SearchBrowseAboutContactDonate
Page Preview
Page 498
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદે શપદ : ભાગ-૧ ૪૪૯ અને તેઓએ કહ્યું કે રાજપુત્ર અને પુરોહિત પુત્ર અભદ્રક છે. તેમના તરફથી સાધુઓને ઉપસર્ગો જ થાય છે. બાકી ઉજ્જૈનીમાં સાધુઓને શુદ્ધ અન્નપાનાદિની પ્રાપ્તિ અને વિહાર સર્વકાળ બાધા રહિત થાય છે. (૨૮૭) પછી અપરાજિતને ચિંતા થઈ કે કુમારની ઉપેક્ષા સ્વરૂપ મારા ભાઈની પ્રમતત્તા બોધિલાભનો ઘાત કરનારી હોવાથી મહાદોષ રૂપ થઈ. તેથી મારે તેનો નિગ્રહ કરવો ઉચિત છે તથા જો મારામાં સામર્થ્ય હોય તો તેનો નિગ્રહ કરી બંને કુમાર ઉપર અનુકંપા કરવી યોગ્ય છે. (૨૮૮) પછી ગુરુની રજા લઈને ઉજ્જૈની તરફ ગમન કર્યું. અને ત્યાં પહોંચ્યા પછી ઉપાશ્રયમાં પ્રવેશ કર્યો. વંદનાદિક ઉચિત પ્રવૃત્તિ કરી. ભિક્ષાકાળ થયો ત્યારે ઝોળી લઈને ગોચરીએ જવા તૈયાર થાય છે તેટલામાં સાધુઓએ વિનંતિ કરી કે તમે ગોચરી જવાનું રહેવા દો અમે લઈ આવશું. અપરાજિત મુનિએ કહ્યું: હું આત્મલબ્ધિક છું, અર્થાત્ મારી લાવેલી ગોચરી વાપરવાનો મારે નિયમ છે. બીજાની લાવેલી ગોચરી હું વાપરતો નથી. (૨૮૯) પછી અપરાજિત મુનિ સાધુઓ પાસેથી સ્થાપના કુળો, દાનશ્રદ્ધાળુ કુળો, શ્રાવકકુળો. સમ્યગ્દષ્ટિ કુળોનો વિભાગ જાણે છે. કહ્યું છે કે-વારે મમમમલદ્દે, સમજે ઘનું તત્વ મિચ્છ | મામા રય, તારું નયણIણ વાતિ છે (ઓઘનિ.ગાથા-૪૩૬) દાનસચિવાળા કુળો, અણુવ્રત ધરનારા કુળો, સમ્યકત્વધારી કુળો, મિથ્યાત્વકુળો તથા મામક કુળો", નહીં આપવાના સ્વભાવવાળા કુળોને વાસ્તવ્ય સાધુ પ્રયત્નપૂર્વક બતાવે છે. सागारि वणिग सुणए, गोणे पुन्ने दुगुंछियकुलाइं । हिंसागं मामागं, सव्वपयत्तेण વનેગા. (ઓઘનિ.ગાથા-૪૩૭) પછી શૈય્યાતરનું તથા દરિદ્રનું ઘર બતાવે છે. દરિદ્રના ઘરે ભિક્ષા ન લેવાય કેમકે તેના ઘરે ભોજન ન રાંધ્યું હોય તો લજ્જા પામે છે અથવા અલ્પ રાંધ્યું હોય તો તેને આપી દીધા પછી પોતા માટે ફરી રાંધે છે. તથા દુષ્ટ કૂતરો અથવા ગાય બાંધેલા ઘરે ભિક્ષા લેવા ના જાય તથા નિંદિત, હિંસક અને મામકકુળોનો સર્વ પ્રયત્નથી ત્યાગ કરે. (૨૮૯) આ પ્રમાણે સ્થાપનાદિકુલોના વિભાગને જાણીને તે સાધુ પ્રત્યેનીકના ઘરે પ્રવેશ્યા અને ધર્મલાભ આપ્યો. પછી અંતઃપુરની સ્ત્રીઓએ તેને ચેતવણી આપી કે તમે પાછા ચાલ્યા જાઓ. મુનિએ ચેતવણીનો તિરસ્કાર કર્યો, અર્થાત્ ચેતવણીને ન માની. ધર્મલાભ શબ્દ સાંભળીને બંને કુમારો તેની પાસે દોડી આવ્યા. (૨૯૦). ૧. મામકકુળો એટલે મારે ઘરે સાધુઓ ન પ્રવેશે એવા વિચારસરણી ધરાવનારા કુળો.
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy