SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૪ ઉપદેશપદ : ભાગ-૨ આ પણ શાથી છે એમ પૂછતા હો તો કહેવાય છે ગાથાર્થ– ચારિત્ર વિદ્યમાન હોય ત્યારે શરીરનું સામર્થ્ય ન હોય તો પણ પરિણામનિર્મલતા સામાન્યથી અન્ય ન થાય. (=પરિણામ મંદ કે મલિન ન બને.) સુપુરુષ દુર્બલ હોય તો પણ અકાર્ય ન આચરે. ટીકાર્થ-ચારિત્ર સર્વ સાવધનો ત્યાગ. શરીરનું સામર્થ્ય ન હોય દુકાળ, રોગ, વૃદ્ધાવસ્થા વગેરે કારણોથી શરીર વિહિત કાર્યો કરવા માટે અસમર્થ બની ગયું હોય. શરીરનું સામર્થ્ય ન હોય તો પણ એ સ્થળે “પણ” શબ્દનો અર્થ આ પ્રમાણે છેશરીરનું સામર્થ્ય ન હોય તો પણ પરિણામનિર્મલતા અન્યથા ન થાય તો પછી શરીરનું સામર્થ્ય હોય ત્યારે તો પરિણામનિર્મલતા અન્યથા ન થાય તેમાં શું કહેવું? પ્રશ્ન-પરિણામનિર્મલતા સામાન્યથી અન્યથા ન થાય એમ “સામાન્યથી કેમ કહ્યું? ઉત્તર–તેવા પ્રકારના અતિશય કષ્ટના કારણે મેઘકુમાર વગેરેની જેમ કોઇકને કયારેક મલિનતા થવાની સંભાવના છે. આથી નિયમનો (=જ્યાં જ્યાં ચારિત્ર હોય ત્યાં ત્યાં પરિણામનિર્મલતા અન્યથા ન થાય એવા નિયમનો) ભંગ ન થાય એ માટે “સામાન્યથી' એમ કહ્યું છે. અન્ય ન થાય=પરિણામની મંદતા કે મલિનતા ન થાય. સુપુરુષત્રશાન્ત-દાન્ત પુરુષ. શાન્ત-દાન્ત પુરુષ સુપુરુષ છે એમ સામાન્યથી સમજવું. વિશેષથી તો નીચેના શ્લોકમાં કહેવાશે તેવા અધ્યવસાયની પ્રધાનતાવાળો પુરુષ સુપુરુષ જાણવો. असत्सङ्गाद् दैन्यात् प्रखलचरितैर्वा बहुविधैरसद्भूतैर्भूतैर्यदि भवति भूतेरभवनिः । सहिष्णोः सद्बुद्धेः परहितरतस्योन्नतमतेः, परा भूषा पुंसः स्वविधिविहितं वल्कलमपि ॥ દુષ્ટોના સંગથી, પ્રતિકૂળ પરિસ્થિતિથી અથવા અતિશય લુચ્ચા પુરુષોના સાચા કે ખોટા અનેક પ્રકારના આચરણથી સંપત્તિનો વિનાશ થાય, તો પણ સહિષ્ણુ, સબુદ્ધિવાળા, પરહિતમાં તત્પર અને ઉચ્ચ મતિવાળા પુરુષને પોતાના ભાગ્યથી કરાયેલ વૃક્ષની છાલ પણ શ્રેષ્ઠ શોભા છે, અર્થાત્ તેવો પુરુષ વૃક્ષની છાલથી પણ બહુ શોભે છે.” જેના અંતરમાં આવો અધ્યવસાય મુખ્ય છે એવો પુરુષ સુપુરુષ છે. દુર્બલ હોય તો પણ શરીર, વૈભવ, સહાયતા વગેરેના બળથી રહિત બની જવાના કારણે દુર્બલ બની ગયો હોય તો પણ. જો દુર્બલ બની ગયો હોય તો પણ અકાર્યને ન આચરે તો પછી બળવાન હોય તો અકાર્યને ન આચરે એમાં તો શું કહેવું?
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy