SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૧ ૧૭ સેવન કરશે તેનો હું નિગ્રહ કરીશ. તે સર્વ અનાચારો નિરપેક્ષ મનવાળા માટે સર્વથા નિગ્રહ કરવા યોગ્ય છે. તે પ્રમાણે અનેકવાર નિગ્રહ કરતા અને તેમ બોલતા બ્રહ્મદત્તને જોઈને દીર્ઘ ચલણીને કહે છે કે તારો પુત્ર જે બોલે છે તે પરિણામે સુંદર નથી. તે કહે છે આ બાળભાવથી બોલે છે, પણ સદ્ભાવથી નહિ. દીર્ઘ કહે છે કે હે મુગ્ધ ! આ ખોટું નથી કહેતો, કારણ કે આ કુમાર યુવાન થયો છે, જે મારા અને તારા મરણને કરશે. તેથી કોઇપણ ન જાણે એવા ઉપાયથી આને મારવો જોઈએ. તું મને સ્વાધીન થયે છતે તને બીજા પુત્રો થશે. રતિના રાગમાં પરવશ થયેલી, આ લોક-પરલોક કાર્યમાં મૂઢચિત્તવાળી ચલણીએ આ વાત સ્વીકારી. સ્ત્રીઓના ચરિત્રોને ધિક્કાર થાઓ, કારણ કે સર્વલક્ષણને ધરનાર, લાવણ્યના ઉત્કર્ષથી જિતાયો છે કામદેવ જેના વડે અને સર્વ અવિનયથી રહિત એવા પોતાના પુત્ર વિષે આવું (પુત્રનું મરણ) ચિંતવનારી થઈ. તેના માટે તેઓએ રાજપુત્રીની સાથે સગાઈ કરી અને વિવાહની સર્વ સામગ્રીને ભેગી કરી. કુમારને રહેવા માટે સો થાંભલાવાળું, પ્રવેશ અને નિર્ગમના અતિ ગૂઢ દરવાજા છે જેમાં એવું જતુઘર' બનાવરાવ્યું. , રાજ્યકાર્યમાં કુશળ ધનુએ આ બાતમી જાણી અને તેણે દીર્ઘ રાજાને કહ્યું કે આ મારો પુત્ર વરધનુ રાજ્યના કાર્ય કરવામાં સમર્થ થયો છે તેથી મને વનમાં સાધના કરવા જવા રજા આપો જેથી હું ત્યાં જાઉં. પછી દીર્વે કપટથી કહ્યું છે અમાત્ય ! અહીં નગરમાં રહીને તું પ્રધાન પરલોક અનુષ્ઠાનને કર. આ વચનને સ્વીકારીને ધનુએ નગરના પરિસરની બહાર ગંગાના કાંઠે એક વિશાળ શ્રેષ્ઠ પ્રપા(સત્રશાળા) કરાવી. ત્યાં તે પરિવ્રાજકોને તથા ભિક્ષુકોને તથા અનેક જાતના મુસાફરોને ભદ્ર-ગજેન્દ્રની જેમ દાન દેવા માટે પ્રવૃત્ત થયો. પોતાના સન્માન દાનને પામેલા પોતાના સર્વ પુરુષોની પાસે લાક્ષાગૃહ સુધી પહોંચતી ચારગાઉ સુરંગ બનાવડાવે છે. આ પ્રમાણે સુરંગનું કાર્ય પૂર્ણ થયું ત્યારે પોતાના પરિવાર સહિત તે રાજકન્યા વિવાહ માટે જેમાં ધજા ફરકી રહી છે એવા કાંપિલ્યપુરમાં આવી. લગ્નવિધિ પૂર્ણ થઈ અને પછી રાત્રિએ વરધનુની સાથે કુમારે લાક્ષાગૃહમાં પ્રવેશ કર્યો. રાત્રિના બે પ્રહર વીત્યા પછી તે લાક્ષાગૃહને સળગાવવામાં આવ્યું. અને તે ભવનની આજુબાજુ ચારે તરફ ભયંકર કોલાહલ થયો. ખળભળેલા સમુદ્ર સમાન કોલાહલને સાંભળીને કુમારે વરધનુને પુછ્યું: અકાળે આ કયું દંગલ ઉત્પન્ન થયું છે ? વરધનુએ કહ્યું: હે કુમાર ! તારા અનર્થ માટે વિવાહનું પયંત્ર (કાવવું) રચાયું છે. આ રાજકન્યા નથી તેની સમાન કોઈ અન્ય કન્યા છે. પછી કન્યા વિષે મંદસ્નેહી કુમારે પુછયું: હમણાં શું કરવા યોગ્ય છે ? પછી વરધનુએ કહ્યું: નીચે પગથી લાત માર. કુમારે લાત મારી એટલે સુરંગનો દરવાજો મળ્યો અને તે સુરંગથી બંને જણા પણ બહાર નીકળી ગયા. અને ગંગાના તીરે સત્રશાળા પાસે પહોંચ્યા, જ્યાં પહેલા ધનુએ બે જાતિવંત ઘોડાને તૈયાર રાખ્યા હતા. તેના ઉપર આરૂઢ થયેલા તે બંને તત્ક્ષણ પચાસ યોજન દૂર નીકળી ગયા. અતિ લાંબા ૧. જતુઘર એટલે લાખનું મહેલ. જે તરત જ સળગી ઊઠે એવા વૃક્ષના રસમાંથી બને છે. ૨. હાથીના પક્ષમાં દાન એટલે મદ.
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy