SearchBrowseAboutContactDonate
Page Preview
Page 539
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૦ ઉપદેશપદ : ભાગ-૧ તેઓને દીક્ષાના ભાવ થયા અને મુનિવર પાસેથી દીક્ષા સ્વીકારી, તેથી તેઓને ઉચિત ભાવથી પરિણામ પામી. કાળ ક્રમથી તેઓ ગીતાર્થ થયા અને છઠ્ઠ અઠ્ઠમાદિ તપમાં નિરત થયા. અનિયમિત વિહારચર્યાને કરતા ગજપુર નગરમાં ગયા. બહાર ઉદ્યાનમાં ઊતર્યા અને માસખમણના પારણાના દિવસે સંભૂતમુનિ ગજપુરનગરની અંદર ભિક્ષા લેવા ગયા. ઇર્યાસમિતિપૂર્વક એક ઘરથી બીજે ઘર ફરતા સંભૂત મુનિને નમુચિમંત્રીએ જોયા. તેણે ‘આ ચાંડાલમુનિ છે' એમ ઓળખ્યા અને અપયશના ભયથી પોતાના પુરુષને મોકલીને છૂપી રીતે હણવા લાગ્યો. તપથી શોષાયેલા શરીરવાળા નિરવદ્ય સાધુચર્યાને પાળવા છતાં મુનિ હણાયા ત્યારે મુનિ ધર્મધ્યાનથી ભ્રષ્ટ થયા અને કોપાગ્નિથી પ્રજ્વલિત થયા. જેમ નવા વર્ષાદના સમયે આકાશમાં વાદળો શોભે તેમ તેના મુખરૂપી આકાશમાંથી નીકળેલા ધૂમાડાના ગોટાઓ શોભે છે. જેમ વાદળાઓમાંથી ભયંકર વીજળી ચમકે તેમ ધૂમમાળામાંથી તેજોલેશ્યા નીકળી. પછી પ્રલયકાળના વાદળથી જાણે યુક્ત ન હોય એવા આકાશતળને જોતો બાળવૃદ્ધ સહિત નગરલોક સંક્ષુબ્ધમનવાળો થયો. પછી પરિવાર સહિત શ્રીમાન્ સનત્યુમાર ચક્રવર્તી હકીકત જાણીને તેઓને શાંત કરવા આવ્યો. ભાલતલને પૃથ્વીપર અડાળીને, હાથ જોડીને, પ્રણામ કરી ચક્રવર્તીએ વિનંતિ કરી કે મુનિઓ ક્ષમાપ્રધાન હોય છે. જો કોઇએ અલ્પબુદ્ધિથી અનાર્યચેષ્ટાવડે તમારો અપરાધ કર્યો હોય તો તમારે તેની જેવા ન થવું જોઇએ, અર્થાત્ તમારે તેનો બદલો ન લેવો જોઇએ. જો વિષધર (ઝેરી સર્પ) કોઇકને ડંશ મારે તો શું બુદ્ધિમાન માણસે સાપને કરડવું ઉચિત છે? આમ કહ્યુ છતે મુનિ જેટલામાં રાજા ઉપર કૃપાવાન થતા નથી તેટલામાં હકીકતને જાણીને ચિત્રમુનિ જલદીથી તેની પાસે આવ્યા અને કહ્યુંઃ ક્રોધનો ઉપશમ કરો. આ નિરંકુશ સળગેલો પ્રચંડતાપવાળો કોપરૂપી અગ્નિ ગુણરૂપી વનને ક્ષણથી ભસ્મીભૂત કરે છે. જેથી સૂત્રમાં કહ્યું છે કે જેમ એકાએક પ્રજ્વલિત થયેલો દાવાનળ ક્ષણથી વનને બાળે છે તેમ કષાય પરિણામી જીવ તપ અને સંયમરૂપી ઉદ્યાનને બાળે છે. તથા ઉદ્વેગનું કારણ, દારૂણ દુ:ખોની મૂળખાણ એવો ક્રોધ સાપના ફૂંફાડાની જેમ કોના પાપને વિસ્તા૨ના૨ો નથી થતો? આ પ્રમાણે ચિત્રમુનિ દેશના રૂપી મેઘધારાએ વરસ્યા ત્યારે સંભૂત મુનિનો ક્રોધાગ્નિ શાંત થયો, ઉગ્ર વૈરાગ્યને પામ્યો. રાજા નમુચિ સચિવને બાંધીને તેની પાસે લઇ આવ્યો. તેણે પણ અનુકંપાથી શિક્ષામાંથી છોડાવ્યો પછી વૈરાગ્ય પામેલા બંને પણ અંતસમયે કરવા યોગ્ય આરાધના સ્વીકારીને જેટલામાં રહે છે તેટલામાં કોઇક વખતે રાજા તેના વંદન માટે આવ્યો અને તેઓના જ ચરણની પર્વપાસના કરવામાં ઉદ્યત થાય છે તેટલામાં તત્ક્ષણ જ તેની પાછળ તેનું સ્ત્રીરત્ન આવ્યું અને સભ્રાંતથી પ્રણામ કરીને ૧. કર્દમ એ સાપની એક જાત છે. ૨. વવમમ્સ ને બદલે અહીં વવપ્ત શુદ્ધ જણાય છે. ૩. ફૂંફાડો સાપના ક્રોધનું કાર્ય છે માટે કાર્યમાં કારણનો ઉપચાર કરી જણાવ્યું છે.
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy