SearchBrowseAboutContactDonate
Page Preview
Page 528
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૧ ૪૭૯ पुनरपि परमतमाशक्य परिहरतितारिसयं चिय अह तं, सुहाणुबंधि अज्झप्पकारित्ति । પુલિસ સત્ત, તપુર્વ મમ વો તોસો? રૂ૪છા 'तादृशकं' विवक्षितभविष्यदध्यवसायसदृशमेव सत् । अथेति परिप्रश्नार्थः । तत्कर्म शुभानुबन्ध्यध्यात्मकारीति । उपलक्षणमिदं, ततः शुभानुबन्धिनोऽशुभानुबन्धिनश्चाध्यात्मस्य मनःपरिणामस्य कारणं वर्त्तत इति । आचार्य:-'पुरुषस्येदृशत्वे' तथाविधचित्रस्वभावत्वे सति 'तदुपक्रमणे' तस्य कर्मण उपक्रमणं परिकर्म मूलनाशो वा तत्र साध्ये को दोषः सम्पद्यत इति । यथा हि कर्मवादिनः कर्मैव कार्यकारि, पुरुषकारस्तु तदाक्षिप्तत्वाद् न किञ्चिदेव, तथा यदि पुरुषकारवादी ब्रूयाद् एष एव तादृशस्वभावत्वात्कर्मोपक्रम( ?मेण )शुभमशुभं वा फलमुपनेष्यतीति न कर्मणा किञ्चित्साध्यमस्तीति तदा को निषेधायकस्तस्य स्यादिति ॥३४७॥ ફરી પણ અન્ય મતની આશંકા કરીને તેનું નિરાકરણ કરે છે– ગાથાર્થ–ભવિષ્યમાં થનારા અધ્યવસાયના જેવું જ કર્મ શુભાનુબંધી કે અશુભાનુબંધી ચિત્તપરિણામનું કારણ છે. પુરુષાર્થને પણ તેવા વિચિત્ર સ્વભાવવાળો માનીને કર્મને ઉપક્રમ કરવા દ્વારા પુરુષાર્થ જ ફળને ઉત્પન્ન કરે એમ માનવામાં શો દોષ છે? ટીકાર્થ–પૂર્વ ગાથામાં “જીવને પોતાના અધ્યવસાય પ્રમાણે ક્રિયાનું ફળ ભિન્ન મળે છે” એમ સિદ્ધ કરવામાં આવ્યું છે. અહીં પ્રશ્ન થાય કે આ પ્રમાણે તો અધ્યવસાયના ભેદથી ફળભેદ થાય. પણ કર્મભેદથી ફળ ભેદ ન થાય. પ્રસ્તુતમાં કર્મવાદી કાર્યના કારણ તરીકે કર્મને જ માને છે. એટલે કારણમાં ભેદ હોય તો કાર્યમાં ભેદ થાય. આથી કર્મ પણ વિવિધ પ્રકારનું હોવું જોઈએ. આ પ્રશ્નના સમાધાનમાં અહીં ગ્રંથકાર કહે છે કે) ભવિષ્યમાં જેવા અધ્યવસાય થવાના હોય તેવા જ પ્રકારનું કર્મ ઉદયમાં આવીને શુભાનુબંધી કે અશુભાનુબંધી ચિત્તપરિણામનું કારણ છે. (આનાથી કર્મવાદીએ કર્મની વિચિત્રતા સિદ્ધ કરીને કર્મ જ કાર્ય કરનારું છે એમ સિદ્ધ કર્યું.) અહીં આચાર્ય જવાબ આપે છે કે- જેમ કર્મવાદીના મતે કર્મ જ કાર્ય કરનારું છે, પુરુષાર્થ તો કર્મથી ખેંચાઇને આવેલું હોવાથી નકામો છે, તેમ પુરુષાર્થવાદી પણ કહી શકે કે પુરુષાર્થ જ તેવા પ્રકારના સ્વભાવવાળો હોવાથી (=કર્મનો ઉપક્રમ કરવાના સ્વભાવવાળો હોવાથી) કર્મનો ઉપક્રમ કરીને શુભ કે અશુભ ફળ (આત્માની) પાસે લઈ આવશે. આમ કર્મથી કંઈપણ સિદ્ધ કરવાનું રહેતું નથી. પુરુષાર્થવાદી આમ કહે તો તેનો નિષેધ કોણ કરી શકે? (૩૪૭)
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy