SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૨ ૩૦૭ લાગ્યો. આના પછી શું થયું તે હું કંઈપણ જાણતો નથી. કારણ વિનાના ભાઈ આ સાર્થવાહ પુરુષસિંહ વડે હું જીવાળાયો છું એમ બોલતા તેણે રાજાને બતાવ્યો. પછી રાજાએ મને સાક્ષાત્ જોયો. મેં રાજાને પ્રણામ કરીને કહ્યું. પ્રાણદાનમાં મારી કોઈ શક્તિ નથી. આ કુમાર જીવી ગયો તેમાં દૈવનો પ્રભાવ છે. ખુશ થયેલા રાજાએ મને દઢ આલિંગન કરીને કહ્યું: હે ભદ્ર! તું મારો પ્રથમ પુત્ર છે, ઉદ્વિગ્ન વિનાનો થઈને બેસ. પછી સાર્થ માટે રક્ષકોની નિમણુક કરીને હું દેવસાલ નગરમાં લઈ જવાયો અને અમારા બંનેનો સમાન જ સત્કાર કરાયો. પછી હે દેવ! તે રાજકુમારો વડે મારું હદય એવી રીતે હરણ કરાયું કે હું માતા-પિતા, નગર અને દેશના વસવાટને ભૂલી ગયો. પરંતુ તે રાજાને શ્રીદેવીની કુક્ષિમાં ઉત્પન્ન થયેલી, લક્ષણવંતી, સુરૂપાળી જયસેનકુમારથી નાની, રૂપથી તિલોત્તમાની તુલના કરે તેવી, કળા-કલાપમાં પારંગત, સુચરિત્રથી જનમનને હરનારી, સાર્થકનામવાળી કલાવતી પુત્રી છે. તેના માટે અનુરૂપ વરની ચારે તરફ તપાસ કરી પણ ક્યાંય અનુરૂપ વર પ્રાપ્ત થયો નથી. તેના માતા-પિતા અને ભાઈ ચિંતારૂપી અગ્નિથી બળે છે. કહ્યું છે કે-“પુત્રીઓ જન્મતાં જ માતા-પિતાને દીનતા ઉત્પન્ન કરે છે, યૌવનને પ્રાપ્ત થયે છતે ચિંતારૂપી સાગરમાં ફેંકે છે, સાસરે જાય ત્યારે સંતાપ ઉત્પન્ન કરે છે, પતિ ત્યાગ કરે અથવા પુત્ર ન થાય તો મનોતાપને ઉત્પન્ન કરે છે. આમ જન્મ દિવસથી જ પુત્રીઓની સંપત્તિ નક્કીથી નિંદાય છે.” તેઓએ મને કહ્યું કે બહેન માટે ઉચિત વરની તપાસ કર. કેમકે પૃથ્વી બહુરત્ના વસુંધરા છે અને તું ઘણાં સ્થાનોમાં ફરનારો છે. હા, હું તેમ કરીશ એમ કહીને મેં પણ તેનું પ્રતિછંદ આલેખ્યું. તેમની અનુજ્ઞાથી ક્રમથી તપાસ કરતો હું ઘરે પહોંચ્યો. પરંતુ મારા હૈયામાં એ રાયમાન થાય છે કે આ દેવને જ ઉચિત છે, પોતાના સ્વામીને છોડીને સ્ત્રીરત્ન બીજા કોને શોભે? કુલાચલ પર્વતમાં ઉદય પામેલા સૂર્યનું સ્થાન રત્નાકર છે. શું જ્યોત્ના ચંદ્રને છોડીને બીજે ક્યાંય ઘટે? તેને સાંભળીને તે વખતે રાજા ઘણો ચિંતાતુર થયો. મારે આની સાથે જલદીથી સમાગમ કેવી રીતે થશે? (૭૨) એટલીવારમાં મંદિરોમાં મધ્યાહ્નનો સમય સૂચવનાર શંખનાદ થયો, ત્યારે કાલનિવેદકે નિવેદન કર્યું ઉલ્લસિત થયો છે તેજનો સમૂહ જેનો એવો સૂર્ય આકાશના મધ્યભાગમાં ચાલી રહ્યો છે. અત્યંત પ્રતાપી જીવોને જીવલોકમાં શું અસાધ્ય છે? દેવની પૂજાથી સૌંદર્યની વૃદ્ધિ કરવામાં માતા સમાન, મનોરમ, ઘણા મહોત્સવથી સહિત લક્ષ્મી અને કમલાક્ષી સ્ત્રી પ્રાપ્ત થાય છે. પછી રાજા આસ્થાન મંડપમાંથી ઊભો થઈને, સ્નાનાદિ કર્તવ્ય કરીને દેવાદિપૂજન કરીને કંઈક આહાર કર્યો. મધુરાદિ રસમાંથી કોઈ રસનો
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy