SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૨ ૩૧૭ એટલીવારમાં તડફડતો પુત્ર નદીતટના કાંઠા તરફ સરકવા લાગ્યો. તેને પગથી રોકીને કલાવતી બોલવા લાગી કે, હા હા કૃતાંત! નિવૃણ! હે પાપી! તું આટલાથી પણ સંતોષ નથી પામ્યો, જે પુત્રને આપીને પણ હરણ કરવા લાગ્યો? હે ભગવતી ! હે નદી દેવી! દનુમખી હું તમારા પગમાં પડેલી છું. હે શરણે આવેલાનું પ્રિયકરનારી! કરુણા કર, તું આનું હરણ ન કર. જો જગતમાં શીલ જયવંતુ હોય તો અને જો મારું શીલ અખંડિત હોય, અર્થાત્ કલંકિત ન થયું હોય તો તે દિવ્યજ્ઞાનનયના! બાળકના પાલનનો ઉપાય કર. આ પ્રમાણે દીન આક્રંદ કરતી કલાવતી દેવી ક્ષણથી જ સિંધુદેવી વડે સુંદર હાથ-ભૂજાની લતિકાથી શોભતી કરાઈ. અમૃતરસથી જાણે સિંચાઈ ન હોય તેમ પુત્રના સુખને ઘણું અનુભવ્યું અને બે હાથથી બાળકને તેડીને ખોળામાં મુક્યો. હે દેવી! તું જગતમાં આનંદ પામ. નિષ્કરણ વાત્સલ્યવાળી તારું કલ્યાણ થાઓ, જેના વડે ઘણી દુઃખી એવી હું જીવાડાઈ છું. આવા પ્રકારના પરાભવરૂપી અગ્નિથી શેકાયેલ એવી મારે હવે જીવવાથી શું? પરંતુ વિષ્ણુની આંખ જેવી મોટી આંખવાળા આ અનાથ પુત્રને છોડવા સમર્થ નથી. ખરેખર જો નગરમાં પુત્રનો જન્મ થયો હોત તો તેના પિતા મોટો મહોત્સવ કરત. પરંતુ આ ભાગ્યપરિણામ અતિદારુણ થયો છે. જેઓ સ્વાર્થ સધાય ત્યાં સુધી રાગ કરે છે સ્વાર્થ સધાય ગયા પછી દુર્જનની જેમ ટ્વેષ કરે છે. હા! હા! તે કૃત્રિમ સ્નેહવાળા નિવૃણ પુરુષોને ધિક્કાર થાઓ. પ્રિયપાત્ર વિષે રાગરૂપી પિશાચ જેઓના મનમંદિરમાં આંખના પલકારા જેટલા કાળ સુધી પણ વસ્યો નથી તે બાળ સાધ્વીઓને વારંવાર નમસ્કાર થાઓ. બાળપણમાં પણ હું જો બ્રહ્મચારિણી સાધ્વી થઈ હોત તો આવા પ્રકારના સંકટને સ્વપ્નમાં પણ ન જોત. (૨પર) આ પ્રમાણે વિવિધ વિલાપ કરતી, વનદેવતાને રડાવતી અને પોતે રડતી એવી કલાવતીને પુણ્યના યોગથી કોઇપણ તાપસમુનિએ જોઈ. શું આ કોઈ દેવી અવતરી છે? અથવા શું આ કોઈ વિદ્યાધરી છે? એમ વિકલ્પ કરતો તાપસ તત્પણ આશ્રમમાં જઈને કુલપતિને કહે છે. દયાળુ એવા તેણે પણ થાપદાદિથી આને કોઈ ઉપદ્રવ ન થાઓ એમ સમજીને જલદી જલદી આશ્રમમાં લાવી દીધી. તે પણ વિચારે છે કે હમણાં મારે બીજી કોઈ ગતિ નથી એમ સમજીને આશ્રમમાં આવી. કુલ સ્વામીને પ્રણામ કર્યો. કુલસ્વામીએ નેહપૂર્વક વિતક પૂછી. શોકથી ડૂસકા ભરતી તે અવ્યક્ત પણ બોલવા સમર્થ થતી નથી. નિપુણ કુલપતિએ મધુરવચનોથી આશ્વાસન આપ્યું અને કહ્યું: હે વત્સ! તું ઉત્તમકુળમાં જન્મેલી છે, કારણ કે તારું શરીર વિવિધ લક્ષણોથી યુક્ત કલ્યાણમય જણાય છે. આ સંસારમાં નિત્ય સુખી કોણ છે? આ સંસારમાં કોને અખંડ સ્વરૂપી લક્ષ્મી છે? નિત્ય પ્રેમસુખ કોને હોય? કોનો સમાગમ અલિત નથી થતો? તેથી ધીરતાને ધારણ કરીને,
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy