SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૧ દેશાંતરોમાં ક્રમથી ગયા. અથાગ પ્રયત્નથી તેઓએ તપાસ કરી પણ તેઓ ચાલી ગયા હોવાથી ક્યાંય પણ ભેટો ન થયો. જેમ તેઓને ફરી રત્નોની પ્રાપ્તિ થવી દુર્લભ છે તેમ મનુષ્યભવથી ભ્રષ્ટ થયેલાઓને મનુષ્યભવની પ્રાપ્તિ થવી દુર્લભ છે. अथ षष्ठदृष्टान्तसंग्रहगाथा सुमिणम्मि चंदगिलणे, मंडगरज्जाई दोण्ह वीणणओ । नाऽणुताव सुमिणे, तल्लाहसमं खु मणुयत्तं ॥११॥ ૪૫ अथ गाथाक्षरार्थः - स्वप्ने इति द्वारपरामर्शः, 'चन्द्रग्रसने' स्वप्ने इव चन्द्रपानलक्षणे સતિ ‘મજુરાજ્યે’ ૩રૂપે સંપન્ન ‘યો:' રેશિમૂળહેવોઃ, ત કૃત્યારૢ'वीणणओ' त्ति स्वप्नफलव्यञ्जनात् कार्पटिकफलस्वप्नपाठककृतात् ततो देशिकेन 'ज्ञाते' व्यञ्जनप्रस्तुतस्वप्ने राज्यफलेऽवबुद्धे ऽनुतापः ' पश्चात्तापः कृतः, 'सुविणे' इति, ततः पुनरपि प्रस्तुतस्वप्नलाभाय स्वप्ने शयने प्रक्रान्ते सति 'तल्लाभसमं' प्रस्तुतस्वप्नलाभसदृशं, ઘુવધારો, ‘મનુનભં’ પ્રસ્તુતમિતિ રાo ૫ હવે છટ્ઠા દૃષ્ટાંતની સંગ્રહગાથા કહેવાય છે— 6 ચંદ્રનું પાન કરવા સ્વરૂપ સ્વપ્ર બંનેને સરખું આવ્યું હોવા છતાં એકે પ્રગટ કર્યું તેથી તેને પૂડલો મળ્યો. બીજાએ પ્રગટ ન કર્યું તેથી તેને રાજ્ય મળ્યું. આ હકીકત જાણી પહેલાને પશ્ચાત્તાપ થયો. ફરી રાજ્ય મળે તેવા સ્વપ્રની ઝંખના કરી. તો શું તેને ફરી તેવું સ્વપ્ર પ્રાપ્ત થાય ? તેમ તેવા સ્વપ્રની જેમ ફરી પણ મનુષ્યભવ દુર્લભ છે. (૧૧) મૂલદેવની કથા અવંતીદેશમાં અતિનિર્મળ વૈભવના વશથી જે સ્વર્ગપુરીને જીતવા સમુદ્યત થઇ છે તે ઉજ્જૈની નામની શ્રેષ્ઠ નગરી છે. ઉગ્ર પરાક્રમના વશથી જિતાયા છે સર્વદિશામંડલો જેના વડે એવો કલાનિપુણ જિતશત્રુ રાજા તેનું પાલન કરે છે. સમસ્ત દેશોમાં જેનો વ્યાપાર ચાલ છે એવો પર્વત જેવો સ્થિર, દાનવીર, ભોગી, મહાભાગ્યશાળી અચલ નામનો સાર્થવાહ તે નગરીમાં વસે છે. તથા તે નગરમાં લાવણ્યનો સમુદ્ર, કમળ જેવી આંખોવાળી, આવેલા લોકાના મનમાં વસનારી અર્થાત્ આવનારના ભાવને જાણનારી અને અનુસરનારી ધનથી સમૃદ્ધ એવી દેવદત્તા નામની ગણિકા વસે છે. તથા ચોર, વ્યસની, કૌતુકી, ચતુર, વિદ્વાન અને ધાર્મિકજનોમાં પ્રથમ પ્રશંસાને પામેલો, રાજકુળમાં ઉત્પન્ન થયેલો, રાજલક્ષણોથી પૂર્ણ, શ્રેષ્ઠ, કીર્તિને પામેલો એવો મૂળદેવ નામનો ધૂર્ત છે. સ્નેહના સારવાળા, નિર્દોષ વિષયસુખને ભોગવતા, દેવદત્તા ગણિકાને ખુશ કરતા તેના દિવસો પસાર થાય છે. (૭)
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy