SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૨ ૨૨૨ છોડી દીધી. તું પણ મારી માતા છે એમ માનીને તેની વિવાહોચિત સામગ્રી લૂંટી લીધી હતી તે સર્વ પાછી આપી દીધી. ઉપસંહાર કરતા કહે છે કે—પ્રસ્તુત સાધુની જેમ સર્વ સાધુઓએ વચન ગુપ્તિનું પાલન કરવું જોઇએ. હવે કાયગુપ્તિનું ઉદાહરણ કહેવાય છે– કોઇ એકવાર માર્ગ પર પહોંચી ગયેલા કોઇ એક મહાસાધુ મહાટવીના માર્ગમાં પ્રવેશ્યા. આવાસ લઇને સાથે પડાવ નાખ્યો. ત્યારે સાર્થથી અધિષ્ઠિત ભૂમિ ઉપર કંઇપણ સ્થંડિલભૂમિ સાધુએ ન મેળવી કે જ્યાં જીવોને પીડા કર્યા વિના સાધુસમાચારી પાળી શકાય. અને જ્યાં એક પગ મૂકી શકાય તેટલી માત્ર સ્થંડિલભૂમિ ઉપર એક પગ મૂકીને આખી રાત્રિ પસાર કરી તેટલામાં પગ સોજીને થાંભલો થઇ ગયો છતાં સાધુએ અસ્થંડિલ ભૂમિ ઉપર પગ ન મૂક્યો. કેવા થઇને તેણે પગ ન મૂક્યો? સત્ત્વશાળી બનીને પગ ન મૂક્યો. પછી શકેન્દ્રે પ્રશંસા કરી કે અહો! આ સાધુ દુષ્કરકારક વર્તે છે. જે અહીં અસ્થંડિલ ભૂમિનો ત્યાગ કરીને રહ્યા છે. તેવા પ્રકારની ઇન્દ્રની પ્રશંસાને સહન નહીં કરતો એક દેવ સાધુ પાસે આવ્યો. હાથી આદિ પશુઓને વિકુર્થીને બીવડાવવા લાગ્યો તો પણ તે મહાપુરુષને જરા પણ ક્ષોભ ન થયો. કેમકે અધ્યવસાયની અખંડતાથી મરતા એવા મારે કોઇપણ કાર્યની ક્ષતિ થતી નથી. જ્યારે આ બીવડાવવા છતાં પણ સાધુ ક્ષોભ ન પામ્યા ત્યારે દેવે તેને પરાધીન કરે એવી ઠંડી ઉત્પન કરી. ઠંડીથી પીડાયેલા અંગો ચાલી શક્યા નહીં. તેથી પૂર્વભવમાં ઉપાર્જન કરાયેલ આ દુષ્કૃતનો ઉદય થયો છે એમ સમ્યક્ સ્થિર થવા પ્રવૃત્ત થયા. પછી કાયાને પ્રણામ કરવા સ્વરૂપ દેવે વંદના કરી અને પ્રશંસા કરી કે અહો ! તું ધન્ય છે, તથા ખુશ થતા લોકે તેની અતિશય પ્રશંસા કરી. (૬૦૮-૬૬૨) उपसंहरन्नाह— एवंविहो उ भावो, गुणठाणे हंदि चरणरूवम्मि । होति विसिखउवसमजोगओ भव्वसत्ताणं ॥ ६६३ ॥ एवंविधस्त्वेवंविध एव व्यसनप्राप्तावपि गुप्तिसमित्यनुल्लङ्घनरूपो 'भाव: ' परिणामो भवतीत्युत्तरेण योगः । क्व सतीत्याह – गुणस्थाने, हंदीति पूर्ववत्, 'चरणरूपे' चारित्रलक्षणे भवति 'विशिष्टक्षयोपशमयोगतो' विशिष्टो वज्राश्मवदत्यन्तनिबिडो यश्चारित्रमोहस्य क्षयोपशमः क्षयविशेषस्तद्योगात्, 'भव्यसत्त्वानां' समासन्नीभूतनिर्वृतिगमनानाम् । ये हि निवृत्तचारित्रमोहात्मानो महासत्त्वा मुनयः स्युस्त एव प्राणप्रहाणेऽपि न समितिगुप्तिभङ्गभाजो भवन्तीति ॥६६३ ॥
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy