SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૨ ૧૯૪ યોગ્ય! હું વેયાવચ્ચ કરનારો છું એમ નામ માત્રથી જ હું સંતોષ પામે છે. હું ઉપકારી સાધુ છું એવા નામ માત્રથી ફુલાય છે તથા ભોજન કરીને અહીં આવ્યો છે. મારી આવી અવસ્થા જુએ છે છતાં તું ભોજન ક૨વાનો લોભી થયો ? જે દુર્જનની ગાળો આક્રોશ, વધ, આરોના માર, તર્જનાઓ ભય-ભૈરવ શબ્દો, અટ્ટહાસ અને સુખ-દુઃખોને સમભાવે સહન કરે છે તે ભિક્ષુ કહેવાય છે.” આ સૂત્રના વચનથી ભાવિત થયેલ અંતઃકરણવાળો નંદિષણ કઠોર પણ વાણીને અમૃત જેવી માનતો વ્યાકુળ (દુઃખી) થયો અને સંભ્રાત થયેલો તેના પગમાં પડી ખમાવે છે કે મારા એક અપરાધને ક્ષમા કરો, ફરી આવું નહીં કરું. પછી પોતાની વિષ્ઠા અને મૂત્રથી લેપાયેલા સાધુને ધોવે છે. અને કહે છે- તમે અહીંથી ઊઠો, બીજે સ્થાને જઇએ. વસતિની અંદર પહોંચીને હું તમને જલદીથી નિરોગી કરીશ. પછી તે કહે છે—હું ગ્લાન આ સ્થાનથી ડગલું ચાલવા સમર્થ નથી. નંદિષણ કહે છે–મારી પીઠ ઉપર તમે આરૂઢ થાઓ. પછી તે આરૂઢ થયા અને તેની પીઠ ઉપર મરેલા અને કોહવાઇ ગયેલા શિયાળ-બિલાડી આદિના કલેવર કરતા વધારે પ્રતિકૂળ ગંધવાળો અત્યંત અશુચિમય મળ-મૂત્રનો રેલો છોડ્યો. અત્યંત અસાધારણ સ્પર્શવાળો હોવાથી પીઠપ્રદેશ પોતાને પીડા કરે છે. આથી વાણીથી બોલે છે કે હે મુંડિયા! તને ધિક્કાર થાઓ. તેં મારા મળ-મૂત્રના વેગનો નિરોધ કર્યો, જેથી હું તારાવડે દુઃખી કરાયો, એમ પગલે પગલે વિવિધ પ્રકારે આક્રોશ કરે છે. છતાં પણ ભગવાન (નંદિષણમુનિ) જે કરે છે તેને કહે છે. તે કઠોરવાણીને મનમાં લેતો નથી. કઠોરવચન બોલનાર સાધુની કે દુર્ગંધિ અશુચિની નિંદા કરતો નથી. તો પછી શું કરે છે? તેને કહે છે. તેના મળ-મૂત્રાદિને અમૃતની જેમ પવિત્ર માને છે, મેં અનુચિત આચરણ કર્યું તે મારું પાપ મિથ્યા થાઓ એમ બોલે છે. તથા વિચારે છે—અન્ન-પાન દાનાદિ રૂપ કયું કાર્ય આનું કરું? આ સાધુને કેવી રીતે સમાધિ થાય? તે દેવે ભોજનનો અંતરાય, એષણાનો વિદ્યાત, નિષ્ઠુર આક્રોશાદિ વિવિધ પ્રકારે નંદિષેણ મુનિને ક્ષોભાયમાન કરવા ઘણો પ્રયત્ન કર્યો તો પણ તે શક્તિમાન (સફળ) ન થયો ત્યારે અહો! તારું જીવિતવ્ય સફળ છે, એમ વાણીથી તેની પ્રશંસા કરીને દેવ ગયો. નંદિષણ પોતાના ઉપાશ્રયે આવ્યો. ગુરુને યથાહકીકત જણાવી ત્યારે ગુરુએ પ્રશંસા કરી કે તું ધન્ય છે. હવે પ્રસ્તુતની યોજના કરતા કહે છે. જેવી રીતે તે નંદિષેણ સાધુએ પાનશુદ્ધિ રૂપ એષણાને મિલન ન કરી. તેમ સર્વે પણ સાધુઓએ સદા એષણાશુદ્ધિમાં અદીનભાવથી સૂત્રાનુસાર ઉપયોગવાળા બનવું જોઇએ. ૬૩૯ (૩૨)
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy