SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ ઉપદેશપદ: ભાગ-૨ બળાત્કારે લઈ લીધી. ગુસ્સાના અતિરેકથી દાસીએ કહ્યું: તું અપલક્ષણો છે તેથી ઘરમાં પૂરી રખાય છે. તેના કડવા વચન સાંભળીને ધીમેથી તેને પૂછ્યું: હે ભદ્ર! આ શું હકીકત છે તે મને જણાવ. તેણે પણ કહ્યું: તારા તરફથી નગરની સ્ત્રીઓની અણછાજતી પ્રવૃત્તિ થઈ એટલે સ્વામીએ તને ઘરમાં ગોંધ્યો છે. પછી ખેદ પામેલા લાંબા સમય સુધી તેણે ચિત્તમાં આ પ્રમાણે ચિંતવ્યું. મારી પ્રવૃત્તિ નિષ્કલંક હોવા છતાં નગરલોકો તરફથી મારો અસહ્વાદ કેમ થયો ? તેથી હું કોઈ એક દિશામાં જાઉં જેથી ત્યાં ગયેલા મને નગરનો લોક જોઈ ન શકે. જગતબંધુ સૂર્ય અસ્ત પામ્યો ત્યારે અંધકારનો સમૂહ વ્યાપ્યો અને ઘુવડોનો સમૂહ સજ્જ આંખવાળો થયો. કમળોનો સમૂહ સંકોચ ભાવને પામ્યો, અર્થાત્ પ્લાન થયો. સાંજના સમયે નગરનો દરવાજો બંધ થયો. માર્ગો નિર્જન થયા ત્યારે કોઈથી નહીં જોવાતો નગરમાંથી નીકળી ગયો. નગરના દરવાજે મૃતકને બાળીને વસ્ત્રખંડમાં તેણે આ પ્રમાણે લખ્યું. જેનું પરાક્રમ પ્રસિદ્ધ છે એવા સમુદ્રવિજય વગેરે રાજાના નાના ભાઈએ કોલસા જેવા કાળા, શલ્યથી પણ મોટા જનાપવાદના દુઃખથી પીડાયેલા અહીં સળગતા અગ્નિમાં ઝંપાપાત કર્યો છે. નગરની શેરીના દરવાજે વંશખંડમાં લટકીને જ્વાળામાં પૃપાપાત કર્યો છે. ત્યાંથી પાછલા પગે ઉતાવળથી નીકળી ગયો. પૂર્વે ઘરે રહેલા તેણે શરીર-વર્ણ-ભાષા (અવાજ) આદિનો ભેદ કરનારા ઔષધોની ગુટિકા બનાવીને રાખી હતી તેના પ્રભાવથી વસુદેવ ન ઓળખી શકાય એવો થયો. છુપાવાયું છે પોતાનું રૂપ જેના વડે એવો વસુદેવ કયારેક, કોઇથી ક્યાંય પણ ઓળખાયો નહીં. સાચા માર્ગને નહીં જાણતો જવાની ઈચ્છાથી ચાલવા લાગ્યો. લાંબા સમય પછી માર્ગ મેળવ્યો. પિતા એવા રાજા વડે પતિના ઘરેથી પોતાના ઘરે લઈ જવાતી સ્ત્રીવડે સુંદર તારુણ્યવાળો વસુદેવ કોઈક રીતે જોવાયો અને તેણે કહ્યું છે તાત! આને રથમાં બેસાડી લો. રાજાએ તેમ કર્યો છતે તેઓની સાથે જ આગળના ગામમાં પહોંચ્યો પછી સંધ્યાકાળ થયો ત્યારે વસુદેવને ભોજન કરાવ્યું. પછી વસુદેવ ગામના મધ્યભાગમાં આવેલા યક્ષના મંદિરે ગયો અને તે દિવસે ગામમાં ચર્ચાયેલી વાર્તાને તેણે લોક પાસેથી સાંભળી કે સૌર્યપુરમાં અંધકવૃષ્ણિના પુત્રોમાંથી સૌથી નાના પુત્રે આજે અગ્નિમાં પ્રવેશ કર્યો છે. પછી અંતઃપુર સહિત યાદવો વત્સ નિમિત્તે મહાક્રન્દ કરવા લાગ્યા. તું આવા મૂઢજનને ઉચિત કરવા કેમ પ્રવૃત્ત થયો? હે વત્સ! સ્વપ્નમાં પણ તારું કંઈ ખરાબ કર્યું નથી. પ્રતિદિન શ્રેષ્ઠ-શ્રેષ્ઠ બતાવાઈ છે પ્રિય ચેષ્ટા જેનાવડે એવો આ સર્વ પણ લોક તારા ગુણનો વત્સલ હતો. આ પ્રમાણે લાંબા કાળ સુધી આક્રંદ કરીને પ્રેતક્રિયા કરી શોક સહિત ચિત્તથી, મલિન મુખથી લોક નગરમાં પાછો ગયો. (૪૭)
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy