SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ધરણેન્દ્ર પદ્માવતી સંપૂજિતાય ૐ હ્રીં શ્રીં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ શ્રી દાન-પ્રેમ-રામચન્દ્ર-હીરસૂરીશ્વરેભ્યો નમઃ ऐं नमः પ્રાતઃસ્મરણીય શ્રી હરિભદ્રસૂરિ મહારાજ વિરચિત શ્રુતહેમનિકષ શ્રી મુનિચંદ્રસૂરિ મહારાજ વિરચિત ટીકાસહિત ઉપદેશપદગ્રન્થનો ગુજરાતી ભાવાનુવાદ ભાગ-૧ यस्योपदेशपदसंपदमापदन्तसंपादिकां सपदि संघटितश्रियं च । आसाद्य सन्ति भविनः कृतिनः प्रयत्नात् तं वीरमीरितरजस्तमसं प्रणम्य ॥१ ॥ तत्त्वामृतोदधीनामानन्दितसकलविबुधहृदयानाम् । उपदेशपदानामहमुपक्रमे विवरणं किञ्चित् ॥२॥ पूर्वैर्यद्यपि कल्पितेह गहना वृत्तिः समस्त्यल्पधीर्लोकः कालबलेन तां स्फुटतया बोद्धुं यतो न क्षमः । तत्तस्योपकृतिं विधातुमनघां स्वस्यापि तत्त्वानुगां, प्रीतिं संतनितुं स्वबोधवचनो यत्नोऽयमास्थीयते ॥ ३ ॥ ટીકાકારનું મંગલાચરણ જેની ઉપદેશરૂપી સંપત્તિને પામીને ભવ્યજીવો (સાચા અર્થમાં) ધર્મી બને છે, 'રજોગુણ અને તમોગુણને દૂર કરનારા તે શ્રીવીરને પ્રયત્નપૂર્વક પ્રણામ કરીને, ઉપદેશ પદ નામના ગ્રંથનું અલ્પ વિવરણ શરૂ કરું છું. શ્રીવીરની ઉપદેશરૂપ સંપત્તિ જલદી આપત્તિના અંતને પમાડે છે, અથાત્ આપત્તિનો નાશ કરે છે, અને (જ્ઞાનાદિરૂપ) લક્ષ્મીની સાથે સંબંધ કરાવે છે. શ્રી વીરનાં ઉપદેશવચનો તત્ત્વરૂપ અમૃતના સાગર છે અને સર્વ વિદ્વાનોના હૃદયને આનંદ પમાડનારાં છે. (૧-૨) ૧. આરંભની રુચિ અર્થાત્ ખૂબ પ્રવૃત્તિ કરવાની રુચિ, અધીરતા, પરિગ્રહ વધારવો, વિષયોનું સેવન વગેરે રજોગુણનાં લક્ષણો છે. ક્રોધ, અજ્ઞાનતા વગેરે તમોગુણનાં લક્ષણો છે.
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy