SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૨ ૩૦૫ કેટલું વર્ણવીએ? અને અન્ય પણ બીજું જે આશ્ચર્યકારક જોવાયું છે તે કહી શકાય તેવું નથી. નીલકમલ ચક્ષુવાળા દેવ સ્વયં જ નિરીક્ષણ કરે. (૨૦) આ પ્રમાણે કહીને પ્રયત્નથી છુપાવી રાખેલ ચિત્રફલકને કાઢીને બતાવે છે. રાજા તેને હાથમાં લઈ જુએ છે. ચિત્રફલકમાં દેવીઓના રૂપને હસી કાઢનારી, મનની અંદર ચમત્કાર ઉત્પન્ન કરનારી તથા લાવણ્યરૂપી પાણીને ભરવા માટે કળશ સમાન સ્તનવાળી એક કન્યાને જોઈ. તેણે પ્રતિકૃતિને નમસ્કાર કર્યા. શું ખરેખર આ રંભા છે કે તિલોત્તમા છે? આ દેવી છે એમ તેણે મનમાં વિચાર્યું. રાજાએ હસતા હસતા દત્તને પૂછ્યું: અહો! સરલસ્વભાવી તારે (તારાવડે) આ મુખાકૃતિ કુટિલ કેમ આલેખાઈ? લાંબા સમય સુધી પ્રતિકૃતિને જોઈને રાજાએ કહ્યું: આ કોઈ વિજ્ઞાનનો પ્રકર્ષ અપૂર્વ છે જેના વડે આ આવી આલેખાઈ છે. પણ આ કઈ દેવી છે? એમ રાજાવડે પૂછાયેલા દત્તે કહ્યું: જોઇને અન્યૂ આલેખન કરવું એમાં આલેખન કરનારનો અહીં ક્યો પ્રકર્ષ ગણાય? વિજ્ઞાનનો પ્રકર્ષ તો એક પ્રજાપતિનો છે જેના વડે પ્રતિકૃતિ વિના પણ આવી નિર્માણ કરાઈ છે. આમાં ન્યૂનતા શું છે? એમ રાજાએ પૂછ્યું. એનું મુખ ચંદ્રના કિરણ જેવું નિર્મળ છે. બે આંખો કમળદળ જેવી છે. આનો અંગનો વિન્યાસે કોઈક અદ્ભત રમણીય છે. લાવણ્ય સમુદ્રના જળ કરતા અધિક છે. આનો દૃષ્ટિભંગ રંગભૂમિમાં રહેલા કામદેવરૂપી નટના દૃષ્ટિભંગ જેવો છે. તેના આંખનો ખૂણો કાન સુધી લંબાયેલો છે. હસતા હસતા રાજાએ કહ્યું: ચિત્રમાં આલેખાયેલી પણ આ દેવી મારા ચિત્તને સ્પષ્ટપણે હરે છે. દત્તે કહ્યું: દેવવડે આ માનુષી પણ દેવી કરાયેલી છે. અથવા દેવના પ્રભાવથી મનુષ્ય સ્ત્રીઓ જ દેવીઓ થાય છે. અરે! દત્ત! આવા પ્રકારની મનુષ્ય સ્ત્રીઓ કયાંય હોય છે? હસતા મુખથી દત્તે કહ્યું: દેવ હકીકત સાંભળે. તે લીલા અન્ય જ છે. તે અંગની સુંદરતા કોઈપણ અન્ય જ છે. અને જે માનુષીનું આલેખન કરાયું છે તે તો માત્ર સ્મરણ માટે છે. ખરેખર રૂપ તો કોઈ અન્ય જ છે. વિસ્મય પામેલા રાજાએ પુછ્યું: તો હે ભદ્ર! તું કહે આ કોણ છે? પછી દત્ત જવાબ આપે છે કે, હે દેવ! આ મારી બહેન છે. રાજા કહે છે કે–હે દત્ત! જો આ તારી બહેન છે તો મેં તેને નથી જોઈ એમ તું કેમ બોલે છે? દત્તે કહ્યું: અહીં પરમાર્થ શું છે તે દેવને જણાવું છું. પિતાજીના અત્યંત આગ્રહથી ઘણાં કિંમતિ કરીયાણા ભરીને દેશદર્શન માટે અખંડ પ્રયાસોથી હું ચાલ્યો. અનેક દેશોને ઓળંગીને દેવસાલ નગરના સીમાડે ત્રાડ પાડતા વાઘોવાળા શૂન્ય અરણ્યમાં પહોંચ્યો. એટલામાં હું દઢ બખ્તર પહેરીને સુભટની સાથે ઘોડા ઉપર બેસીને ૧. અન્યૂન–જેવું છે તેવું, કંઈપણ ખામીવાળું નહીં. ૨. વિન્યાસ-અંગરચના.
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy