SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ ઉપદેશપદઃ ભાગ-૨ એમ વિચારે. આમ વિચારીને જેમાં ગુણ વધારે હોય તેવી પ્રવૃત્તિ કરે, અથવા દોષ ઓછો હોય તેવી પ્રવૃત્તિ કરે. યથાવસ્થિત જ-જે પ્રમાણે વસ્તુસ્થિતિ હોય તે પ્રમાણે જ વિચારે. અર્થીપણાના અતિરેકથી વિપર્યાસભાવને પામીને વિદ્યમાનપણ દોષની અધિકતાને ન જાણે એવું ન બને. સમ્યક્ પ્રવર્તે-તપશ્ચર્યા વગેરે સર્વકાર્યોમાં પરિશુદ્ધ ઉપાયપૂર્વક પ્રવર્તે. ઘણી=અનુબંધનો ક્ષય ન થવાના કારણે ઘણી, અર્થાત્ તે જ વખતે ઘણી નિર્જરા થાય એમ નહિ, કિંતુ કર્મનિર્જરાનો અનુબંધ ચાલે. તાત્પર્યાર્થ-બૃતપરિણામ વિદ્યમાન હોય ત્યારે તપશ્ચર્યા વગેરે સર્વકાર્યોમાં પ્રવૃત્તિ કરતાં પહેલાં ગુણ-દોષના અલ્પબદુત્વનો બરોબર વિચાર કરે. એવો વિચાર કર્યા પછી જેમાં ગુણ વધારે થાય તેવી પ્રવૃત્તિ કરે અને તે તે કાર્યનો જે પરિશુદ્ધ ઉપાય હોય તે ઉપાય કરવા પૂર્વક કરે. આ રીતે પ્રવૃત્તિ કરવાથી વર્તમાનમાં તો ઘણી નિર્જરા થાય જ, કિંતુ ભવિષ્યમાં પણ તેની પરંપરા ચાલે. વ્રત પરિણામ ન થયા હોય તેવા ઘણા જીવો લોકોત્તરમાર્ગમાં પ્રવેશેલા હોવા છતાં ગુરુ-લાઘવની ( લાભ-હાનિની) વિચારણાથી રહિત હોય છે અને એથી જ વિપર્યાસ દૂર ન થયો હોવાના કારણે તે રીતે પ્રવર્તે છે કે જેથી દિ મૂઢ બનેલા નિર્યામકની જેમ સ્વપરના અકલ્યાણનું કારણ બને છે. જેવી રીતે વહાણ કઈ દિશા તરફ જઈ રહ્યું છે એવું જેને ભાન નથી એવો નાવિક પોતાનું અને નાવમાં બેઠેલાઓનું અહિત કરે તેમ લાભ-હાનિની વિચારણાથી રહિત જૈન હોય તો પણ પોતાનું અને પોતાની નિશ્રામાં રહેલાઓનું અહિત કરે. (૫૪૧) एतदेव भावयतिपुव्विं दुच्चिन्नाणं, कम्माणं अक्खएण णो मोक्खो । पडियारपवित्तीवि हु, सेया इह वयणसारत्ति ॥५४२॥ 'पूर्वं'भवान्तरे 'दुश्चीर्णानां' ततस्ततो निबिडाध्यवसायाद् निकाचनावस्थानीतानां 'कर्मणां' ज्ञानावरणादीनामक्षयेणानिर्जरणेन 'नो' नैव मोक्षः' परमपुरुषार्थलाभस्वरूपो यतः समपद्यते, किन्तु क्षयादेव । ततः कर्मक्षयार्थिना उपसर्गाश्चैदुपस्थिताः सम्यक् सोढव्याः ।यदा कथञ्चित् सोढुं न शक्यते, तदा प्रतीकारप्रवृत्तिरपि' प्रतिविधानचेष्टारूपा 'श्रेयसी', 'इह' दुश्चीर्णकर्मणां क्षये, वचनसारा' कल्पादिग्रन्थोक्ता ग्लानचिकित्सासूत्रानु
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy