SearchBrowseAboutContactDonate
Page Preview
Page 537
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૮ ઉપદે શપદ : ભાગ-૧ બ્રહ્મદત્ત ચક્રવતી જે આ બ્રહ્મદત્ત ચક્રવર્તી થયા તેનું આ ચક્રવર્તી રૂપ ફળ નિયાણાથી પ્રાપ્ત થયેલું છે. તેના પૂર્વભવો આ પ્રમાણે સંભળાય છે. સાકેતપુર નગરમાં નિર્મળ ન્યાયનિષ્ઠ, શ્રાવકવર્ગમાં આભૂષણ રૂપ ચંદ્રાવતંસ નામનો રાજા હતો. તેને સુપવિત્ર ચિત્તવાળો મુનિચંદ્ર નામનો પુત્ર હતો. તેણે કામભોગથી વિરક્ત થઈ સાગરચંદ્રની પાસે અતિ ઉગ્ર દીક્ષા લીધી અને ગુરુચરણનું સેવન કરતો તે તે દેશોમાં વિહાર કરતો કોઇક વખત એક ગામમાં ભિક્ષા માટે ગયો અને સાર્થની સાથે વિકટ અટવીમાં વિહાર કર્યો અને સાર્થથી વિખૂટો પડ્યો. ચાર ગોવાળ પુત્રો તેને સુધા અને તૃષાથી પીડાયેલો જુએ છે. ભક્તિ અને બહુમાન જાગ્યા છે જેઓને એવા તે ગોવાળપુત્રો તે મુનિની સેવા કરે છે. તેની દેશનાથી બોધ પામી ચારેયે દીક્ષા લીધી. પછી તેમાંથી બે મોહના ઉદયથી કંઈક ધર્મ ઉપર દુર્ગચ્છા કરીને મર્યા અને દેવલોકમાં ઉત્પન્ન થયા. દસપુરનગરમાં સાંડિલ્ય નામના બ્રાહ્મણથી યશોમતી દાસીને વિષે યુગલિક પુત્રો થયા અને ક્રમથી યૌવન પામ્યા. અરક્ષેત્રનું રક્ષણ કરવા વનમાં ગયા. વડ નામના વૃક્ષની નીચે રાત્રે સૂતા. ત્યાં ઝાડની બખોલમાંથી બહાર નીકળેલા સાપે એકને ડંસ માર્યો. બીજો પણ સાપને શોધવા નીકળેલો તે જ સાપથી તત્પણ ભક્ષણ કરાયો. પછી વિષનો કોઈપણ ઉપાય નહીં કરાયેલા મરીને કાલિંજર નામના શ્રેષ્ઠ પર્વત ઉપર મૃગીના બે પુત્રો થયા. પૂર્વભવના સ્નેહથી પાસે ચરતા એક શિકારી વડે એક જ બાણથી બંને સાથે હણાઈને મરણ પામ્યા અને બંને પણ મૃતગંગા નદીના કાંઠે એક હંસીને વિષે યુગલપણે હંસ થયા અને યૌવન પામ્યા. એક માચ્છીમારે જાળમાં સપડાવીને. પકડીને ડોક મરડીને મારી નાખ્યા. પછી વાણારસી નગરીમાં ભૂતદિન્ન નામના પાડાના અધિપતિ ભૂતદિન્ન ચાંડલના પુત્રપણે ઉત્પન્ન થયા. નામથી ચિત્ર અને સંભૂત પરસ્પર અતિ સ્નેહથી બંધાયેલા ચિત્તવાળા થયા. તે વખતે તે નગરીમાં શંખ નામનો રાજા હતો અને તેનો નમુચી નામનો પ્રધાન હતો. નમુચીએ તેવા તેવા પ્રકારનો અપરાધ કર્યો ત્યારે રાજાએ તેના વધ માટે ભૂતદિને અર્પણ કર્યો. રાજા આવેશ પ્રધાન છે, અર્થાત્ અલ્પ અપરાધમાં ઘણો ગુસ્સે થનાર છે એમ જાણું. તેથી સચિવ મારવા યોગ્ય નથી પરંતુ ખાનગીમાં રાખી રક્ષણ કરવું જોઈએ એમ વિચારીને કહ્યું: હે ભદ્ર! તું ભોંયરામાં રહીને મારા પુત્રોને ભણાવે તો હું તને જીવતો છોડું નહીંતર નહીં. જાતિ, કુળ અને વિદ્યાના પારગામીપણાની અવગણના કરીને પોતાના જીવિતના અર્થી મંત્રીએ તત્પણ સર્વ પણ સ્વીકાર્યું. પછી ભૂતદિન્નના પુત્રોને કળાકલાપમાં કુશળ કરતા આના દિવસો જેટલામાં પસાર થાય છે તેટલામાં કોઈક દિવસે ભૂતદિન્ને જાણ્યું કે આની (સચિવની) સાથે મારી પત્ની ભ્રષ્ટ થઈ છે. ચાંડાલભાવને કારણે સહજતાથી ઉગ્ર કોપને પામ્યો અને તેને મારવા તૈયાર થયો. ૧. અર=એક જાતનું વૃક્ષ.
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy