SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૨ ८ तस्य तदेककारणत्वात् । तदनु 'इतो'ऽध्यात्मात् 'समालोचो' विमर्शश्चिकीर्षासारो 'हंदि' इत्युपप्रदर्शने, अनुष्ठानगतस्तच्चित्रक्रियाकाण्डविषयः प्रवर्त्तते । 'ततश्च' तस्मादेवालोचात् तदनुष्ठानं नियमतो भवति, तस्य तदवन्ध्यहेतुत्वादिति ॥ ३६९ ॥ આ અધ્યાત્મ જેનાથી થાય છે અને અધ્યાત્મથી જે પ્રવર્તે છે=થાય છે તેને જણાવે છે— ગાથાર્થ- સદા શુદ્ધાજ્ઞાયોગથી આ અધ્યાત્મ થાય છે. એ અધ્યાત્મથી અનુષ્ઠાનસંબંધી વિચાર થાય છે. એ વિચારથી તે અનુષ્ઠાન નિયમા થાય છે. ટીકાર્થ—સર્વકાળે અધ્યાત્મ શુદ્ધાજ્ઞાયોગથી જ થાય છે, બીજા કોઇપણ પ્રકારથી થતું નથી. કારણ કે અધ્યાત્મનું એક શુદ્ધાશાયોગ જ કારણ છે. એ અધ્યાત્મથી વિવિધ પ્રકારના ક્રિયાસમૂહ અંગેનો વિચાર થાય છે, તે વિચારમાં કરવાની ઇચ્છાની પ્રધાનતા હોય છે, અર્થાત્ અમુક અમુક અનુષ્ઠાન હું કરું એમ અનુષ્ઠાન કરવાની જે ઇચ્છા તે ઇચ્છાની પ્રધાનતા હોય છે. એ વિચારથી તે અનુષ્ઠાન નિયમા થાય છે. કારણ કે જેમાં ક૨વાની ઇચ્છા પ્રધાન છે તેવો વિચાર અનુષ્ઠાનનું અવંધ્ય (=નિષ્ફળ ન જાય તેવું) કારણ છે. અધ્યાત્મનું સ્વરૂપ પૂર્વની ગાથામાં જણાવી દીધું છે. (૩૬૯) अयं च शुद्धाज्ञायोगो यथा भवति, तद् दर्शयति एसो उ तहाभव्वत्तयाए संजोगतो निओगेण । जायति भन्ने गठिम्मि अन्नहा णो जतो भणियं ॥ ३७० ॥ 'एष' शुद्धाज्ञायोगः पुनस्तथाभव्यतया उक्तरूपतया 'संयोगात्' सम्पृक्तभावाद् 'नियोगेन' नियमेन जायते जीवानाम् । कीदृशे कस्मिन्नित्याह- 'भिन्ने'ऽपूर्वकरणवज्रसूच्या सम्पन्नच्छिद्रे कृते 'ग्रन्थौ' घनरागद्वेषपरिणामरूपे । अन्यथा ग्रन्थिभेदाभावे सति 'नो' શૈવ, મહામોહસન્નિપાતોષહતત્વાન્ । યતો મળતમામે રૂ૭૦૫ આ શુદ્ધાશાયોગ જે રીતે થાય છે તે વિગતને જણાવે છે– ગાથાર્થ—તથાભવ્યત્વના સંયોગથી ગ્રંથિભેદ થતાં નિયમા શુદ્ધાશાયોગ થાય છે. ગ્રંથિભેદ વિના શુદ્ધાશાયોગ થતો નથી. કારણ કે આગમમાં આ (=હવે પછીની ગાથામાં કહેવાશે તે) કહ્યું છે. ટીકાર્થ—તથાભવ્યત્વનું સ્વરૂપ પૂર્વે (૧૬૩મી ગાથામાં) કહ્યું છે. તથાભવ્યત્વના સંયોગથી અપૂર્વકરણરૂપ વજ્રની સોયથી ઘનરાગ-દ્વેષના પરિણામ રૂપ ગ્રંથિમાં છિદ્ર કરાયે છતે જીવોને નિયમા શુદ્ધાશાયોગની પ્રાપ્તિ થાય છે. ગ્રંથિનો ભેદ થયા વિના શુદ્ધાજ્ઞાયોગની પ્રાપ્તિ થતી નથી. કારણ કે મહામોહરૂપ સન્નિપાતથી શુદ્ધાજ્ઞાયોગ હણાયેલો છે. આ વિષે આગમમાં નીચેની ગાથામાં જે કહેવાશે તે કહ્યું છે. (૩૭૦)
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy