SearchBrowseAboutContactDonate
Page Preview
Page 482
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદે શપદ : ભાગ-૧ ૪૩૩ મેઘ-જેના ઉપર વારસદાર, જળ અને અગ્નિનો અધિકાર ચાલે છે, તથા જે નદીના તરંગની જેમ ચંચળ છે એવા ધનાદિ પદાર્થો વિષે કોઈ મતિમાન રાગ ન કરે. ધારિણી–જેમ તલવારની ધાર પર ચાલવું દુષ્કર છે તેમ તે પુત્ર! તારા જેવાને વ્રતનું પરિપાલન અતિદુષ્કર છે. મેઘ–પુરુષ જ્યાં સુધી પુરુષાર્થ નથી કરતો ત્યાં સુધી સર્વ અતિદુષ્કર છે. ઉદ્યમ એ જ ધન છે જેનું એવા પુરુષને અતિ કઠીન કાર્ય સિદ્ધ થતું દેખાય છે. આ પ્રમાણે અતિ આગ્રહ કરનાર માતાને, બંધુવર્ગને તથા દીક્ષાની વિરુદ્ધ બોલનાર સર્વને નિરુત્તર કરીને, વિચિત્ર પ્રકારની સેંકડો યુક્તિઓથી સમજાવીને, વિનયથી યુક્ત પ્રત્યુત્તરોથી પોતાના આત્માને છોડાવ્યો, અર્થાત્ દીક્ષા માટે અનુમતિ મેળવી. પછી મેઘકુમારે વિદ્યમાન વસ્તુનો ત્યાગ કરાવનારી અર્થાત્ નિષ્પરિગ્રહી કરનારી, કાયર જનમાં ઉત્પન્ન કરાયો છે વિસ્મયનો ઉત્કર્ષ જેના વડે, સમસ્ત ભવોના દુઃખોને છોડાવવામાં દક્ષ એવી દીક્ષા ગ્રહણ કરી. જિનેશ્વરે કરણીય વસ્તુ સંબંધી મધુર આલાપવાળી પ્રરૂપણા (દેશના) કરી. તે આ પ્રમાણે–હે સૌમ્ય તારે આ પ્રમાણે આચરણ કરવું. અર્થાત્ તારે સાધુ સમાચારીનું પાલન કરવું. ગણાધિપને સોંપવામાં આવ્યો. સંધ્યા સમયે ક્રમાનુસારથી સંથારાભૂમિને આપતા મેઘનો સંથારો દરવાજા પાસે આવ્યો અને રાત્રે કારણવશથી આવતા જતા સાધુઓના પગાદિથી દઢ સંઘટ્ટો પામેલા મેઘકુમારને આંખ ભેગી થવા જેટલી ઊંઘ રાત્રે ન આવી અને વિચારે છે કે હું જ્યારે ગૃહસ્થનાસમાં હતો ત્યારે આ સાધુઓ મારું ગૌરવ જાળવતા હતા. હમણાં મારા ઉપર વૈરાગી થયા હોય તેમ મારો પરાભવ કરે છે તેથી સાધુપણાનું પાલન કરવું અને દુષ્કર તેમજ અશક્ય જણાય છે. પ્રભાત સમયે ભગવાનની રજા લઈને ઘરે જઇશ. (૯૭) હવે સૂર્યોદય થયો ત્યારે સાધુઓની સાથે જિનેશ્વરની પાસે આવ્યો અને પ્રભુને ભક્તિથી વંદન કરીને પોતાના સ્થાનમાં બેઠો. ભગવાને તેને બોલાવ્યો કે હે મેઘ! રાત્રે તારા મનમાં આવો વિકલ્પ થયો કે હું સવારે ઘરે જાઉં. પરંતુ તારે આ ઉચિત નથી. તારે આ પ્રમાણે ચિંતવવું ઉચિત છે કે પૂર્વના ત્રીજા ભવમાં આ ભરતક્ષેત્રનાં વૈતાઢ્ય પર્વતની તળેટીમાં તું હાથી હતો. વનવાસીઓએ હાથીનું નામ સુમwભ રાખેલું હતું જે સર્વ અંગથી પૂર્ણ હતો. એક હજાર હાથીઓનો અધિપતિ હંમેશા જ રતિમાં પ્રસક્ત ચિત્તવાળો હતો અને અત્યંત મનપ્રિય કલભ અને કલભીઓની સાથે ગિરિગુફા, વન, નદી તથા નિર્ઝરણા, સરોવરમાં અતૂટ ઉગ્રપણે વિચરે છે. ૧. કલભ એટલે બાળ હાથી અને કલભી એટલે બાળ હાથણી.
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy