SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૧ ૧૫ ઘણું વધ્યું છે એવો લોક સ્વપ્નમાં પણ પરસ્ત્રી તરફ રાગદૃષ્ટિ કરતો નથી. દાક્ષિણ્યતા ગુણનો ક્ષીરસમુદ્ર, પ્રિય બોલનાર, સ્થિર અને ગંભીર ચિત્તવાળો, ગુણીઓ પ્રત્યે જેને આદર ઉત્પન્ન થયો છે એવો અતિ ઘણો લોક તે નગરમાં વસે છે. ઉત્તમ જાતિમાં જન્મેલી, સુમનોહર, અતિવિશાળ તિલકથી યુક્ત(અથવા સારા સૌભાગ્યવાળી) ઉત્તમ પુરુષના સંગને પામેલી, મનોહર સ્તનોને ધારણ કરનારી, સારા આચરણવાળી, સુવ્રતથી યુક્ત, સરળસ્વભાવી, શીલરૂપી સુગંધને ધારણ કરનારી એવી ઘણી સ્ત્રીઓ નગરની અંદર છે અને ઉત્તમ ચમેલીના વૃક્ષો છે જેમાં, સુમનોહર, અતિવિશાળ તિલક વૃક્ષો છે જેમાં, ગોળાકારને ધારણ કરનારી, સપાટ સુંગધી ગંધોથી મઘમઘતી એવી ઉદ્યાનોની શ્રેણીઓ નગરના બહારના ભાગમાં આવેલી છે. તે નગરમાં સજનના ઘરોમાં ઉજ્વળ-સારાવર્ણવાળી અને યૌવનવાળી, દુષ્કરદ્રતનું આચરણ કર્યું છે જેમણે એવી સ્ત્રીઓ છે અને સજજનોના ઘરોમાં બીજી સંપત્તિ રૂપી સ્ત્રીઓ છે, અર્થાત્ સજજનો બીજી ઘણી સંપત્તિવાળા છે. અને તે નગરમાં જિનમંદિરોની ઉપર પ્રચંડ પવનથી ફરકતી ધજાઓ શોભે છે, જાણે કે ધર્મજનની કીર્તિઓ સ્વર્ગમાં ન ચાલી હોય ! વિપુલ સૈન્યવાળો, ઇક્વાકુ વંશમાં ઉત્પન્ન થયેલામાં શ્રેષ્ઠ અનેક આશ્ચર્યોનું ઘર સમાન એવો બ્રહ્મ નામનો રાજા તે નગરનું પાલન કરે છે. અતિપુષ્ટ, અતિદીર્ઘ અને ક્યાંય પણ ત્રુટિ વિનાની (ખામી વિનાની) ગુણોરૂપી દોરડીઓથી બંધાયેલી લક્ષ્મી (સંપત્તિ) હંમેશા સ્થિર થઈ હતી. સામથી, દંડથી, અને ભેદથી તથા અવસરોચિત દાનના પ્રદાનથી તેનો યશ ઘણે દૂર સુધી વિસ્તર્યો હતો. પ્રબળ-દુશ્મનોના ક્રોડ સૈન્યને વશમાં લેવાથી પ્રસિદ્ધિ પામેલ(વૃદ્ધિ પામેલ) છે પુરુષાર્થ જેનો એવા તે રાજાને ઘણા સ્નેહરૂપી રત્નની ખાણ સમાન ચલણી નામે સ્ત્રી હતી. તે રાજાને સ્વાભાવિક મૈત્રીભાવથી જોડાયેલા બ્રહ્મા જેવા ચારબુદ્ધિથી યુક્ત ચાર મિત્ર રાજા હતા. તેમાનો કાશીદેશનો કટક, ગજપુરનો અધિપતિ કણેરુદત્ત, કોશલ સ્વામી દીર્ઘ અને ચંપાદેશનો પુષ્પચૂલ હતા. નિષ્પાપ (નીતિપૂર્ણ) રાજ્યની ચિંતામાં ધુરંધર ધનુ નામે મહામાત્ય હતો તથા તેને પિતાના ગુણો જેવા ઘણાં ગુણોથી યુક્ત વરધનુ નામે પુત્ર હતો. તે બ્રહ્મ વગેરે પાંચે ય રાજાઓએ ગાઢ પ્રીતિના વશથી વિરહને નહીં ઇચ્છતા પરસ્પર આ પ્રમાણે વિચારણા કરી. “પાંચેય રાજ્યોમાં વારાફરતી દરેકના રાજ્યમાં પરિવારથી સહિત બધા રાજાઓએ ભેગા થઈને એકેક વરસ સાથે રહેવું.” બહુપુણ્યથી પ્રાપ્ત થયેલ ભોગસુખને ભોગવતા ઉત્કંઠિત મનવાળા એવા તેઓનો કેટલોક કાળ જલદીથી પસાર થયો પછી કોઈક વખત ક્યારેક રાત્રીના મધ્યભાગમાં ચલણી અતિફાર (ઉત્તમ) ચૌદ મહાસ્વપ્નો જુએ છે.-(૧૮) તે આ પ્રમાણે ૧. હાથી ૨. વૃષભ ૩. સિંહ ૪. અભિષેક કરાતી લક્ષ્મી ૫. ફુલની માળા ૬. ચંદ્ર ૭. ૧. “સ્વપ્નમાં પણ અહીં પણ શબ્દનો અર્થ એ છે કે જાગૃત અવસ્થામાં તો સુતરા” પરસ્ત્રી તરફ દૃષ્ટિ નથી કરતો એમ કહેવાનો ભાવ છે.
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy