SearchBrowseAboutContactDonate
Page Preview
Page 452
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૧ ૪૦૩ દ્રવ્ય શબ્દના બે અર્થને જ કહે છે – ગાથાર્થ– એક દ્રવ્યશબ્દ કેવળ અપ્રધાન દ્રવ્ય અર્થમાં છે. જેમકે સદા અભવ્ય એવા અંગારમર્દકને (અપ્રધાન) દ્રવ્ય આચાર્ય કહ્યાં છે. ટીકાર્થ– કેવલ અપ્રધાન દ્રવ્ય- જે દ્રવ્યમાં ભવિષ્યમાં ભાવરૂપ બનવાની લાયકાત ન હોય તે કેવલ અપ્રધાન દ્રવ્ય છે. જેમ કે અંગારમર્દ આચાર્ય કેવલ અપ્રધાન દ્રવ્ય આચાર્ય હતા. કેમ કે અભવ્ય હોવાના કારણે તેમનામાં ભવિષ્યમાં ભાવાચાર્ય બનવાની લાયકાત ન હતી. અંગારમર્દક આચાર્યનું સ્વરૂપ હવે પછી કહેવામાં આવશે. | ભાવાર્થ– શાસ્ત્રમાં દ્રવ્ય શબ્દના પ્રધાન દ્રવ્ય અને અપ્રધાન દ્રવ્ય એમ બે અર્થ છે. જે પદાર્થ હમણાં દ્રવ્યરૂપ હોય, પણ ભવિષ્યમાં ભાવરૂપ બનવાની યોગ્યતાવાળો હોય તે પદાર્થ પ્રધાનદ્રવ્ય કહેવાય. જેમ કે કોઈક સાધુને તાત્કાલિક આચાર્યપદ આપવાનો પ્રસંગ આવ્યો. પણ તે સાધુમાં હમણાં આચાર્યપદ પામવાની લાયકાત નથી. આમ છતાં ભવિષ્યમાં આ સાધુ આચાર્ય પદ પામવાની લાયકાતવાળો બની જશે એવી યોગ્યતા તેનામાં ગુરુને દેખાય છે. આવી યોગ્યતા જોઇને ગુરુ તેને તાત્કાલિક આચાર્યપદનું પ્રદાન કરે છે. આ આચાર્ય હમણાં આચાર્યપદને પામવાની લાયકાતવાળા ન હોવાથી દ્રવ્ય આચાર્ય છે. ભાવ આચાર્ય નથી. આમ છતાં તે આચાર્ય ભવિષ્યમાં ભાવ આચાર્ય બનશે એ અપેક્ષાએ હમણાં તે પ્રધાન દ્રવ્ય આચાર્ય છે. જે પદાર્થ હમણાં દ્રવ્યરૂપ હોય અને ભવિષ્યમાં પણ તેનામાં ભાવરૂપ બનવાની લાયકાત ન હોય તે અપ્રધાન દ્રવ્ય કહેવાય. જેમકે અંગારમર્દક નામના આચાર્ય. આચાર્યના ગુણોથી રહિત હોવાના કારણે તે દ્રવ્ય આચાર્ય હતા. તેમનામાં ભવિષ્યમાં પણ ભાવ આચાર્ય બનવાની લાયકાત ન હતી. આથી શાસ્ત્રમાં અંગારમર્દક આચાર્યને અપ્રધાન દ્રવ્ય આચાર્ય કહ્યા છે. (૨૫૪) अन्नो पुण जोगत्ते, चित्ते णयभेदओ मुणेयव्वो । वेमाणिओववाउत्ति दव्वदेवो जहा साहू ॥२५५॥ अन्यः पुनर्द्रव्यशब्दो योग्यत्वे-तत्पर्यायसमुचितभावरूपे चित्रे-नानारूपे एकभविकबद्धायुष्काभिमुखनामगोत्रलक्षणे नयभेदतः-संग्रहव्यवहारनयविशेषाद् मुणितव्योबोद्धव्यः । यथोक्तं-"नामाइतियं दव्वट्ठियस्स भावो उ पज्जवनयस्स । संगहववहारा पढमगस्स सेसा उ इयरस्स ॥१॥" द्वितीयार्द्धस्यायमर्थः-संग्रहव्यवहारौ प्रथमकस्य द्रव्यास्तिकस्य प्रतिबद्धौ, शेषास्तु ऋजुसूत्रादय इतरस्य पर्यायास्तिकस्यायत्ता इति । एतदेव प्रयोगत आह-वैमानिकेषु देवेषूपपातो यस्य स तथेत्येवं कृत्वा द्रव्यदेवो यथा
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy