SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૬ ઉપદેશપદ : ભાગ-૨ પામેલો બટુક નિર્વેદ સહિત બોલે છે કે હે સુંદરી! પ્રાણી પણ પાથરીને હું તારું નિશ્ચયથી પ્રિય કરીશ. વિધિના વશથી તને આવા પ્રકારનું દુઃખ પ્રાપ્ત થયું છે. જો તું કહેતી હો તો હું તને શ્રાવસ્તી નગરીમાં લઈ જાઉં. કેમકે ત્યાં વિદ્યા-આદિના ઉપયોગથી તને આરોગ્યની પ્રાપ્તિ થવાનો સંભવ છે. ગુણસુંદરીએ કહ્યું: હે સુંદર! દુર્જનો ત્યાં કેવું કેવું બોલશે તે આપણે જાણતા નથી. અતિશય ઈર્ષાળુ પતિ ત્યાં વસે છે તે મારો વિશ્વાસ કેવી રીતે કરશે? એક તો આ દુઃખથી હું પીડાઉ છું અને બીજું દુર્જનના ઉલ્લાપોનું દુઃખ વધશે. ક્ષત ઉપર ક્ષારના ક્ષેપની જેમ કયો સમર્થ અને સહન કરવા સમર્થ થાય? તેથી સારી રીતે વિચારણા કરો અથવા આ પ્રમાણે બીજા વિચારોથી શું? આવી દુઃખની પીડાથી તો હમણાં મરણ જ શરણ છે. વેદરૂચિએ પણ કહ્યુ તારું આ પણ દુઃખ જોવા સમર્થ નથી તો પછી તે મુગ્ધા! ઉદગ્ર અગ્નિની જ્વાળામાં કોળિયા બનવા સ્વરૂપ મરવાનું દુ:ખ કેવી રીતે જોઈ શકું? તેથી તું શંકા વિના પોતાના ઘરે જા, હું તારું સાક્ષીપણું કરીશ. કારણ કે જીવતો જીવ ઘણા કલ્યાણો પામે છે. આ પ્રમાણે ઘણાં પ્રકારે બોલતો બ્રાહ્મણ ગુણસુંદરી વડે કહેવાય કે હે સુજન! જો તમને કોઈ દુઃખ ન થતું હોય તો તે પ્રમાણે કરો. વધારે શું કહેવું? વાહનમાં બેસાડીને શ્રાવતી નગરી બહાર લઈ જઈને તેણે કહ્યું. અહીં વસતા લોકને કેવી રીતે મારું મોટું બતાવું? જો તું હવે અહીંથી પોતાને ઘરે એકલી જવા સમર્થ હો તો હું અહીંથી જ પાછો ફરું. સુંદરીએ વિચાર્યું અહોહો! આને પ્રતિબોધ પમાડ્યા વિના કેવી રીતે રજા આપું? પછી તેને કહ્યું: હમણાં આડી અવળી વાતોથી સર્યું. તું મારો સ્નેહાળ ભાઈ છે તેથી લજ્જાને છોડીને ઘરે જઈએ. પોતાની બહેનને પાછી લાવવામાં લજ્જા કેવી ? પરંતુ બહેનને પાછી લાવવી તે લજ્જા નહીં પણ ઉત્સવ છે. અહીંથી પાછા ફરતા તને શાંતિ ક્યાંથી થશે? આ પ્રમાણે ગુણદોષની વિચારણા કરી બંને પણ ઘરે પહોંચ્યા. સ્વજનોમાં આનંદ પ્રસર્યો. પુણ્યશર્મા પણ પરિતુષ્ટ થયો. (૮૬) અને સુંદરીએ કહ્યું: હે પ્રિયતમ! આ ભાઇવડે હું અધિક પ્રયત્નથી ક્રૂર ભિલ્લોથી છોડાવાઈ અને બચાવાઈ. તેથી આ મહાસત્ત્વશાળી પલ્લિવાસી પણ આપણો ઉપકારી છે એનું જે ઉચિત કરવા યોગ્ય છે તે પ્રિયતમ જ જાણે છે. પુણ્યશર્માએ કહ્યું: હે ભદ્ર! કાગડાના સંવાસમાં હંસના વસવાટની જેમ તમારા જેવા સજ્જને પલ્લિમાં વાસ કરવો ઉચિત નથી તેથી તું અહીં જ રહે, હું તને ખૂટે નહીં તેટલું ધન આપીશ. આ પ્રમાણે તેના વચનરૂપી અમૃતથી સિંચાયેલો તે પણ લજ્જાથી નમેલા મુખવાળો થઈને વિચારે છે કે અહો! આના વડે રત્નાકર જેવી ગંભીરતા પ્રાપ્ત કરાઈ છે, મેરુપર્વત જેવી ઊંચાઈ (ઉદારતા) પ્રાપ્ત કરાઈ છે, કોયલ જેવી મધુરવાણી પ્રાપ્ત કરાઈ છે અને કામદેવ જેવું રૂપ
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy