SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ ઉપદેશપદ : ભાગ-૨ આ રીતે બુદ્ધિની વિદ્યમાનતામાં જીવો વ્રતપરિણામના ફળને સંપૂર્ણપણે પામે જ છે. (આથી અનાભોગમાં પણ બુદ્ધિના ફલની અપેક્ષાએ નિયમા બુદ્ધિમાન હોય એ સિદ્ધ થયું.) (૫૪૬) अत्रैव हेतुमाहचरणा दुग्गतिदुक्खं, न जाउ जं तेण मग्गगामी सो । अंधोव्वसायरहिओ, निरुवद्दवमग्गगामित्ति ॥५४७॥ चरणाच्चारित्राद्देशतः सर्वतो वा परिपालिताद् ‘दुर्गतिदुःखं' नारकतिर्यक्कुमानुषकुदेवत्वपर्यायलक्षणमशर्म नैव 'जातु' कदाचिजीवानां सम्पद्यते 'यद्' यस्मात्, "तेन' कारणेन 'मार्गगामी' निर्वाणपथानुकूलप्रवृत्तिः स व्रतपरिणामवान् जीवः । दृष्टान्तमाह-अन्धवच्चक्षुर्व्यापारविकलपुरुष इव। असातरहितो'ऽसवैद्यकर्मोदयविमुक्तो 'निरुपद्रवमार्गगामी' मलिम्लुचादिकृतविप्लवविहीनपाटलिपुत्रादिप्रवरपुरपथप्रवृत्तिमान् भवतीति । यथा असातरहितोऽन्धो निरुपद्रवमार्गगामी सम्पद्यते, तथा चारित्री व्यावृत्तविपर्यासतया दुर्गतिपातलक्षणोपद्रवविकलो निर्वृतिपथप्रवृत्तिमान् स्यादिति પ૪૭ અહીં જ હેતુને કહે છે ગાથાર્થ– જેવી રીતે અસાતાથી રહિત અંધપુરુષ ઉપદ્રવરહિત માર્ગે જાય તેમ શ્રત પરિણામવાળો જીવ માર્ગગામી હોય. કારણ કે ચારિત્રથી ક્યારેય દુર્ગતિનું દુઃખ ન થાય. - ટીકાર્થ– અસાતાથી રહિત- અસતાવેદનીય કર્મના ઉદયથી મુક્ત. આવો જીવ ઉપદ્રરહિત માર્ગે જાય. ચોર વગેરેથી કરાયેલા ઉપદ્રવથી રહિત હોય તેવા પાટલિપુત્ર વગેરે શ્રેષ્ઠ નગરના માર્ગે પ્રવૃત્તિ કરનારો થાય. માર્ગગામી હોય- મોક્ષમાર્ગને અનુકૂળ પ્રવૃત્તિ કરનારો હોય. ચારિત્રથી- દેશથી કે સર્વથી પાળેલા ચારિત્રથી. દુર્ગતિનું દુઃખ– નરક ગતિ, તિર્યંચ ગતિ, કુમનુષ્યભવ, કુદેવભવ રૂપ દુર્ગતિનું દુઃખ. જેવી રીતે અસાતાથી રહિત અંધ પુરુષ (સાતાવેદનીય રૂપ પ્રબળ પુણ્યોદયના પ્રભાવથી) ઉપદ્રવથી રહિત માર્ગે જનારો થાય, તેમ ચારિત્રી (ચારિત્રાવરણીય કર્મના ક્ષયોપશમના પ્રભાવથી) વિપર્યાસ(=મિથ્યાજ્ઞાન) દૂર થવાથી દુર્ગતિપાતરૂપ ઉપદ્રવથી રહિત બનીને મોક્ષમાર્ગને અનુકૂલ પ્રવૃત્તિ કરનારો હોય. (૫૪૭)
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy