SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૨ ૨૦૧ મને જણાવ્યું હે ભદ્ર! સ્વયવંર મંડપમાં જે ઢોલને વગાડે તેની તારે પત્ની થવું. તેની વાણી સાંભળવાથી ખુશ થયેલી મેં તમોને વરમાળા આરોપી (પતિ કર્યા). રોહિણીની સાથે ઉત્તમભોગો ભોગવતો રહે છે ત્યારે ક્યારેક અર્ધ રાત્રિએ રોહિણીએ હાથી વગેરે ચૌદ સ્વપ્નોમાંથી ચાર સ્વપ્નો જોયો. કાળક્રમે ઉત્તમ પુત્રને જન્મ આપ્યો. આ આનંદદાયક છે એટલે પરમોત્સવપૂર્વક તેનું નામ “રામ” કરાયું. પછી કાળક્રમે વસુદેવ વૈતાદ્યપર્વત ઉપર અપ્સરા સમાન ઘણાં લાવણ્યવાળી ઘણી કન્યાઓને પરણ્યો. ક્યારેક યાદવો સંબંધી નગરમાં આવ્યો અને મૃત્તિકાવલી નગરીમાં દેવકપુત્રી દેવકીની કાનને આનંદકારી ચેષ્ટાને સાંભળી. તેને મેળવવા સ્પૃહાવાળો થઈ તૈયાર રહે છે તેટલામાં ત્યાં નારદ આવ્યો, તેની પૂજા કરી દેવકીનું રૂપ પૂછ્યું અને ખુશ થયેલા તેણે વિસ્તારપૂર્વક તેની પ્રશંસા કરી. પછી કુતૂહલ પ્રિય નારદ તે નગરીમાં દેવકી પાસે જઈને વસુદેવના ઘણાં ગુણો તેની પાસે એવી રીતે વર્ણવ્યા જેથી દેવકીનો કામદેવ શુભિત થયો. પછી પુત્રીના ચિત્તને જાણતા દેવકરાજાએ વસુદેવને બોલાવ્યો. વસુદેવ કેસની સાથે ગયો અને શુભદિવસે દેવકીને પરણાવી અને એક ભારથી અધિક સોનું, વિચિત્ર પ્રકારના મણિઓનો ઢગલો અને નંદગોવાળ વડે રક્ષણ કરાયેલી ક્રોડ ગાયો આપી. તેને શ્રીવત્સથી અંધકૃત છાતીવાળો, તમાલપત્ર જેવી શ્યામ કાંતિવાળો, સાત સ્વપ્નોથી સૂચિત કૃષ્ણ નામે પુત્ર થયો. તે પુત્ર પરમ યુવાન થયો ત્યારે તેણે કંસનો ઘાત કર્યો. આ વૃત્તાંત ઘણાં વિસ્તારવાળો હોવાથી અહીં કહ્યો નથી. કંસનો સસરો જરાસંધ અધિક ક્રોધે ભરાયો ત્યારે ભય પામેલા યાદવો સૌર્યપુરીને છોડીને પશ્ચિમ કાંઠે ગયા. અનેક ક્રોડ કુળોની સાથે હરિએ ત્યાં ઉપવાસ કર્યો અને લવણસુમદ્રના અધિષ્ઠાયક દેવ પાસે વસવાટ ભૂમિની માગણી કરી. ત્યાં ઇદ્રની આજ્ઞાથી ધનદે સુવર્ણમય નગરી બનાવી આપી. પુત્ર-પૌત્રાદિથી વસુદેવનો વંશ કોઈ તેવી વૃદ્ધિને પામ્યો જેથી તેણે વંશના પિતામહ પદને પ્રાપ્ત કર્યું. જે પૂર્વભવમાં આરાધેલા વિશુદ્ધ અભિગ્રહનું ફળ છે. તે ફળ સુભગલોકના સમૂહમાં શિરોમણિ સમાન વસુદેવને પ્રાપ્ત થયું. મારા વડે વસુદેવના ચારિત્રનો અંશ જે કહેવાયો છે તે નંદિષણનો ભવાંતર છે અને તે અહીં પ્રસંગથી પ્રાપ્ત થયેલ છે. નંદિષણનું ચરિત્ર સમાપ્ત થયું. હવે ચોથા ઉદાહરણને કહે છે ચોથી સમિતિ ઉપર સોમિલમુનિનું ઉદાહરણ એક બ્રાહ્મણ જાતિનો સોમિલ નામનો મુનિ કોઈક ગુરુકુલવાસમાં વસતો હતો અને તે સ્વભાવથી જ આદાન ભાંડ માત્ર નિક્ષેપણા સમિતિમાં ઉપયોગવાળો હતો. આ પ્રમાણે કાળ પસાર થાય છે ત્યારે ક્યારેક સાંજે ગુરુએ કહ્યું કે હે ભદ્ર! સવારે બીજે ગામ વિહાર કરવાનો પ્રસંગ આવ્યો છે. તેણે ગુરુની સાથે બીજે ગામ વિહાર કરવાના નિમિત્તે પાત્ર
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy