SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૧ હર્ષપૂર્વક કુમારને ઘણા અભિનંદન આપ્યા. કયો પુરુષ જયરૂપી લક્ષ્મીનું મંદિર એવા તારા જેવો થાય ? પ્રભાત થયું એટલે કુમાર ગામ સ્વામીની રજા લઈને તેના પુત્રની સાથે રાજગૃહ તરફ ચાલ્યો. ત્યાં માર્ગમાં નગરની બહાર એક પરિવ્રાજકના ઘરે તેના પુત્રની સાથે રતવતીને મૂકીને નગરના અંદરના ભાગમાં પ્રવેશ્યો. અતિ ઘણા સેંકડો થાંભલા પર ઊભું રહેલું, નહીં ભુંસાયેલા ચિત્રોવાળું, ઊંચા શિખર પર શોભતી ધ્વજમાળાવાળું એવું એક સફેદ ઘર જોયું. તેમાં પોતાના રૂપથી દેવીઓને જીતી લેનારી એવી બે ઉત્તમ સુંદરીઓને જોઈ. કુમારને જોઈ તેઓ બોલી કે સ્વભાવથી પરોપકારી એવા તમારે અનુરક્ત ભક્તજનને છોડીને પરિભ્રમણ કરવું ઉચિત છે ? કુમારે કહ્યું કે મેં જેનો ત્યાગ કર્યો તેવો કોણ છે તે મને કહો. અમારા ઉપર કૃપા કરીને આસન પર બિરાજમાન થાઓ. આ પ્રમાણેની વિનંતિથી કુમાર આસન ઉપર બેઠો અને આદરથી ભોજન વગેરેથી સત્કાર કર્યો. સન્માન પછી તેઓએ વાતની શરૂઆત કરી કે– (૩૪૦) આ જ જંબૂદીપના ભરતક્ષેત્રમાં જેમાં ઘણાં ઝરણામાંથી પાણીનો સમૂહ ઝરી રહ્યો છે એવો વૈતાઢ્ય નામનો પર્વત છે. જે પોતાના વિસ્તાર ગુણથી પૂર્વ લવણ સમુદ્રથી માંડી પશ્ચિમ લવણ સમુદ્ર સુધી પૃથ્વીને માપવા માટે માપદંડની લીલાને ધારણ કરે છે, ઊંચાઇથી સૂર્યના માર્ગની અલના કરે છે. વિવિધ પ્રકારના મણિઓના સમૂહની પ્રભાથી અંધકારના સમૂહનો નાશ કરે છે. જ્યાં સૂર્ય કે ચંદ્રનું કોઈ મહત્ત્વ(ઉત્કર્ષપણું) રહેતું નથી. તળિયામાં વહેતી ગંગા અને સિંધુનદીના પ્રવાહથી પરિસરનો પ્રદેશ શોભે છે. સ્થાને સ્થાને મહૌષધિનો સમૂહ જોવામાં આવે છે. જ્યાં ક્રિીડારસિક વિદ્યાધરો સર્વત્ર ભોગો ભોગવી રહ્યા છે. જયાં હજારો આશ્ચર્યો દેખાય છે. જેનું મણિઓથી ચમકતું મોટી શિલાવાળું શિખર એવું શોભે છે કે જાણે પરસ્પર અથડાયેલા વાદળાઓના સમૂહમાંથી ઉત્પન્ન થયેલો વિદ્યુતનો ઉદ્યોત ન હોય ! અને જયાં ચંદ્ર રાત્રે શિખર પર રહેલી મુખ-શણગારમાં મશગુલ બનેલી વિદ્યાધર સ્ત્રીઓ માટે મણિના દર્પણની લીલાને વહન કરે છે, અર્થાત્ દર્પણનું કાર્ય કરે છે. તથા વૈતાઢ્ય પર્વત ઉપર ચંદનવનોમાં સર્પોના સમૂહો હોવા છતાં વિદ્યાધર યુગલો નિર્ભય મનથી ક્રિીડા કરે છે, કેમકે સર્પોનું ડંશ દેવાનું સામર્થ્ય મહા ઔષધિઓની ગંધથી સંધાઈ ગયું છે. જેમાં પ્રખ્યાત (ઉત્તમ) ગામ અને નગરો આવેલા છે એવી વૈતાઢ્યની દક્ષિણ શ્રેણિમાં શિવમંદિર નામના નગરમાં જ્વલનશિખી નામનો રાજા છે, જેના ચરણ રૂપી કમળો પોતાના માહાભ્યથી નમાવાયેલા સમસ્ત સામંતોના મસ્તકોના મણિના ઘણા કિરણોના સમૂહરૂપ પાણીથી નિત્ય સિંચાયેલ છે, અર્થાત્ તે રાજા ઘણો પરાક્રમી છે. તેને ચંદ્રની જ્યોના પ્રિયાની સૌભાગ્ય સંપદાનું નિધાન એવી વિદ્યુતશિખા નામની પ્રિયા છે, અમે તેની બે પુત્રીઓ છીએ. નાટ્યમત્ત અમારો મોટો ભાઈ છે. હવે કોઈ વખતે અગ્નિશિખ મિત્રની સાથે પિતા વાર્તાલાપ કરતા
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy