SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૨ ૧૨૯ પ્રણયભંગનો વિચાર ન કરવો. પછી શીલનો નાશ પણ ન થયો અને જૂઠી આળ પણ ન આવી તેથી પોતાને કૃતાર્થ માનતો જલદીથી ત્યાંથી નીકળી ગયો. આ નગરમાં વસતા લોકને બુધપુરુષ (પંડિત) તરત જ પારખી લે છે, લોકમાં હર્ષને ઉત્પન્ન કરનારા ગુણોથી રહિત લોકો અર્થાત્ બીજા મૂઢ લોકો મહિનાઓ વિતે છતાં ન ઓળખી શકે. વસંતઋતુનું વર્ણન– કોઈક વખત લોકમાં કામના ઉન્માદને ઉત્પન્ન કરનારી વસંતઋતુ શરૂ થઈ. જાતિવંત નવાપુષ્પોમાંથી સુગંધ પ્રસરવા લાગી. સંપૂર્ણ વનવિસ્તાર કોયલના મધુર કલકલ સ્વરોથી બહેકી ઊઠ્યો. ભોગમાં તત્પર લોકોએ ભોગો માટે ધનનો ઘણો વ્યય કર્યો. મધુર ગુંજારવ કરતા ભમરાઓ જેમાંથી પુષ્પરસનું પાન કરી રહ્યા છે એવા કમળોથી સરોવર શોભાયમાન થયું. ઘણાં વિકસિત કિસલયોથી શાલિવૃક્ષોનો સમૂહ શોભે છે. સ્થાને સ્થાને સુરભી(=સુગંધી) ફૂલોથી યુક્ત આ વસંતઋતુ સકળભુવનમાં “સુરભિ' નામથી પ્રસિદ્ધ થઈ. ચંદનવૃક્ષોની ડાળીઓ હાલવાથી સંપૂર્ણ સુગંધિત થયેલો પવન મલયાચલમાંથી નીકળેલો સમગ્ર પૃથ્વીતળને શીતળ કરે છે. ઉદ્યાનપાલકોએ દધિવાહન રાજાને પ્રણામ કરીને કહ્યું કે હે સ્વામિપૃથ્વી પર વસંતઋતુ શરૂ થઈ છે. કૌતૂહલને પામેલો રાજા મોટી સમૃદ્ધિથી યુક્ત બની શ્રેષ્ઠી વગેરે નગરના લોકોની સાથે નગરમાંથી નીકળ્યો. અભયા દેવી, પુરોહિત પત્ની કપિલા, તથા શ્રેષ્ઠી સુદર્શનની પત્ની મનોરમા શિબિકામાં બેસીને નીકળી. પોતાના શરીરની કાંતિથી દિશાના મુખને પૂરતી ચંદ્રની કળાની જેમ શોભતી, સુંદર પુત્રોથી ચારે તરફ વીંટળાયેલી, લક્ષ્મી દેવી સમાન વેશને ઘરનારી મનોરમા અભયાવડે જોવાઈ. દેવીએ કપિલાને પૂછ્યું: આ કયા પુણ્યશાળીની પત્ની છે? તત્ક્ષણ કપિલા હસી અહો! આનું આ અતિ-અદ્ભૂત છે! પતિ નપુંસક હોતે છતે લજાને છોડીને આવા પુત્રોને જન્મ આપ્યો. અભયા કહે છે તે કેવી રીતે જાણ્યું કે આનો પતિ નપુંસક છે? તેના અભિપ્રાયને ખુલ્લું કરીને પૂર્વનું ચરિત્ર પ્રકાશે છે. ફરી પણ દેવીએ કહ્યું: કામશાસ્ત્રમાં બતાવેલા વિષયોમાં એકાંતે આસક્ત થયેલા તારા જેવા જીવો માટે નપુંસક છે પણ જિનશાસનમાં અનુરક્ત થયેલ મનોરમા વિષે નપુંસક નથી, સજ્જનપુરુષનું આચરણ કરનાર સુદર્શન વિદ્યમાન હોતે જીતે “મનોરમાએ આટલા પુત્રોને જન્મ આપ્યો છે તથા લોકાપવાદથી પણ બચી ગઈ છે” એમ તે કયા આધારે કહ્યું? તેથી કપિલા વિચારે છે કે આ પૂર્વે મને ઠગી છે. આ પ્રમાણે કાર્ય વીતી ગયા પછી હવે કોઈ ઉપાય જડતો નથી. તેથી દેવીને કહ્યું. જો કે આ મારા માટે નપુંસક થયો તો શું સુકુશળ એવી તું આને પુરુષ કરવા સમર્થ છે? અભયા કહે છે કે હું આને રમાડવા શક્તિમાન ન થાઉં તો જાવજીવ સુધી અતિઅધમ ચારિત્રવાળી સ્ત્રીરૂપે જીવવું એવો નિયમ કરું છું. (૮૪)
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy