SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૨ હવે ફરી દૂત કહે છે–રાજા દેવીના દર્શનનો ઉત્સુક છે તેથી તમારે દેવની (રાજાની) આજ્ઞાને ઉત્થાપવી ઉચિત નથી. ચિત્તમાં મર્યાદાને ધારણ કરી રાખે ત્યાં સુધી ગજેન્દ્ર સારો છે, વિફર્યા પછી કોને ભયંકર થતો નથી? અમે તારું જ હિત ઇચ્છીએ છીએ, સામથી તેના આદેશનો સ્વીકાર કર, નહીંતર હે સૌમ્ય ! બળાત્કારથી એકલીને આંચકી લેશે. ૨૬૮ તેટલામાં ભ્રૂકુટિ કાઢીને ચંદ્ર કહે છે–અહો! પરસ્ત્રીઓ માગતો તે રાજા કુળાચારને પાળવા ઇચ્છે છે? અથવા ત્યારે તેની માતાએ યૌવનના મદથી ગુપ્ત આચર્યું તે શીલનો ત્યાગ કરતા પુત્રો વડે પ્રકટ કરાય છે. કોઇ જીવતો પોતાની પ્રિયાને છોડે એવું હે દૂત શું શક્ય બને? જીવતો સાપ શું પોતાના મસ્તકના મણિને આપે? ચંદ્ર અને સૂર્યના કિરણોથી પોતાની સ્ત્રીઓ સ્પર્શાય તો જે રાજાઓ દુભાય છે તે રાજાઓ શું પોતાની સ્ત્રીને પર ઘર મોકલે? ફરી પણ દૂત રાજાને કહે છે–હે રાજન્! શાસ્ત્રના પરમાર્થને સાંભળ કે ખરેખર સર્વ પ્રયત્નથી આત્માનું રક્ષણ કરવું જોઇએ. તે માટે ક્યું છે કે—સેવક અને ધન બેમાંથી એક બચાવી શકાય તેમ હોય ત્યારે સેવક કરતાં ધનનું પ્રથમ રક્ષણ કરવું, ધન, સેવક અને સ્ત્રીના નાશમાં સ્ત્રીનું રક્ષણ કરવું, ધન સ્ત્રી અને સેવક અને આત્માના નાશ વખતે આત્માનું પ્રથમ રક્ષણ કરવું. આ પ્રમાણે ઉલ્લાપ કરતા દૂતને રાજાના ચંડસિંહ સેવકે નિર્ભત્સર્ના કરીને, હાથથી ગળચી પકડીને બહાર કાઢ્યો. જઇને તેણે રાજાને સર્વ કહ્યું: મહેન્દ્રસિંહ ઘણો ગુસ્સે થયો. પ્રબળ પવનથી જેમ સમુદ્ર મર્યાદા મૂકે તેમ મર્યાદા છોડીને ચાલ્યો. (૭૩) હાથી જેવા મોટા મોજાઓ જેમાં ઉછળે છે, સ્ફુરાયમાન થતો છે ઘણાં કમળ જેવા સફેદ ફીણોનો સમૂહ જેમાં, પ્રસરતી છે મોટી ભરતી જેમાં, અતિ ભયંકર એવા ક્ષુભિત થયેલ સમુદ્રની જેમ મહેન્દ્રસિંહ રાજાને નજીકમાં આવતો સાંભળીને ચંદ્રરાજા ક્રોધે ભરાયો. ઉલ્લસિત થયો છે રણનો ઉત્સાહ જેનો એવો તે જલદી સન્મુખ આવ્યો. પોતપોતાના સ્વામીના કાર્યમાં ઉદ્યત થયેલા, યશના લાલસાવાળા એવા બંને રાજાના સૈન્યોનું ભયંકર યુદ્ધ પ્રવર્ત્યે. સુભટોની સાથે સુભટો તથા ઘોડેસ્વારની સાથે ઘોડેસ્વાર, ૨થીઓની સાથે મહારથીઓ તથા મહાવતોની સાથે મહાવતો લડવા લાગ્યા. સમુદ્રનું પાણી જેમ નદીના પાણીને હડસેલે તેમ ચંદ્રરાજાના અલ્પ સૈન્યને શત્રુ સૈન્યે ક્ષણથી હડસેલ્યું. હવે પવન જેવા વેગવાળા ઉત્તમ ઘોડાથી જોડાયેલા રથ ઉપર આરૂઢ થયેલો, રોષરૂપી અગ્નિથી દુષ્પ્રક્ષ્ય એવો ચંદ્રરાજા સ્વયં જ ઊભો થયો. ભાલાથી હણાયેલ હાથીની ચીસથી ભંગાઇ છે બાકીના હાથીઓની શ્રેણી જેમાં, મુદ્ગરના પ્રહારથી હણાયેલ ઘોડાઓનો સમૂહ રથમાંથી છૂટીને પલાયન થયો છે જેમાં, સતત બાણોના ઘોર વરસાદથી વીંધાઇને ભાગતું છે સૈન્ય જેમાં એવા દુશ્મનના સૈન્યને સિંહ જેમ હરણાઓને ભગાડે તેમ ભગાડ્યું. પછી સારી રીતે ક્રોધે ભરાયેલ, જીવિતથી નિરપેક્ષ, મહેન્દ્રસિંહરાજા લડવા ઊઠ્યો અને વનના
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy