SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૨ ૨૫૫ ગાથાર્થ–પ્રસ્તુત શુભભાવનો લાભ થયે છતે તે રીતે વિશિષ્ટ કર્મનો ક્ષય થાય કે જેથી દુર્ગતિમાં જવું પડે તેવું કર્મ પ્રાયઃ બીજીવાર ન બાંધે. તેથી પ્રતિદિન વિશુદ્ધ થતો જીવ સર્વકર્મોનો ક્ષય કરીને સિદ્ધ થાય છે. ટીકાર્થ—શુભભાવનો લાભ થવા છતાં નિકાચિત અશુભ કર્મવાળા સ્કંદકસૂરિ વગેરે કેટલાક જીવોને દુર્ગતિમાં જવું પડે તેવો કર્મ બંધ થવા છતાં નિયમનો (=શુભભાવનો લાભ થયે છતે દુર્ગતિમાં જવું પડે તેવું કર્મ ન બાંધે એ નિયમનો) ભંગ ન થાય એ માટે અહીં પ્રાયઃ કહ્યું છે. તેથી દુર્ગતિમાં જવું પડે તેવો કર્મબંધ ન થવાથી. સિદ્ધ થાય છે—કૃતકૃત્ય થાય છે. ૬૮૭ વગેરે પાંચ ગાથાનો સાર– (૧) સ્વાધ્યાયથી અનુષ્ઠાનના મહત્ત્વનો બોધ. (૨) અનુષ્ઠાનના મહત્ત્વના બોધથી અનુષ્ઠાન પ્રત્યે તીવ્ર શ્રદ્ધા. (૩) તીવ્રશ્રદ્ધાથી અનુષ્ઠાન પ્રત્યે પક્ષપાત અને શક્તિપ્રમાણે ક્રિયા. (૪) પક્ષપાત અને શક્તિ પ્રમાણે ક્રિયાથી શુભભાવની ઉત્પત્તિ. (૫) શુભભાવથી કર્મોનો સાનુબંધ ક્ષયોપશમ. (૬) સાનુબંધ ક્ષયોપશમથી દુર્ગતિમાં જવું પડે તેવા કર્મબંધનો અભાવ. (૭) દુર્ગતિમાં જવું પડે તેવા કર્મબંધના અભાવથી પ્રતિદિન વિશુદ્ધિ. (૮) પ્રતિદિન વિશુદ્ધિથી સર્વકર્મોનો ક્ષય. (૬૯૧) अमुमेव क्षयोपशमं परमतेनापि संभावयन्नाह— इत्तो अकरणनियमो, अन्नेहिवि वण्णिओ ससत्थम्मि । सुहभावविसेसाओ, न चेवमेसो न जुत्तोति ॥ ६९२॥ 'इतोऽस्मादेव कारणादकरणनियम एकान्तत एव पापेऽप्रवृत्तिरूपः, 'अन्यैरपि' तीर्थान्तरीयैर्वर्णितो निरूपितः स्वशास्त्रे पातञ्जलादौ । कुतो हेतोरकरणनियम इत्याह- 'शुभभावविशेषाद्' वज्रवदभेद्यात् प्रशस्तपरिणामभेदादेः शास्त्राभ्यासभस्मपरामर्शवशविशदीभूतहृदयादर्शानां भावसाधूनां बन्धक्षयोपशम एव परैरकरणनियमनामतयोक्त इति तात्पर्यम् । वर्ण्यतां नामासावन्यैः स्वशास्त्रे, परं न सौन्दर्यभाग् भविष्यतीत्याह — 'न' चैवं तीर्थान्तरीयोक्तत्वेन हेतुना एषोऽकरणनियमो 'न युक्तः ', किन्तु युक्त एव ॥ ६९२ ॥
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy