SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ ઉપદેશપદ : ભાગ-૨ - તેથી અવિરત સમ્યગ્દષ્ટિ વગેરેના જે પ્રધાને (=ભાવ) સૂત્રયોગો છે તે નિશ્ચયથી અને વ્યવહારથી પણ તાત્ત્વિક જ છે. પણ જે સૂત્રયોગો સદ્ધોધનું કારણ બને છે તે સૂત્રયોગો વ્યવહારથી જ તાત્વિક છે. (૩૭૨) कुत एतदेवमिति चेदुच्यतेविसयपडिहासमित्तं, बालस्सेवक्खरयणविसयंति । वयणा इमेसु णाणं, सव्वत्थण्णाणमो णेयं ॥३७३॥ 'विषयप्रतिभासमात्रम्'-इह स्पर्शनरसनघ्राणचक्षुःश्रोत्राणीन्द्रियाणि, स्पर्शरसगन्धरूपशब्दास्तेषामर्थाः, ततो विषयस्येन्द्रियगोचरस्य प्रतिभासोऽवबोधः स एव केवलस्तद्गतगुणदोषविमर्शविकलो विषयप्रतिभासमात्रं 'बालस्येव' शिशोरिव । 'अक्षरत्नविषयं' अक्षश्चन्दनको रत्नं पद्मरागादि, अक्षरत्ने, ते विषयो यस्य तत्तथाविधज्ञानमित्युत्तरेण योगः। इतिः पूरणार्थः । वचनाद' द्रव्यश्रुतयोगरूपात् । एष्वभिन्नग्रन्थिषु जनेषु ज्ञानमवबोधः शब्दार्थमात्रगोचरमेव तद्गतोहापोहशून्यं 'सर्वत्र' जीवादी विषये; किमित्याह- अज्ञानमेव ज्ञानफलस्य हेयोपादेयविभागस्य तात्त्विकस्याમાવાયામતિ રૂ૭રૂા આ આ પ્રમાણે કેમ છે એમ તમે પૂછતા હો તો તેનો ઉત્તર કહેવામાં આવે છે– ગાથાર્થ–અભિન્નગ્રંથિ જીવોમાં દ્રવ્યશ્રતયોગથી જીવાદિ સર્વ પદાર્થો વિષે થતું જ્ઞાન બાળકને અક્ષ અને રત્નના વિષયમાં થતા જ્ઞાનની જેમ માત્ર વિષયપ્રતિભાસ છે (આથી જ) તે જ્ઞાન અજ્ઞાન જાણવું. 1 ટીકાર્થ–માત્ર વિષયપ્રતિભાસ- સ્પર્શન, જીભ, નાક, આંખ અને કાન એ (પાંચ) ઇંદ્રિયો છે. તેમના વિષયો અનુક્રમે સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દ છે. પ્રતિભાસ એટલે બોધ. ઈદ્રિયોના વિષયોનો બોધ તે વિષયપ્રતિભાસ. વિષયોમાં રહેલ ગુણ-દોષના વિચાર વિના કેવળ વિષયોનો બોધ તે માત્ર વિષયપ્રતિભાસ. આ વિષે બાળકનું દૃષ્ટાંત છે. બાળકને થતો અક્ષ અને રત્નનો બોધ માત્ર વિષય પ્રતિભાસ હોય છે. બાળક અક્ષ અને રત્નને સમાનરૂપે જુએ છે. અક્ષનું વિશેષ મૂલ્ય નથી, રત્ન મૂલ્યવાન છે, એવા ભેદનું તેને જ્ઞાન હોતું નથી. બાળક તે તે વસ્તુને જુએ છે એથી તેને તે તે વસ્તુનો બોધ થાય છે. પણ આ વસ્તુ હિતકર છે અને આ વસ્તુ અહિતકર છે એવો બોધ હોતો નથી. આથી તે સર્પને જુએ તો સર્પથી દૂર ભાગવાના બદલે સંભવ છે કે સર્પને પકડવા દોડે.) ૧. અહીં પ્રધાન શબ્દનો ભાવ અર્થ છે. અવિરત સમ્યગ્દષ્ટિ વગેરેને ભાવથી સૂત્રયોગો હોય છે. ૨. અક્ષ સમુદ્રમાં ઉત્પન્ન થતા હીન્દ્રિય જીવનું ક્લેવર છે. વર્તમાનમાં તેમાંથી સ્થાપનાચાર્ય બનાવવામાં આવે છે.
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy