જીવોવડે સર્વત્ર દુઃખો અનંતીવાર પ્રાપ્ત કરાયા છે. આ દુઃખોના હેતુઓ ક્રોધાદિ ચાર ઘોર વિષધરો છે. જે ક્રોધાદિ ચારવડે ડંસાયો છે તે પોતાના હિતમાર્ગમાં અજાણ બને છે. અને તેવો મૂઢ કાર્ય-અકાર્ય, યુક્તઅયુક્ત, હિત-અહિત, વક્તવ્ય-અવક્તવ્ય અને સારાસારને જાણતો નથી. વધારે શું કહેવું? ક્રોધાદિના વશથી તે તે પાપ કાર્યોને આચરે છે. બુદ્ધિમાન પણ કષાયોથી રંગાયેલો મોટા દુઃખની પરંપરાને પામે છે. તને પણ અત્યંત હૃદયને બાળનારો નરકના દુ:ખથી પણ અધિકતર આવા પ્રકારનો અનર્થ આ ક્રોધાદિના વશથી થયો. અહીં મરવું ઉચિત નથી, પાપ અને દુઃખોને હરનાર એવા ધર્મનો સ્વીકાર કર. ધર્મ સિવાય બીજું કંઇપણ જીવને શરણ થતું નથી. માનાધીન જીવોને ભવ શરણ થતો નથી. આને સાંભળીને રાજાએ કહ્યું: ધર્મ જીવને સુખ આપે છે તે વાત સાચી છે, પરંતુ અત્યંત દુઃખી એવો હું ક્ષણ પણ જીવવા સમર્થ નથી. તેથી પ્રસ્તુત ધર્મને આચરીશ, પરંતુ પરભવને જે યોગ્ય કાલોચિત પાથેય છે તે મને હમણાં કૃપા કરીને આપો. ગુરુએ કહ્યું: દુઃખની જ વૃદ્ધિ થાય તેવું કાર્ય તેં આરંભ્યું છે. હે રાજન! એક દૃષ્ટાંતને કહું છું તેને તું સાંભળ. જેમકે (૩૧૧) ગંગા કિનારે કપિલ નામનો બ્રાહ્મણ રહેતો હતો. તે શૌચ પિશાચથી વશ કરાયેલો શ્રોત્રિકપણાને પામેલો હતો. ક્યારેક શૌચ ચિંતાના સંકટમાં પડેલો વિચારે છે કે ઉત્તમ આહાર કરવા છતાં અહીં શૌચતા પાળી શકાતી નથી. કેમકે અહીં સર્વત્ર ચાલતા ચાંડાલોથી શેરીઓ ખરડાયેલી છે તથા શેરીઓમાં ચીંથરે હાલ જૂના ચામડા અને વસ્ત્રો પથરાયેલા હોય છે. મનુષ્ય-કૂતરા-શિયાળ તથા બિલાડા વગેરેના મળમૂત્રો વરસાદના પાણીમાં તણાઇને નદીઓમાં ઠલવાય છે. તેથી જો કોઇક મનુષ્ય અને પશુઓથી રહિત સમુદ્રની અંદર દ્વીપમાં વાસ કરાય તો શૌચનો સંભવ થાય અન્યથા ન થાય એમ હું માનું છું. દ૨૨ોજ પૂછપરછ કરતા કોઇપણ નિર્યામકે કહ્યું કે સફેદ શેરડીની વાડીઓથી ભરપુર સુંદર એવા દ્વીપને હું જોઇ આવ્યો છું.
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy