SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૨ ત્રિવિધ: સખ્ય સમ્પરતા હતઃ ? યત, ‘ભાવના' સંગીવર્તનક્ષTI, 'वर्णकशुद्धिः' कृष्णनीलादिवर्णकानां स्वरूपोत्कर्षरूपा तथा 'थिरवुड्डि'त्ति स्थिरत्वं वृद्धिश्च स्फारीभवनरूपा सम्पद्यत इति । 'विपर्ययो' व्यत्यासो भावनादीनां 'इतरथा' भूमिकामालिन्ये सति सम्पद्यत इति । ततः साधुरिति कृत्वा महापूजा कृता भणितं चास्तां भित्तिरियमित्थमेव भवति ॥३६६॥ વિમલ અને પ્રભાકર ચિત્રકારની કથા વિષાદ–માયા–મદ આદિથી મુક્ત થયેલા લોક જેમાં વસે છે એવું સાકેત નામનું નગર છે. તેમાં ચતુરંગબળથી યુક્ત મહાબલ નામનો રાજા છે. મંથન કરાતા સુમદ્રના પાણીમાં ઉત્પન્ન થયેલા ફીણ જેવી નિર્મળ અને વિસ્તૃત, સ્નેહીજનને નિર્મળ ફળનો લાભ કરાવાયો છે એવી કીર્તિથી જગતને ઉજ્જવલિત કર્યું. રાજ્ય કાર્ય સમાપ્ત થઈ ગયા પછી સભામાં બેઠેલા રાજાએ કોઈક વખત દૂતને પૂછ્યું: જે બીજા રાજાઓની પાસે છે તે મારી પાસે નથી એવું શું છે? દૂતે કહ્યું: હે દેવ તમારી પાસે સર્વથી કંઈક અધિક રાજ્યચિહ્નો છે પરંતુ બીજા રાજાઓને જેવી ચિત્રસભા છે તેવી તમારે નથી. મોટા જુસ્સાને ધારણ કરતા રાજાએ ચિત્રકારોની શ્રેણિ(સમૂહ)માં મુખ્ય વિમલ અને પ્રભાકર નામના બે ચિત્રકારોને બોલાવ્યા. અને કહ્યું: આ સભામાં ચિત્ર જલદીથી સારી રીતે નિર્માણ થાય તેમ કરો, જેથી તમો સર્વ આદરના સારવાળા અર્થાત્ સર્વસ્થાને આદરને પામતા લોકોના મનને હરનારા થાઓ. “એમ જ થાઓ’ એ પ્રમાણે માન્ય કરે છતે મોટા રાજસન્માનના ભાજન થયા. તત્કાળ જ ઉપસ્થિત કરી છે સર્વ ચિત્રો દોરવા યોગ્ય ઉત્તમસામગ્રી જેમાં એવી તે સભાને બે ભાગમાં વહેંચી અને વચ્ચે જાડો પડદો રાખ્યો. કેમકે એકબીજાની કુશળતા જોઈને અનુકરણ ન કરે. જેઓએ પ્રતિજ્ઞા કરી છે, અર્થાત્ ચિત્ર દોરવાનો નિશ્ચય કર્યો છે એવા તે બંને પરિવાર સહિત તે સભાને ચિતરવા લાગ્યા. વિમલે છ મહિને સભા વિચિત્ર ચિત્રવાળી બનાવી. પછી કૌતુકને પામેલા રાજાએ બંનેને પણ એકી સાથે પૂછ્યું: અરે! તમારા ચિત્રોનું કાર્ય કયાં સુધી થયું? વિમલે કહ્યું. મારું ચિત્ર સંપૂર્ણ તૈયાર થઈ ગયું છે. પોતાની દૃષ્ટિના પ્રદાનથી ક્ષણ માત્ર અનુગ્રહ કરો, અર્થાત્ આપ ચિત્ર જુઓ. પણ બીજા પ્રભાકરે કહ્યું: હે રાજન! મેં એક લીટી પણ દોરી નથી. ફક્ત ચિત્ર પરિકર્મને યોગ્ય ભૂમિ જ તૈયાર કરી છે. રાજાએ વિમલે ચિતરેલા સભાવિભાગનું નિરીક્ષણ કર્યું. ચિત્ર જોઈને રાજાને સંતોષ થયો. તેની સમુચિત પૂજા કરી. પડદાને દૂર કરીને પ્રભાકરની સભાના ભાગને રાજા જેટલામાં જુએ છે તેટલામાં વિમલે ચિત્રરેલી દિવાલના વિભાગનું સંક્રમણ થવાથી રાજાએ તરત તે ભીંતને રમ્ય સ્વરૂપવાળી જોઈ. ચિત્રકારના વચનની અસત્યતાની ૧. રાજ્યચિતો-રાજ્યની પ્રતિષ્ઠાને સૂચવનારી વસ્તુઓ.
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy