SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૨૨ ઉપદેશપદ : ભાગ-૨ શ્રેષ્ઠિજનને ઉચિત તેના વિશાળ ઘર વિષે સંબંધિત થયો અર્થાત્ દાસીવર્ગની અવર જવર તેના ઘરે થવા લાગી. દાસીવર્ગ તેના વિષે દેવીનો બહુમાન સાધનારો બન્યો, અર્થાત્ દાસીવર્ગ સુદર્શનની ઉપર દેવીને બહુમાન છે એમ પુરવાર કરી આપ્યું. ' હવે દેવીએ ક્યારેક તેને સ્વયં જ જોયો. તત્પણ રાગથી પરવશ થયેલી વિચારે છે કે- તે સ્ત્રીઓને ધન્ય છે કે જેઓ આના દર્શનરૂપી અમૃતથી પોતાને સિંચે છે અને ઉત્પન્ન થયેલા હર્ષથી પુલકિત શરીરવાળી જે સ્ત્રીઓ આના વડે પ્રેમપૂર્વક બોલાવાય તે સ્ત્રીઓ કમલના દળ જેવી આંખોવાળી સ્ત્રીઓની મધ્યમાં ધન્યતર છે. જેઓ શરદઋતુના ચંદ્રના કિરણોથી ઉજ્વળ રાત્રિઓમાં સર્વાલિંગનથી તેની સાથે રમણ કરે છે તેઓ ધન્યતમા છે. પણ મારી અધન્યતા અને અધમતા કેવી છે કે પોતાના રૂપની સુંદરતાથી જેણે કામદેવને જીતી લીધો છે એવા આનું દર્શનમાત્ર પણ ન થયું. પછી અંતરમાં સળગેલા કામરૂપી અગ્નિથી દાઝતી તે ચંદ્રની ચાંદનીમાં શિશિરઋતુમાં પાણીના જેવી શીતલ પોતાની શૈયામાં શાંતિ પામતી નથી. એક તરફ હિમાલયના શિખરની જેમ કુલલજ્જા ઓળંગી શકાય તેમ નથી. બીજી બાજુ પ્રલયકાળના અગ્નિ સમાન કામાગ્નિ બાળે છે. તેથી આ લોકોક્તિ થઈ છે કે એક બાજુ કઠોર પગના નખથી વિકરાળ વાળે છે અને બીજી બાજુ બે કાંઠે વહેતી વિકટ નદી છે. તેથી શું કરવાથી કલ્યાણ થાય એમ વિચારતી તે અતિગાઢ આસક્તિના વશથી તેની પાસે દાસીને મોકલે છે. દાસીએ કહ્યું તારું દર્શન થવાના દિવસથી મારી દેવીને સુભગ સમૂહમાં ચૂડામણિ એવા તારા વિષે પરમ પ્રીતિ થઈ છે. તેના અભિપ્રાયને જાણીને અતિદઢ શ્રેષ્ઠ શીલરૂપી કવચથી યુક્ત સુદર્શને કહ્યું જો તેનો મારા ઉપર સાચો સ્નેહ છે તો જિનેશ્વરે કહેલા ધર્મની આરાધના કરે. એમ કરવાથી આ નેહ સફળ કરાયેલો થશે. અને જે કામરાગ છે, તે સ્વપરને માટે નરકનું કારણ છે. મનુષ્યજન્મને હારી ગયેલા, કુકર્મના ભારથી ભરાયેલા રાગાંધ જીવો આંધળાની જેમ દુઃખરૂપી ઊંડા ખાડામાં પડે છે. તથા તારા કુળની પ્રતિષ્ઠાનો ભ્રશ થાય છે. પંડિતાઈના બ્રશથી અનિષ્ટ માર્ગ પ્રાપ્ત થાય છે. અને ઇન્દ્રિયોને વશ પડેલા જીવો રણમુખના=યુદ્ધના દુઃખો સમાન દુઃખોને અનુભવે છે. અગ્નિ જ્વાળાઓથી ભડભડતી અગ્નિમાં પ્રવેશ કરવો સારો પણ મલિન ચિત્તથી શીલનો નાશ કરવો સારો નથી. પોતાના શુદ્ધ ચરિત્રો જીવોને જેવું ફળ આપે છે તેવું ફળ કલ્પવૃક્ષ, ચિંતામણિ, કામધેનુ પણ આપતા નથી. સદાચરણ માત્રથી ગુણો સિદ્ધ થયે છત કોણ બુદ્ધિમાન પાપ રૂપ શાહીથી આત્માને મલિન કરે? આ પ્રમાણે નિપુણ ધર્મવચનોથી ઘણી સમજાવાઈ છતાં અંતરમાં રહેલો રાગરૂપી વિષનો મોટો ઉદ્ધાર (ઓડકાર) શાંત ન થયો. ૧. હિમાલયનું ઊંચું શિખર કોઈ રીતે ઓળંગી શકાય નહીં તેમ કુલલજ્જા ઓળંગી શકાય તેમ નથી.
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy