SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૨ ૧૭૫ સોમા કહે છે કે એકાંત ઝુંટણવણિક જેવા બધા જીવો હોતા નથી. શાથી? કોઈક જીવ બુદ્ધિશાળી પણ હોય છે. બહુ કારણ અર્થમાં વપરાયો છે. અર્થાત્ બીજા કેટલાક બુદ્ધિશાળી પણ હોય છે. અને આ વિશે ગોબર વણિકનું દૃષ્ટાંત છે. (પ૬૧) તેને જ બતાવે છે. વિશ્વપુરી નગરીમાં પ્રસિદ્ધ દત્ત નામનો વહાણવટી હતો. હવે કેટલોક કાળ ગયા પછી તે ગરીબ થયો. પછી પરલોક જતી વખતે (મરણ વખતે) પિતાએ તેને જે શિખામણ આપી હતી તેનું સ્મરણ થયું. તે ઉપદેશને જ બતાવે છે. અભેદ્ય મંજૂષાદિ સ્થાનમાં (પ૬૨) જે તાંબાની કરંડી છે તેમાં પટ્ટક છે અને તે ગૌતમીપવિશેષમાં જ ઉકરડાના કચરો ઠાલવવો. ત્યાં તેમ કરે છતે રત્નઘાસ ચરનારી ગાયનું દર્શન થશે. પછી તે ગાયોના છાણમાથી રત્નો થશે એ પ્રમાણે પટ્ટકમાં લખેલું છે. (પ૬૩) આ પટ્ટકલિખિત હકીકતને જાણીને પછી નગરીમાં જ ત્રણ-ચાર રસ્તે જે થયું તેને બતાવે છે- મારી પાસે બુદ્ધિ છે પણ ધન નથી. આ ગ્રહિલ થયો છે એમ માનીને લોકોએ તેની ઉપેક્ષા કરી. રાજાએ આના કથાનકને સાંભળ્યું. (પ૬૪) તેને બોલાવીને કહ્યુંઃ તું મારી પાસેથી ધન લઈ જા. પછી તેણે એક લાખ દીનાર ગ્રહણ કર્યા. પછી તેણે ગૌતમદ્વીપને જાણનારા ખલાસીને શોધ્યો. કચરાથી વહાણ ભર્યું. (પ૬૫) અને આ પ્રમાણે તેણે કર્યું ત્યારે લોક હસ્યો, અહો! ગ્રહથી ગ્રહણ કરાયેલની પ્રવૃત્તિ જુઓ! તે દ્વીપમાં ગયો. અને ત્યાં કચરો ઠાલવ્યો. તેમ કરાય છતે ગાયનું દર્શન થયું અને વહાણોને છાણથી ભર્યા. (૫૬૬) પોતાના નગરે પાછો આવ્યો. પછી રાજાને મળ્યો. શું દ્વીપાંતરથી તારા વડે કંઈ લવાયું છે ? એમ રાજપ્રશ્ન થયો ત્યારે દત્તે કહ્યું: હે દેવ! ગોબર લઇ આવ્યો છું. રાજાએ કહ્યું: તારા કરને માફ કર્યું છે. આપની કૃપા થઈ એમ કહ્યા પછી લોક તેના ઉપર હસ્યો. પછી ભાંડ સામાન પોતાના ઘરે લઈ ગયો. (૫૬૭) સમયે છાણના પિંડને બાળ્યો ત્યારે રત્નો પ્રગટ થયા. પછી રત્નોને વેંચીને અન્નાદિ સંબંધી પરિભોગની પ્રાપ્તિ થઈ. આ પ્રમાણે લોકપૂજત્વ પ્રાપ્ત કર્યું. લોકના ઉપહાસની અવગણના કરીને કાર્યમાં જે નિશ્ચય (શ્રદ્ધા) હતો તેનાથી તેણે કલ્યાણ પ્રાપ્ત કર્યું. (પ૬૮) પટ્ટક સમાન આજ્ઞા છે એમ અહીં પણ ધર્મવિષયમાં પોતાની બુદ્ધિથી સત ઉદાહરણથી યથાવિષય યથાયોગ્ય ઘટાવવો. તે આ પ્રમાણે–પટ્ટકસમાન આજ્ઞા છે, પિતાના સ્થાને ગુરુ છે, ઉપહાસના સ્થાને અન્યલોકના વાદો છે, ગ્રહિલપણાના સ્થાને લોકમાં સ્વપ્રકાશક જ્ઞાન છે. રત્નસ્થાને ધર્મ છે. (૫૬૯)
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy