SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૧ ૨૯ જ નગરીની બહાર યક્ષના મંદિર પાસે વિવિધ પ્રકારના શસ્ત્રોથી ભરેલા શ્રેષ્ઠ રથ ઉપર બેઠેલી, ઘેઘુર વૃક્ષની નીચે આવીને ઉભેલી તરુણ સ્ત્રીએ તે બેને જોઈને આદરથી અભ્યથાન કરીને કહ્યું: તમે અહીં આટલા મોડા કેમ આવ્યા ? તે સાંભળીને તેઓએ કહ્યું: હે ભદ્ર ! એમ કોણ છીએ ? તે પણ કહે છે કે તમે નિશ્ચયથી બ્રહ્મદત્ત અને વરધનું છો. તે કેવી રીતે જાણ્યું ? તે સાંભળીને યુવતીએ કહ્યું: (૨૯૨) આ જ નગરમાં ધનપ્રવર નામના શ્રેષ્ઠી છે, ધનસંચયા નામની તેની સ્ત્રીની કુક્ષિમાં હું આઠ પુત્રો ઉપર પુત્રી થઈ છું. યૌવનનો ભર પ્રાપ્ત કર્યો છતાં કોઇપણ વર પસંદ ન પડ્યો. તેથી યક્ષની આરાધના કરી અને મારી ભક્તિના પ્રભાવથી યક્ષે પ્રત્યક્ષ થઈને કહ્યું: હે વત્સ! તારો પતિ બ્રહ્મદત્ત ચક્રવર્તી થશે. રતવતીએ પુછ્યું: મારે તેને કેવી રીતે ઓળખવો ? યક્ષે કહ્યું: બુદ્ધિલ અને સાગરદત્તના કૂકડાનું યુદ્ધ થયું હતું ત્યારે તે જે બ્રહ્મદત્ત નામના કુમારને જોયો હતો તે તારા મનમાં રમણ કરશે. તથા કૂકડાના યુદ્ધકાળ પછી વરધનુ સહિત જે કંઈ તમને વીત્યું છે તે યક્ષે મને કહ્યું તથા હારનું મોકલવું વગેરે કાર્ય મેં કર્યું હતું. એ પ્રમાણે વૃત્તાંત સાંભળીને કુમારે વિચાર્યું. આ મારી રક્ષામાં આદરવાળી છે, જો એમ ન હોત તો શસ્ત્રો સહિત રથ મારી પાસે કેવી રીતે લઈ આવત ? આ વિચારીને તેના વિષે અતિ રાગવાળો થયો અને રથ ઉપર આરૂઢ થયા પછી તેને ખાતરી થઈ કે આ રતવતી છે. એટલે પુછ્યું: હવે કઈ તરફ જવું છે? રત્નાવતીએ કહ્યું: મગધપુરમાં મારા પિતાના નાનાભાઈ ધને શ્રેષ્ઠીપદને પ્રાપ્ત કર્યું છે. તમારા અને મારા વૃત્તાંતને જાણીને પરમ હર્ષમાં વર્તે છે, જે આદરથી આપણું પરમ આતિથ્ય કરશે. તેથી તે તરફ પ્રયાણ કરવું. ત્યાર પછી તમને જે ગમે તે કરજો. પછી કુમાર તે નગર તરફ જવા પ્રવર્યો. વરધનુએ સારથિપણું કર્યું, પછી ક્રમથી જતો કોસંબી દેશમાંથી નીકળીને અનેક દુર્ગોને ઓળંગીને જ્યાં વૃક્ષની ડાળીઓએ સૂર્યના કિરણોને રોકી દીધા છે એવી પર્વતથી દુર્ગમ અટવામાં આવ્યા. તેમાં કંટક અને સુકંટક નામના બે ચોરોના અધિપતિઓ વસે છે. ઉત્તમ રથ અને શણગારેલ શરીરવાળા સ્ત્રીરત્નને તથા અલ્પ પરિવારવાળા કુમારને જોઈને, સનાતની સાથે બંધાયેલા કવચ પહેરીને ધનુષ્યની દોરી ખેંચીને ભિલ્લો નવાઘની ધારા સમાન બાણોનો વરસાદ વરસાવા લાગ્યા. ધીરતાનું એક ઘર, જરાપણ ક્ષોભ નહીં પામતો કુમાર પણ સિંહ હરણોનો પરાભવ કરે તેમ તત્પણ ભિલ્લોનો પરાભવ કર્યો. પડતા છે છત્રો અને ધ્વજાઓ જેની, વિવિધ પ્રકારના શસ્ત્રોના ઘાતથી ચક્રની જેમ ઘુમતા છે શરીરો જેના, નિષ્ફળ થયો છે યુદ્ધનો આરંભ જેઓનો એવા ભિલ્લો દશે દિશામાં નાચવા લાગ્યા. પછી તે જ રથવર ઉપર અરૂઢ થયેલો કુમાર જેટલામાં આગળ ચાલે છે તેટલામાં વરધનુએ કહ્યું કે તું હમણાં ઘણા પરિશ્રમને પામ્યો છે તેથી આ રથમાં એક મુહૂર્ત સુધી નિદ્રા સુખને મેળવ. પછી કુમાર અતિ સ્નેહાળ રતવતીની સાથે સૂતો. (૩૧૧) ૧. સંનાહ- સૈનિકનો લોખંડી પોશાક.
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy