SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૧ ૪૩ સમર્થ હતી. તે સભાના એકેક થાંભલામાં એકસો આઠ ખૂણા હતા. સર્વે ખૂણાઓ મળીને અગીયાર હજાર છસો ચોસઠ હતા (૧૧૬૬૪). આ પ્રમાણે રાજ્યનું પાલન કરતા રાજાનો ઘણો કાળ પસાર થયા પછી તેનો દુષ્ટમનવાળો પુત્ર વિચારે છે કે કોઈપણ ઉપાયથી મેળવેલું રાજ્ય સારું છે એવો જનવાદ વર્તે છે. તેથી પોતાના સ્થવિર પિતાને મારીને હું રાજ્યને ગ્રહણ કરું. અમાત્યએ તેના ભાવને જાણ્યો અને રાજાને જણાવ્યું. રાજાએ પુત્રને બોલાવીને હ્યું કે તું ક્રમની રાહ જો, અર્થાત્ આપણા વંશમાં ક્રમ પ્રમાણે રાજ્યની પ્રાપ્તિ થાય છે. હવે જો તને રાજ્ય મેળવવાની બહુ ઉતાવળ હોય તો એકેક દાવથી નિરંતર એકસો આઠ વાર જીતીને એક થાંભલો જિતાય છે એવા એકસો આઠ થાંભલા અભંગ દાવથી જીતી લે તો હું તને રાજ્ય આપું. જેવી રીતે લાંબા કાળથી પણ ૧૦૮ ખૂણાવાળા ૧૦૮ થાંભલા અખંડપણે જીતવા દુર્લભ છે તેમ સંસારના ગહન ભોગવિલાસમાં આસક્ત જીવોને ફરી મનુષ્યભવ મળવો દુર્લભ છે એમ તમે જાણો. - ગાથાનો અક્ષરાર્થ– ગૂત્તિ એ દ્વારપરામર્શ છે. કહેવાયેલ નામવાળા સ્થવિર રાજાનો પુત્ર રાજ્યનો આકાંક્ષી થયો ત્યારે પિતાએ કહ્યું. આ સભા તારા વડે જિતાયેલી ત્યારે કહેવાશે જ્યારે તું એકેક થાંભલાને ૧૦૮ વખત અખંડ દાવથી જીતી લે. પછી તું રાજ્યને મેળવવા યોગ્ય બનશે બીજી રીતે નહીં. આથી કદાચ આ (સભા જીતવી) પણ સંભવ બને પણ શુદ્ધ ધર્મની આરાધના કર્યા વિના ગુમાવી દીધેલ મનુષ્યભવ ફરી પ્રાપ્ત કરવો વધારે દુર્લભ છે એમ જાણવું. अथ पञ्चमदृष्टान्तसंग्रहगाथारयणे त्ति भिन्नपोयस्स तेसिं नासो समुद्दमज्झम्मि। अण्णेसणम्मि भणियं, तल्लाहसमं खु मणुयत्तं ॥१०॥ अक्षरार्थः । 'रयणे 'त्ति द्वारपरामर्शः, 'भिन्नपोतस्य' समुद्रदत्तवणिज इति शेषः. 'तेषां' रत्नानां रत्नद्वीपोपात्तानां नाशः 'समुद्रमध्ये'ऽभूत्, ततस्तेन वणिजा अन्वेषणे' रत्नानां प्रारब्धे यादृशो रत्नलाभो, 'भणितं' पूर्वमुनिभिः 'तल्लाभसमं "खुः' एवार्थः, ततस्तल्लाभतुल्यमेव 'मनुजत्वं' प्रस्तुतमिति ॥ હવે પાંચમા દૃષ્ટાંતની સંગ્રહગાથા કહેવાય છે ગાથાર્થ– જેનું વહાણ ભાંગી ગયું છે એવા વાણિકના સમુદ્રની અંદર પડી ગયેલા રતોને સમુદ્રમાંથી ફરી શોધવા (મેળવવા) દુર્લભ છે તેમ ગુમાવેલો મનુષ્યભવ મેળવવો દુર્લભ છે. (૧૦) ૧. નિરંતર એટલે પચ્ચીસ વખત લગલગાટ જીતી જાય પણ છવ્વીસમી વખત હારી જાય તો આગળની બધી જીતો નિષ્ફળ થયેલી જાણવી.
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy